સ્વભાવ, સમજણ અને વાતચીતમાં ઈમ્પરૂવ કરતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

દરેક સજીવોમાં ભુખ છે, અને ભુખ છે એટલે જ કાંઈક કરવા પ્રયત્ન કરે છે, અને જે પ્રયત્ન કરે છે તે લોકો વહેલા મોડા, ઓછું વધારે તેના ફળ મેળવે છે. દરેક માણસોમાં ભરપુર ભુખ ભરેલી છે, પણ બધામાં જુદી જુદી ભુખ છે. કોઈને પ્રેમની ભુખ છે તો કોઈને રૂપિયાની ભુખ છે, કોઈને નવું શોધવાની ભુખ છે તો કોઈને નવું જાણવાની ભૂખ છે, કોઈને બીઝનેસની ભૂખ છે, કોઈને સફળતાની તો કોઈને નામનાની ભૂખ છે, કોઈને સામાજીક પ્રવૃત્તિની તો કોઈને ધાર્મિક પ્રવૃત્તિની, કોઈને જ્ઞાન આપવાની તો કોઈને મેળવવાની ભૂખ છે, ટુંકમાં દરેક માણસોમાં કુદરતે ભૂખનો ભંડાર ભર્યો છે. ભૂખ્યો માણસ તેની ભૂખ ભાંગવા ગમે ત્યારે ગમે તે કરી શકે છે.
તમારે ત્યાં કોઈ પ્રસંગ હોય અને તમે જાે જમણવાર માટે કોઈ કેટરીંગ કોન્ટ્રાકટરને બોલાવો તો આવેલ કોન્ટ્રાકટરને નાસ્તાનો, જમવાનો જે સમય હોય તે પ્રમાણે પેટભરીને નાસ્તો કરાવો, જમાડો પછી જ તમારૂં મેનુ આપી રેઈટ કઢાવો. ભરેલા પેટે તે રીઝનેબલ રેઈટ આપશે, ખાલી પેટ રેઈટ આપશે તો તે અચુક વધારે જ હશે.તેમને કોઈ ફરક નથી પડતો પણ એક ગરીબ કે સામાન્ય માણસને માટે દરેક રૂપિયો મહત્વનો હોય છે અને એટલેજ કદાચ આવા કોઈ માણસો પોતાની, પરિવારની જરૂરીયાત પુરી કરવા માટે, થોડાક રૂપિયા માટે ગમે તેવા સારા ખોટા કામ કરવા તૈયાર થઈ જાય છે અને આમ તે ભૂખને ભાંગવાના પ્રયત્નો કરતા રહે છે. કાંદીવલી વેસ્ટ સ્થિત અમારા પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં આવેલ પરિવારના વકીલે મને અને ડૉ. કૌશલને સંબોધીને કહ્યું, સાહેબ અમારા આ દીકરા માટે તમારી પાસે આવ્યા છીએ, ત્રણ સંતાનોમાં એક દિકરો અને દિકરી નમનથી મોટા છે નમન સૌથી નાનો હોવાના લીધે વધારે પડતા લાડ બધા પાસે કર્યા છે અને કરે છે. સાથે જીદપણ કરે છે. હું હેમંત અને મારી વાઈફ મીતા, નમન ચોવીસ વર્ષનો થયો. તે કામમાં હોંશિયાર છે, તેનામાં સારી આવડત છે, પણ જરૂર કરતાં વધારે અહમ, અભિમાન છે. અમારી કંપનીના કોમ્પ્યુટરના એ.એમ.સી.એન્યુઅલ મેન્ટનન્સ સર્વીસ ડીવીઝનને સંભાળે છે.મોટો સન કોમ્પ્યુટર એસેંબલીંગ ડીવીઝન સંભાળે છે. અમારી પાસે અનેક મોટી સારી કંપનીઓનો એ.એમ.સી.કોન્ટ્રાકટ છે. જેને માટે ત્રીસ જણા ફિલ્ડવર્કનું કામ કરે છે અને સાત માણસો ઈન હાઉસ કામ સંભાળે છે.સારૂં અને સેટ થયેલું ટીમવર્ક છે. એરીયાવાઈઝ કામનું ડીસ્ટ્રીબ્યુશન કરેલું છે આ બધંુ સંભાળવા ઓફિસમાં ત્રણ માણસો કામ કરે છેે. નમન અમારી જેમ બધા સાથે મીકસ નથી થઈ શકતો. મેં સ્ટાફ સાથે બોસની જેમ નહીં ટીમ લીડરની જેમ કામ કર્યું છે. નમન બોસ બની રૂટલી વાત કરે છે, કોઈનું પણ બીજા સામે ઈન્સલ્ટ કરે છે,ન કહેવાનું કહે છે એટલે સ્ટાફ નારાજ રહે છે. નમનના આ વલણને લીધે ત્રણ ચાર વાર ઝગડા થયા. સ્ટાફે રેઝીંગનેશન લેટર આપ્યા. આજે હાર્ડવેર અને સોફટવેરમાં એકસપર્ટ અને સીન્સીયર માણસો સારા રૂપિયા આપવા છતાં મળતા નથી. નમનનું કહેવું છે રૂપિયા વધારે આપતા એક માગો દશ માણસો મળી જશે પણ સારા વફાદાર માણસો મળવા મુશ્કેલ છે. એ ત્રણને તો સમજાવી રાખી લીધા નમન પોતાની જાતને વધુ સ્માર્ટ, હોંશિયાર સમજે છે તેણે રાખેલા બે નવા માણસો બે મહિનામાં જ દોઢ લાખનું કરીને જતા રહ્યા છતાં તે સમજતો નથી. તે હોંશિયાર છે પણ હોંશિયારીથી કામ કરતા નથી આવડતું. તે કલાયન્ટો સાથે પણ રફલી વાત કરે છે. બસો ત્રણસો પી.સી.ના જે કંપનીના એ.એમ.સી.અમારી પાસે છે તેમને ત્યાં સ્ટાફને જવામાં લેટ થયું હોય અને કંપનીમાંથી જાે ફોન આવે તો તેમને કહે છે. માણસ આવી જશે, વારેઘડીએ ફોન એટેન્ડ કરવા ફ્રી નથી. બીજા કામો ડીસ્ટર્બ થાય છે, થોડી રાહ જાેવો. કોઈક કલાયન્ટને કહે છે કે તમારા જેવા બસ્સો કલાયન્ટો છે. મારી પાસે બે ચાર ઓછા થશે તો મને કોઈ ફરક નથી પડતો. અમે તેને સમજાવીએ છીએ કે જાેબીઝનેસ વધારવો હોય કે મેન્ટેઈન કરવો હોય તો અભિમાન છોડવું પડશે, લેંગ્વેજ સુધારવી પડશે નહીંતર વર્ષોનો વેલસેટ બીઝનેસ ખલાસ થઈ જશે. નમનનો ટોન પણ ખરાબ હોય છે ઘણીવાર અમને પણ ખરાબ લાગે છે તો કલાયન્ટને વધારે ખરાબ લાગતું હશે તે લોકો કામ કરવાના રૂપિયા ચુકવે છે. હવે તેને પણ આ વાત સમજાય છે. પણ તે પોતાની જાતને નથી રોકી શકતો કે નથી સુધારી શકતો. એટલે જ તમારી પાસે આવ્યા છીએ. મેં અને ડૉ.કૌશલે નમન સાથે વાતચીત, સવાલ જવાબ શરૂ કર્યા. તેમાં નમને જણાવ્યું કે, પહેલેથી મને રૂઆબ પાડવાની ટેવ હતી તેમાં જયારે મેં કામ શરૂ કર્યું તો હું મારી જાતને કોઈક વિશેષ સમજવા લાગ્યો. પાંત્રીસ ચાલીસ માણસો મારી અંડરમાં કામ કરે છે. મોટું ટર્નઓવર છે તે વાતથી હું બહેકી ગયો અને મારો મારા ઉપરનો કંટ્રોલ જતો રહ્યો જેની મને બહુ જરૂર છે. ડૉ.કૌશલે કહ્યું ગણતરીના દિવસોમાં કંટ્રોલ આવશે પણ કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની સીટીંગ લેવા દરરોજ તમારે ટાઈમસર આવવું પડશે. નમને તુરંત જ ટ્રીટમેન્ટ શરૂ કરવા કહ્યું.
ડૉ.કૌશલે આ થેરાપી અને સીટીંગની વિગત સમજાવી નમનની સીટીંગ શરૂ કરી. ચાર સીટીંગમાં નમનના સ્વભાવ અને વાતચીતમાં ઈપ્રુવમેન્ટ આવ્યું. ધીરે ધીરે તેનો નેચર બેટર થવા લાગ્યો. નમન હવે સીટીંગ લેવા વધુ કયુરીઅસ થયો કે કોઈ મેડીસીન લીધા વગર ચેંજ અનુભવવા તેને માટે આશ્ચર્યકારક હતું. દશ સીટીંગ પુરી થતાં નમન ખુબ પોલાઈટ અને રીસ્પોન્સીબલ થઈ ગયો.હવે સ્ટાફ અને કલાયન્ટો જનહીં બધા સાથે ઈઝીલી મીકસ થવા લાગ્યો. દરેકને કોપરેટ કરવા લાગ્યો. એટલું જ નહીં નમનો પોતાની જાત પર, ગુસ્સા પર અને લેગવેજ પર કંપલીટ કંટ્રોલ આવતા તેનો વાતચીતનો ટોન પર સોફટ થઈ ગયો. નમને ડૉ.કૌશલનો અને મારો આભાર માનતા કહ્યું તમે અમારા બીઝનેસને અને નમન બેવને ઈપ્રુવ કરી દીધા.. થેંકયુ… દરેક જાતના માનસિક રોગો જેવા કે ઉંઘમાં ચાલવું, અનિંદ્રા, દરેક જાતના ડર, ભય, ચિંતા બેડ હેબીટસ, સ્મોકીંગ, ડ્રીંડીગ વિ.આત્મવિશ્વાસનો અભાવ વિગેરે સ્ટુડન્ટો માટે મેમરી ટ્રેનીંગ તથા સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા સંપર્ક કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.