સ્શું તમને કોઈ ડર ડરાવી રહ્યો છે ?

સંજીવની
સંજીવની

જીવનમાં જેમ અલગ અલગ પ્રકારની વસ્તુઓ જરૂરી છે તેમ સમસ્ત જીવો માટે હવા..પાણી..ખોરાક એ પાયાની જરૂરીયાત છે.માનવ જીવન એટલે કે આપણા બધા માટે આ ત્રણ ઉપરાંત અનેક જરૂરીયાતો જેવી કે પહેરવા માટે સારા કપડાં, કામકાજ માટે આક્રોશ, ફેકટરી ફોન, જીવનમાં આગળ વધવા સંબંધી મિત્રો, એક સુંદર જીવનસાથી વિગેરે આવી રીતે જીવનમાં ડરનું મહત્વ પણ ઘણું છે. જાે ચોક્કસ પ્રકારના ડર ન રાખવામાં આવે તો જીવનદીપ કયારે બુઝાઈ જાય છે તેની ખબર સુધ્ધાં ન પડે.માટે જ દરેક માનવ જીવો માટે ડર હોવો એ ખુબ જરૂરી છે પણ સાચા ડર,ખોટા ડર માનવ મનને કોરી ખાય છે અને તેનું જીવન સાવ પાંગળુ બનાવી દે છે.
માનવ જીવનમાં કયા પ્રકારના ડર હોવા જાેઈએ ? લાઈટ, વિજળીનો ડર,કોઈપણ સામાન્ય માનવી વિજળીથી નથી ડરતો એમ કહી વિજળીનાં જીવંત વાયરનો છેડો હાથમાં પકડી લે તો ? સ્વીચ ચાલુ કરી પ્લગને બદલે સોકેટમાં આંગળી નાખશો તો શું થઈ શકે ? તેનાથી આપ સૌ સુજ્ઞ વાંચકો માહિતગાર છો, સાથે અજાણતા ભટકાઈ જાવ તો શું થાય તે તમે જાણો છો ? ટુંકમાં આવા ડર હોય તો સામાન્ય વાત કહેવાય.કેમ કે આ ડર સાચા છે. આવા ડર માણસનો જીવ બચાવે છે. જયારે નકામા ખોટા બીનજરૂરી ડર જીવનની પ્રગતીને રોકે છે.પોતાના અને પરિવારના સભ્યોમાં અજંપો પેદા કરે છે.આવો જ એક કિસ્સો આપની સમક્ષ રજુ કરૂં છું.
મુંબઈના પરામાં રહેતા મધ્યમ વર્ગના સંયુકત સરકારી કુટુંબના એક સભ્ય રોહીતભાઈ ગ્રેજ્યુએટ થયા પછી પોતાની બુધ્ધિ અને આવડતથી પોતાનો નાના પાયે બીઝનેસ શરૂ કર્યો.તેમની મહેનત અને લગનની સાથે સાથે તકદીર પણ સાથ આપ્યો. રોહીતભાઈના બીઝનેસથી તેમને જેટલો આત્મસંતોષ હતો તેના કરતાં અનેક ગણો વધુ સંતોષ અને આનંદ પરિવારના દરેક સભ્યોને મોટરની જાેરદાર ટક્કર લાગતા તે યુવાન દુર ફેંકાઈ ગયો.આ દ્રશ્ય જાેઈ રોહીતભાઈ હેબતાઈ ગયા.તે યુવાનને ઉછળીને પટકાતા સારો એવો માર લાગવાથી લોહી પણ સારૂં એવું નીકળતું હતું.હવે રોહીતભાઈએ ઘરની વાટ પકડી પણ હજુય તેમના હૃદયના ધબકારા તેજ હતા.ધીરે ધીરે સ્વસ્થ થતા થતા ઘરે પહોંચ્યા. પછી તો સાવ સામાન્ય થઈ ગયા હતા. રોજના તેમના નિત્યક્રમમાં ગોઠવાઈ ગયા હતા.
એક દિવસ રોહિતભાઈ સાંજે જયારે ઘરે પહોંચ્યા ત્યારે ઉદાસ દેખાતા હતા, રોજ કરતાં વધારે થાકેલા લાગતા હતા.એટલે ઘરના સભ્યોને ચિંતા થતા કારણ જાણવાનો પ્રયત્ન કર્યો પણ રોહિતભાઈતરફથી કોઈ જવાબ ન મળતાં મુંઝાયા અને ડૉકટર પાસે જવાની વાત કરી તો તેની સ્પષ્ટ ના પાડી દીધી તેઓ પોતાની ધુનમાં જ રચ્યાપચ્યા જણાતા હતા છતાં ઘરના દરેક સભ્યો સાથે સામાન્ય રીતે વર્તતા પુરતો ખોરાક લેતા પણ ઘરની બહાર જવાનું નામ નહોતા લેતા.ઓફિસે કે અન્ય કોઈપણ જગ્યાએ બહાર જવાની વાત માત્રથી ગભરાઈ જતા. પરસેવે રેબઝેબ થઈ જતા એટલે ડૉકટર સાહેબને ઘેર બોલાવ્યા તેમને દવાઓ આપી. બીજે દિવસે ડૉકટર સાહેબે આવી અનેક સવાલો પૂછયા પણ એકેય પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળ્યો પણ સ્વસ્થ દેખાતા રોહિતભાઈ એક વાત બહુ સ્પષ્ટ કહેતા હતા કે હું કોઈ પણ સંજાેગોમાં ઘરની બહાર નહીં જાઉં.. તેમની આ વાત પાછળનું કારણ જાણવા ડૉકટર તથા ઘરના સભ્યો પ્રયત્ન કરતા હતા.જેથી તેનો ઉકેલ-ઉપાય શોધી શકાય.ઘરની બહાર ન જવા પાછળ તેમને કોઈપણ પ્રકારનો ડર સતાવી રહ્યો છે પણ આ ડર કઈ વસ્તુનો છે અને કયા કારણે છે તે જાણવાનો રસ્તો ન જડતાં સૌ દ્વિધામાં હતા.ત્રણ ચાર દિવસમાં તો રોહિતભાઈના મિત્રો તથા સગાંસંબંધીઓ સુધી તેમની આ સમસ્યાના સમાચાર પહોંચી ગયા.
રોહિતભાઈના કાકાને સમાચાર મળતાં તેમણે રોહિતભાઈના ઘરે જઈ વિગતો જાણી સીધા અમારે ત્યાં આવી બધી જ માહિતી આપી જેના આધારે રોહિતભાઈના ઘરે જ મળવાનું નક્કી કર્યું. તે મુજબ રોહિતભાઈ સાથે વાતચીત કરી દરેક વાત તેઓ સાવ સામાન્ય રીતે જ કરતા હતા.વળી તેમની કોઈ ફરિયાદ પણ નહોતી. ત્યારબાદ રોહિતભાઈ અને તેમના ઘરના સભ્યોને હિપ્નોટીઝમ અને હીપ્નોથેરાપી વિશેની માહિતીઓ આપી, તે દરેક વાત તેમને ગળે ઉતરી એટલે જ તેમણે હિપ્નોથેરાપી દ્વારા સારવાર લેવા તૈયારી બતાવી.
આ વાતચીતના બીજા જ દિવસથી રોહિતભાઈની સારવાર શરૂ કરવામાં આવી.રોહિતભાઈને ૩-૪ દિવસ હીપ્નોટીકટ્રાન્સમાં લઈ જઈ સારવાર કરતા તેઓ ડીપ સબજેકટ થઈ ગયા હતા એટલે જે દિવસે રોહિતભાઈ ઘરે આવ્યા ત્યારે ઉદાસ અને થાકેલા લાગતા હતા. તે દિવસની સવારથી મોેડી સાંજે તેઓ ઘરે આવ્યા ત્યાં સુધીની દરેક નાની મોટી વાતો જેવી કે કોને કોને મળ્યા, શું વાતો કરી, કયાં ગયા આવ્યા વિગેરે નાનામાં નાની બાબતો વિગતવાર યાદ કરાવતા ગયા ત્યારે જાણવા મળ્યું કે રોહિતભાઈ તે સાંજ જયારે ઘરે આવતા હતા ત્યારે રસ્તે જતા એક યુવાનને મોટરની ટક્કર વાગતા ફુટબોલના દડાની જેમ ઉછળીને પડયો અને થોડી જ ક્ષણોમાં તેના રામ રમી ગયા હતા. તેની લોહીલુહાણ સ્થિતિ જાેઈને તેઓ ડઘાઈ ગયા અને તેમજ ખુબ જ ડરી ગયા હતા.તેમના મનમાં બીક પેસી ગઈ હતી કે જાે આવી જ રીતે કદાચ કોઈ ગાડી મારી જાેડે ટકરાય તો ? આ વાત સાંભળતાંજ રોહિતભાઈના મનમાં પેસી ગયેલો ડર અને તેનું કારણ મળી ગયું જે તેમને ઘરની બહાર જતાં રોકતો હતો.રોહિતભાઈના મનમાં પેસી ગયેલો ડર આ ડર વિશેની માહિતી મળતાં જ હીપ્નોથેરાપી દ્વારા આપતા આ સારવારમાં તેમના મનમાં પેસી ગયેલો આ ડર દુર કરી તેમને સામાન્ય સ્થિતિમાં લાવવા માટેના પોઝીટીવ સજેશનો આપવાનું શરૂ કરવામાં આવતા પરિવર્તનો આવવાના શરૂ થયા.થોડા દિવસોમાં સારવારથી જ રોહિતભાઈના મનમાં ઘર કરી ગયેલો ડર દુર થવા લાગ્યો,પરીણામ સ્વરૂપ રોહિતભાઈ દિવસમાં બે ત્રણ વાર પોતાની મેેળે જ નીચે ઉતરતા, હરતા ફરતા થયા.જેમ જેમ સારવાર આગળ વધતી ગઈ તેમ તેમ ડર દુર થતો ગયો.તેમનો આત્મવિશ્વાસ વધતો ગયો અને ધીરે ધીરે રોહિતભાઈ નોર્મલ થઈ ગયા. તેમના કામે લાગી ગયા.આમ હિપ્નોથેરાપી થકી થોડાક દિસોમાં રોહિતભાઈ સાવ બદલાઈ ગયા અને પહેલાં કરતાં પણ વધુ સ્વસ્થતાપુર્વક દરેક રૂટીન કામ કરવા લાગ્યા.તેમની દરેક જવાબદારીઓ વધુ સારી રીતે નિભાવવા લાગ્યા.હીપ્નોથેરાપી નામક સારવાર પદ્ધતિથી રોહિતભાઈ ગણત્રીના દિવસોમાં જ સામાન્ય જનજીવન જીવવા લાગ્યા.હીપ્નોથેરાપીએ સાબિત કરી બતાવ્યું કે, દરેક પ્રકારના ખોટા ડર, ભય, ચિંતાઓ તેમજ દરેક જાતની માનસિક સમસ્યાઓમાંથી છુટકારો અપાવતી આ એક સુંદર ડ્રગલેશ એટલે કે દવા રહીત સારવાર પદ્ધતિ છે.આપની સમસ્યાઓના માર્ગદર્શન અને વધુ માહિતી માટે મળો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.