મોર્ડન લાઇફસ્ટાઇલ રોજની અતિવ્યસ્તતા
મોર્ડન લાઇફસ્ટાઇલ, રોજની અતિવ્યસ્તતા, જલદી જલદી કમાઇ લેવાની લાલસા વગેરેએ લોકોને વૈભવી લાઇફ તો આપી, પરંતુ સાથેસાથે હતાશા, તાણ, તેમજ વિવિધ શારીરિક સમસ્યાઓ ના ભોગ બની રહ્યા છે. તેથી જ લાઇફસ્ટાઇલને હેલ્ધી બનાવવા માટે ચોક્કસ આદતોને કેળવવી જરૂરી છે.
સવારે ઉઠતાં જ પાણી પીવું જોઇએ. મોટા ભાગના લોકોને ઉઠીને બેડ ટી-કોફીની આદત હોય છે. પરંતુ રાતની નિંદ્રા પછી શરીરને હાઇડ્રેટ કરવા માટે સવારે પાણી જેવો વિકલ્પ નથી. સવારે નયણાકોઠે પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન, બેકટેરિયા વગેરે મૂત્ર વાટે તેમજ પરસેવા વાટે બહાર ફેંકાઇ જાય છે. તેથી સવારે નયણા કોઠે બે-ત્રણ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. આ ઉપરાંત દિવસ દરમિયાન ઓછામાં ઓછા સાત-આઠ ગ્લાસ પાણી પીવું જોઇએ. જેથી શરીરમાં પાણીની કમી રહેશે નહીં. તવ્ચાની રૂક્ષથતાં તેમજ શરીરના તાપમાનને સમતલ રાખવા માટે પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઇએ.
હેલ્ધી હેબિટ્સમાં શરીરની સ્વચ્છતા પર પણ ભાર મુકવામા આવે છે. જેમાં દાંત સાફ કરવાથી લઇને સ્નાનને આવરી લેવામાં આવે છે.
સવારનો નાસ્તો પૂરતા પ્રમાણમાં કરવો જોઇએ. સવારે પોષ્ટ્ક બ્રેકફાસ્ટ કરવાથી વધુ તાજગીસભર રહેવાય છે.રિસર્ચથી સાબિત થયું છે ક,દરરોજ હેલ્ધી બ્રેકફાસ્ટ કરવાથી પાચનક્રિયા સુધરવાની સાથેસાથે શરીરની સિસ્ટમને હેલ્ધી રાખવામાં સહાયતા મળે છે.
યોગ, પ્રાણાયમ, તેમજ વ્યાયામને જીવનનોહિસ્સો બનાવી દેવા. વ્યયામ કરવાથી શરીરમાંના ઝેરી તત્વો બહાર નીકળે છે. બ્લડ સરક્યુલેશન વ્યવસ્થિત થાય છે. તેમજ બીમારીઓ દૂર થાય છે. હેલ્થ નિષ્ણાંતોનું કહેવું છે કે, અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ૨૦-૩૦ મિનીટ વ્યાયામ કરવો જોઇએ. અડધો કલાક બ્રિક્સ વોક તથા સ્ટ્રેચિંગથી પણ ફાયદો થાય છે. તેમજ ઘરમાં ઝાડુ-પોતા કરવાથી પણ શરીરમા ચરબી જમા થતી નથી.
વધુ પડતી બહારની ખાવાની આદત, જંક ફૂડ ખાવાની આદત હોય તો છોડી દેવી જ ઉત્તમ છે. મોટા ભાગે ઘરની બહારની વાનગીઓમાં મેંદો અને અન્ય એવા ખાદ્યપદાર્થો સામેલ હોય છે જેનાથી શરીરમાં રોગ પેસવાની શક્યતા રહે છે.
પૂરતી નિંદ્રા લેવાથી દિવસ દરમિયાન તાજગીસભર રહેવાય છે. આધુનિક જીવનમાં વિવિધ ગેઝેટસનું મહત્વ અને તેના વપરાશની આદત વધી જતાં સારીરિક સમસ્યાઓ વધી રહેવાના સંકેત છે. તેથી સુવાના અડધો એક કલાક પહેલા મોબાઇલ, ફોન, ટીવી, આઇપેડ વગેરેનો ઉપયોગ કરવો નહીં.
હેલ્ધી લાઇફનો સૌથી મોટો અવરોધ તાણ છે. જે અનેક બીમારીઓ તરફ લઇજાય છે. તેથી ધ્યાન, યોગ. પ્રાણાયમ, વ્યાયામને રોજિંદા જીવનમાં સામેલ કરવા જરૂરી છે. જે તાણમુક્ત રાખવા માટે ઉત્તમ વિકલ્પ છે.
હાઇજીન એટલે કે સ્વચ્છતાને મહત્વ આપવું જોઇએ. પોતે સ્વચ્છ રહેવાની સાથેસાછે ઘરની સ્વચ્છતા પર પણ ધ્યાન આપવું. જેથી ઇન્ફેકશન તેમજ અન્ય બીમારીઓથી બચી શકાય.
દરેક પરિસ્થિતિમાં હકારાત્મક રહેવું. જે પોતાને પ્રોત્સાહિત કરવાનો સહુથી સરળ છે. હસતા રહવાથી એડોફ્રિન નામનો સ્ત્રાવ થાય છે જે ચિંતા-તણાવ, ડિપ્રેશનને ઓછું કરવાની સાથેસાથે મૂડને પણ સારો બનાવે છે. તેથી ખુશ રહો અને અન્યોને ખુશ રાખો.
રોજિંદા આહારમાં ફાઇબર તેમજ પોષકતત્વોયુક્ત આહાર લેવો. શાક તેમજ પાંદડાયુક્ત ભાજીઓ ભરપુર પ્રમાણમાં લેવી. જેથી કબજિયાત, પાચનક્રિયા સંબંધીઓની તકલીફનહીંવત રહે છે.ભોજન હંમેશા ધીમે ધીમે ચાવીચાવીને ખાવું.
વાંચનની આદત પાડવી. નિયમિત વાંચનથી મગજને સારો વ્યાયામ મળે છે તેમજ મનોબળ વધે છે