સમય અને વિચારો સાથે બદલાતા જતા માણસો

સંજીવની
સંજીવની

સમય સાથે વિચારો બદલાય ઉંમર સાથે વિચારો બદલાય અને બદલાતા વિચારો સાથે માણસ બદલાતો જાય છે. દરેક માણસો અલગ અલગ વાતો, ડીફરન્ટ એંગલથી વિચારતા હોય છે. કોઈ એક જ કામ માટેના વિચારો જાે દશ પંદર માણસોને કરવાનું કહેવામાં આવે તો તે દરેકે એક જ કામ માટે વિચાર્યું હશે પણ દરેકના વિચારોમાં ફરક દેખાય છે. દરેકની તે કામ કરવાની રીત, તેના ફાયદા લેવાની રીત અને તેના પરીણામો, રીઝલ્ટમાં પણ એક યા બીજા પ્રકારનો તફાવત જાેવા મળે છે. માનવ મનની આજ તો વિચિત્રતા છે.જેમ દેખીતી રીતે બધા માણસો જ છે છતાં ભાગ્યે જ કોઈ માણસો ૧૦૦ ટકા સેઈમ ટુ સેઈમ જાેવા મળે છે. બાકી બધામાં રંગ,રૂપ, હાઈટ, બોડી જાે સરખા હોય તો ય ચહેરાના આકારમાં આંખ, કાન નાકમાં તો કોઈને કોઈ પ્રકારનો ફરક હોય છે અને માણસોએ જે કાંઈ બનાવ્યું છે કે બનાવે છે તે બધું ૧૦૦ ટકા એકસરખું જ હોય છે. આજ તો ફરક છે કુદરત અને માણસની બનાવટમાં. આવો જ ફરક દરેકના વિચારોમાં, વ્યવહારમાં, વાતચીતમાં જાેવા મળે છે. આવા ફરકને લીધે જ તો આપણે બંધ આંખે સામેની વ્યક્તિના અવાજને તેની વાત કરવાની સ્ટાઈલને લીધે માત્ર સેકન્ડોમાં ઓળખી શકીએ છીએ.
પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં એપોઈન્ટમેન્ટ પ્રમાણે આવેલા ચીનુભાઈ બાવીસીએ ડૉ.જલપાને કહ્યું આ મારી ડૉટર કરીશ્મા જેના માટે અમે આવ્યા છીએ આ તેની મમ્મી દીપા અમારે એક દિકરી અને એક દિકરો છે. કરીશ્મા મોટી છે તે કોલેજમાં આવી ત્યારથી તેને પરદેશ જવાની ઈચ્છા છે. તેણે અનેકવાર અમને કીધું કે આપણે ફોરેનની મોટી ટુર એફોર્ડ નથી કરી શકતા તો કાંઈ નહીં પાંચ દિવસની ટુરમાં તો જઈ શકાય. દરેક વખતે અમારે આ બાબત તેને સમજાવવી પડતી કે આપણે ચાર જણાની ટીકીટ, વીઝા, રહેવા ફરવાનું દુરની એમાઉન્ટમાં આવી જાય છે છતાં બીજા ખર્ચ અને શોપીંગ આપણા બજેટમાં બેસતું નથી. કેટલીય વાર લીટલી પેપર પેન લઈ ફીગર્સનું હોટલ જાેઈ તે પણ કન્વીન્સ થઈ જાતી. પણ પાછું પ-૬ મહીનામાં આજ ભુત સવાર થાય. આમને આમ તેનું ગ્રેજ્યુએશન પુરૂં થયું. આમને વાત કર્યા સિવાય તેણે ફોરેનની કંપનીમાં તેની ડીટેલ મોકલી જાેબ માટે ટ્રાઈ કરવાનું શરૂ કર્યું હતું અને હું અહીં કોઈ મોટી કંપનીમાં કરીશ્માને જાેબ મળે તે માટે પ્રયત્ન કરતો હતો. તેવામાં મારો એક ફ્રેન્ડ જે મલ્ટીનેશનલ કંપનીમાં સીનીયર બ્રાન્ચ મેનેજર હતો. તેની કંપનીમાં કરીશ્માને ઓફિસરની પોસ્ટમાં સેટ કરી શકવાની વાત કરી. જમીને અમે બધા રાત્રે બેઠા હતા ત્યારે મેં કરીશ્માને કહ્યું તારા માટે ખુશખબર છે. મુનીર અંકલની ઓફિસમાં ઓફિસરની પોસ્ટ તારા માટે ઓફર કરી છે પે પણ સારો છે એટલે કરીશ્માએ કહ્યું પપ્પા આજે મારી પાસે પણ ખુશખબર છે. મને અમેરીકાની એક કંપનીએ જાેબ માટે સીલેકટ કરી છે. આજે જ તેનો મેઈલ આવ્યો છે તેમણે જે ડીટેલ માંગી હતી તે મેંમેઈલ કરી દીધી છે. અમને બધાની કરીશ્માની વાત સાંભળી આંચકો લાગ્યો. દીપાએ તેને કહ્યું તારે એપ્લાય કરતાં પહેલાં અમને પુછવું જાેઈતું હતું. કરીશ્માએ જવાબ આપ્યો મોમ તને ખબર છે કે અમેરીકા જવાનો મને કેટલો ક્રેઝ છે. હંુ ત્યાં જાેબ કરી સેટલ થઈ જાવું તો બેવ કામ થઈ જાય, ફરવાની અને અમેરીકા રહેવાની એટલે અમે કરીશ્માને કહી દીધું કે અમે તને એકલીને કોઈપણ સંજાેગોમાં ત્યાં નહીં મોકલીએ. કેમ કે આખા અમેરીકામાં આપણા કોઈ સગા કે મિત્રો નથી. એટલે અજાણ્યા દેશમાં તને મોકલવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. જાેબ માટે અમેરીકા જવાનું ભુલી જા.. ઘણાં દિવસો સુધી ઘરમાં વાતાવરણ તંગ રહ્યું. એ દરમ્યાન મારા ફ્રેન્ડની કંપનીમાં બીજાને એપોઈન્ટ કરી દીધા અને અમેરીકા મોકલવા અમે તૈયાર ન હતા એટલે એ જાેબનો કોઈ અર્થ ન હતો તેથી કરીશ્મા અમારાથી ત્રણ ચાર મહીના નારાજ રહી. પછી કરીશ્માએ મુંબઈમાં જાેબ ગોતવાનંુ શરૂ કર્યું અને મેં પણ પ્રયત્નો શરૂ કર્યા પણ જાેબ ન મળી. આમને આમ લગભગ છ મહીના નીકળી ગયા એટલે કરીશ્મા વધુ નિરાશ થઈ. અમેરીકા જવા ન મળ્યું એટલે પહેલેથી નીરાશ તો હતી જ. હવે તે જાેબ માટે ટ્રાય પણ નથી કરતી. કે નથી બધા સાથે ખુલીને વાત કરી.તેની ફ્રેન્ડો આવે કે તેમના ફોન આવે તો પહેલાં કયાંય સુધી વાતો કરતી હતી. અત્યારે બને તેટલું ટુંકામાં પતાવે છે તો કયારેક ફોન પણ નથી લેતો. ઘણાં વર્ષ પહેલાં ‘ઈઝ હીપ્નોસીસ ફોર યુ?’ નામની બુક લીધી હતી તેમાંથી બીકુમારને ફોન કર્યો એટલે ખબર પડી કે હવે તમારા બે સેન્ટરો છે મુંબઈ અને કાંદીવલી. અમે અહીં રહીએ છીએ એટલે તમારી પાસે આવ્યા છીએ. ડૉ.જલપાએ દીપાબેન અને કરીશ્મા સાથે વાત કરી થેરાપી અને સીટીંગ્સની પ્રોસીજર જણાવતાં સીટીંગ્સ શરૂ કરવા ત્રણે ઉતાવળા થયા. ડૉ. જલપાએ જણાવ્યું કે કાલે કરીશ્માની ડીટેલ કેસ હીસ્ટ્રી લઈ સાથે હોમિયોપેથી મેડીસીન પણ આપશું જે કરીશ્માને મદદરૂપ થશે બીજે દિવસે કરીશ્માની કેસ હીસ્ટ્રી લઈ સીડયુલ પ્રમાણે સીટીંગ શરૂ કરી. સીટીંગ આપ્યા પછી હોમીયોપેથીક મેડીસીન આપી તેના ડોઝ સમજાવી રેગ્યુલર લેવા સજેશ કર્યું. ત્રણ ચાર સીટીંગ અને મેડીસીનથી કરીશ્મા નોર્મલ થવા લાગી. બધા સાથે વાતચીત કરવા લાગી. તેની ફ્રેન્ડોને રૂબરૂ મળવા લાગી. ને ફોન પણ કરવા લાગી. ધીરે ધીરે તેનો ચહેરો ખીલવા લાગ્યો. કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ સાથે હોમિયોેપેથીક મેડીસીનનું કોમ્બીનેશન કરીશ્માને ફાવી ગયું. કરીશ્મામાં આવતા ચેન્જીસથી તેના પેરેન્ટસની ચિંતાઓ ઓછી થવા લાગી. રેગ્યુલર સીટીંગ્સો અને હોમિયોપેથીએ તેને બદલી નાખી. હવેતે પ્રેકટીકલ થઈ ગઈ, વાસ્તવિકતાઓ સ્વીકારી હિંમતભેર જીવનમાં આગળ વધવા લાગી અને તેના બદલાયેલા પોઝીટીવ એપ્રોચને લીધે તેને મોટી કંપનીમાં સારી પોસ્ટ મળી અને જાેબ કરવા લાગી. આ જાેબ માટે મેન્ટલી પ્રીપેર કરવાનો અને પ્રેકટીકલ લાઈફ તરફ વળવાનો સંપૂર્ણ યશ ડૉ. જલપાબેન, હીપ્નોથેરાપી અને હોમિયોપેથીના તેમના એકસપીયરન્સ અને તેમના કોપરેટીવ નેચરને આપી આભાર માન્યો. ચીનુભાઈ અને દિપાબેને પણ થોડા દિવસોમાં કરીશ્માને રૂટીન લાઈફમાં પાછી લાવવા બદલ આભાર વ્યકત કરી આશીર્વાદ આપ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.