માનસિક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

‘ધાર્યું તો ધણીનું જ થાય’ આપણે બધા આ કહેવતથી સુમાહિતગાર છીએ.કેમ કે આપણે સમજણા થયા ત્યારથી કેટલીય વાર આ કહેવત અલગ અલગ મોઢે અનેક વાર સાંભળી છે અને કેટલીયે વાર એવું પણ બનતું હોય છે જેવું આપણે સાંભળ્યું છે આપણામાંના મોટા ભાગના દરેકે જીવનમાં આવા અનુભવ પણ કર્યા જ હોય છે.તેમ છતાં દરેક માણસ જયારે જે કાંઈ પણ વિચારે છે તે પ્રમાણે જ બધું થતું નથી હોતું.એટલે તો આપણા હિસાબે દરેક વાત, દરેક કામ યોગ્ય રીતે જ કર્યા હોવા છતાં સંતોષજનક નહીં પણ સાવ ઉંધા જ પરિણામ આવે છે ત્યારે ઉપરોકત કહેવત જરૂર યાદ આવી જાય છે અને કેટલાકના મનમાં વિચાર આવે છે કે મેં નકામી મહેનત કરી જેનું કાંઈ ઉપજયું નહીં.

બત્રીસ-તેત્રીસ વર્ષના સારી હાઈટ બોડી ધરાવતા હેન્ડસમ દેખાતા દિપલભાઈ ફેન્સી શર્ટ બનાવતી રેડીમેડ ગાર્મેન્ટની નામાંકિત કંપનીના સેલ્સ એકઝીકયુટીવ તરીકે કામ કરતા. આઠ વર્ષથી આજ કંપનીનું કામ કરી દર વર્ષે કંપનીના સેલ, વેચાણમાં સારો એવો વધારો કરતા.જેને લીધે કંપનીમાં દિપલભાઈનો અને માર્કેટમાં કંપનીના નામનો ડંકો વાગતો.દિપલભાઈની વાકછટા તેમની આવડત અને સાકર કરતાંય મીઠી તેમની વાણીને લીધે બધાના દિલમાં વસતાચાર વર્ષ પહેલાં પ્રિયા સાથે તેમના લગ્ન થયા, પરિવારનો પ્રેમ અને સહકાર પ્રિયાને મળતો રહ્યો તેમ પ્રિયાએ પણ દરેકના દિલમાં પોતાનું સ્થાન જમાવી દીધું તેમાંય દોઢ વર્ષ પહેલાં પ્રીયાએ પુત્ર રત્નને જન્મ આપી ઘરને ગુંજતું કરી દીધું હતું. ઘડીયાળના કાંટા અને કેલેન્ડરના પાના કયારે ફરી જાય છે તેની ખબર પણ નથી પડતી. દીપલભાઈએ તેમની પર્સનલ ઈન્ફરમેશન આપી મુખ્ય ફરિયાદ પર આવ્યા.

દિપલભાઈએ જણાવ્યું કે છેલ્લા પાંચ છ મહીનાથી હું કામમાં પાછો પડતો જાઉં છું તેમ મને લાગતું હતું પણ આ વાત પર ધ્યાન આપ્યા વગર મેં મારૂં કામ ચાલુ રાખ્યું.હું જે પાર્ટી પાસે જવાનું નક્કી કરૂં તે પ્રમાણે જ રોજના અલગ અલગ પાર્ટી પાસે પહોંચી જતો જેમ આટલા વર્ષોથી જતો હતો પણ હમણાં હમણાં એવું બનવા લાગ્યું કે, મારી જસ્ટ પહેલાં જ અમારા કોઈ કોમ્પીટીટર કંપનીમાં તે પાર્ટી’ પાસે પહોંચી ઓર્ડર લઈ ગયા હોય.પહેલા મને એમ લાગ્યું કે, આવું કયારેક બની જાય તેમ વિચારી બીજી, ત્રીજી, ચોથી એમ ક્રમવાર નક્કી કરેલી એરીયા મુજબની પાર્ટી પાસે જતો. તેમના ઓર્ડર મળતા એટલે મને સંતોષ થતો અને હું વિચારતો કે જાે ચાર પાંચ પાર્ટીમાંથી કોઈ એકાદ ઓર્ડર ન મળ્યો હોય તો વાંધો નહીં બાકીના ઓર્ડર તો મળ્યા જ છે.પણ ત્યાર પછીના દિવોમાં ધીરે ધીરે એકને બદલે બે ત્રણ પાર્ટીઓ પાસેથી મારા તેમની દુકાને, શો રૂમોમાં જવાની થોડીક વાર પહેલાં જ બીજું કોઈ પહોંચી જતું અને ઓર્ડર લઈ જતા.આવું આઠ દશ દિવસે એકાદ વાર થતું તોય હું મન મનાવતો પણ પછી તો એટલું ઝડપથી રીપોટેડેલી શરૂ થયું કે,અઠવાડીયામાં બે ત્રણ વાર અને ત્યાર પછી તો અઠવાડીયામાં ચાર પાંચ વાર આમ થતા મારા લીધે મારી કંપનીના સેલ્સ પર મોટી અસર પડવા લાગી.અમારે ત્યાં તૈયાર થતાં શર્ટનો એટલો ભરાવો થવા લાગ્યો કે માલ રાખવાની અગવડ પડવા લાગી.શરૂમાં તો જુનું પેમેન્ટ આવતું એટલે હું કંપનીને પેમેન્ટ કરવામાં પ્રોબ્લેમ ન થયો પણ હવે પેમેન્ટ પર અસર પડવા લાગી એટલે મારૂં ટેન્શન વધવા લાગ્યું. પાર્ટી પાસે જતાં મને ડર લાગવા લાગ્યો મનમાં એક જ વાત આવે છે કે મારી પહેલાં તો બીજું કોઈ નહીં પહોંચી ગયું હોય ને. ? મનમાં ડર પેસી ગયો છે એટલે હવે મને કયાંય જવું ગમતું નથી.

કયારેક મને એમ લાગે છે કે કોઈ મારી પાછળ પડી ગયું છેતો કયારેક લાગે છે કે હવે મારામાં એ પોટેન્શીયલ નથી રહ્યું જે પહેલાં હતું સાંજ પડતાં પહેલાં તો શરીર સાવ ઢીલું પડી જાય છે.મનથી થાકી જાઉં છું, નીરસ થઈ ગયો છું.ખબર નથી પડતી કે શું કરૂં ? સાહેબ આવી અને આટલી બધી ફરીયાદો વાળા પહેલાં કોઈ આવ્યા છે ખરા ? હા અને ૧૦૦ ટકા સારા પણ થયા છે.અમારો આ જવાબ સાંભળી દીપલભાઈના જીવમાં જાણે જીવ આવ્યો.ચહેરા પર થોડી મુશ્કાન આવી.હવે તેમને અમારામાં અને અમારી સારવારમાં આ વિજ્ઞાનમાં રસ પડયો એટલે જ આ અંગે વધુ જાણકારીઓ મેળવી.આ સારવારમાં કોઈ રીસ્ક નથી અને છતાં માત્ર ફાયદાઓ જ થતા હોય છે તે જાણતાં દીપલભાઈ તુરંત જ સારવાર કરાવવા ઉતાવળા થયા.

દિપલભાઈને હિપ્નોેથેરાપી વિશેની વિગતવાર માહિતી, સારવાર માટે હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા થતી સીટીંગ, સારવાર માટે નિયમિતતા જરૂરી છે.જેનાથી ઝડપી અને વધુ સારા પરિણામો મેળવી શકાય છે.ઉપરાંત આ સમય દરમ્યાન ખાવામાં કોઈ વિશેષ પરેજ પાળવાની નથી હોતી તથા સીટીંગ પહેલાં અને સીટીંગ લીધા પછી દરેક પોતાના રૂટીન કામો સામાન્ય રીતે જ કરી શકે છે અને ધીરે ધીરે ઈપ્રુવમેન્ટ આવતી જાય છે.ત્યારબાદ સીટીંગનો સમય નક્કી કર્યો.
બીજા દિવસથી દિપલભાઈની સીટીંગ શરૂ કરી. દિપલભાઈનું મન અને શરીર શાંત થવા લાગ્યા. પાંચ સીટીંગ પુરી થતાં જ દિપલભાઈ પોઝીટીવ થવા લાગ્યા, તેમનું શરીર તેમને સાથ આપવા લાગ્યું.

કામમાં મન પરોવા લાગ્યું.તેમનો આત્મવિશ્વાસ પણ વધવા લાગ્યો. પાંચ જ દિવસથી ફાયદો અનુભવતા દિપલભાઈને અમારામાં વિશ્વાસ ખુબ વધી ગયો. જેમ જેમ સીટીંગ વધતી ગઈ તેમ તેમ તે વધુ નોર્મલ થવા લાગ્યા.દરેક કામમાં તેમનો રસ વધવા લાગ્યો અને હવે પોતાની મેળે જ પાર્ટીઓમાં જવા લાગ્યા. કોઈપણ પાર્ટી પાસે જતા અને ઓર્ડર લઈને બહાર આતા. દરેક સાથેના તેમના સંબંધો પાછા ફરીથી પહેલાના જેવા થતા તેમના પરિવારના તથા કંપનીના સ્ટાફના દરેક જણે હાશકારો અનુભવ્યો. આમ કુલ વીસ સીટીંગને દિપલભાઈની ગાડી પાટે ચડી પહેલા કરતાં વધુ ઝડપથી દોડવા લાગી.જેનો શ્રેય દિપલભાઈએ અમને અને તેમના બોસને આપતા જેમણે દિપલભાઈને અમારી પાસે ટ્રીટમેન્ટ લેવા સુચવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.