શું તમારા બાળકો રાત્રે ઉંઘમાં ડરી જાય છે?

સંજીવની
સંજીવની

શું તમારા બાળકો રાત્રે ઉંઘમાં ડરી જાય છે? ઉંઘમાં જ બુમો પાડે છે ? ઉંઘમાં ગભરાટનો માર્યો થરથર ધ્રુજે છે, બબડે છે, ઉંઘમાં ડરી જવાને લીધે તાવ આવી જાય છે ? ડરને લીધે પરસેવાથી રેબઝેબ થઈ જાય છે ?
શું તમે તમારા બાળકને કયારેય ડરાવો છો ? પહેલા ડરાવતા હતા ? મને ખબર છે કે મોટા ભાગના માબાપનો જવાબ ‘હા’ જ હોય છે. અંદાજે ૯૦ ટકાથી વધુ મા બાપો તેમની કહેલી વાત મનાવવા માટે એક યા બીજી રીતે બાળકોને ડરાવતા જ હોય છે. સામાન્ય રીતે બાળકને ડરાવવાનું કામ માતાઓને ભાગે જ આવે છે. તેથી મોટા ભાગની માતાઓ અન્ય દરેક કામની જેમ બાળકને ડરાવી, ધમકાવી કામ પાર પાડવામાં પાવરધા હોય છે. દા.ત.કોઈ માતા તેના બાળકને જમાડવા માટે કહે છે કે જલદી જમી લે, નહીંતર ગલુ (કુતરૂ) આવીને તારૂં મમ ખાઈ જશે, બાળક જાે કીધું ન કરે તો.. જલદી કર નહીંતર દાઢીવાળો બાવો આવી જશે અથવા ઘુંઘરૂંવાળો બાવો આવી તને લઈ જશે.. જાે તું આમ નહીં કરે તો ઘરની કે પાડોશની જે વ્યક્તિથી બાળક ડરતું હોય, તેમને બોલાવવાની વાત કરવી એ સાવ સામાન્ય થઈ ગયું છે. તો કયારેક શોલે ફિલ્મનો કે તેના જેવો ડાયલોગ ‘બેટા.. સોજા..નહીં તો ગબ્બર આ જાયેગા..’ નો ઉપયોગ થતો હોય છે.
ઘણીવાર એવું પણ બનતું હોય છે કે બાળક પાસે કોઈ કામ કરાવવું હોય જેવું કે ગીત ગવડાવું હોય, કવિતા બોલાવવી હોય, બાળકને પોતાની પાસે બોલાવવું હોય, તેની પાસે પપ્પી (કીસ) કરાવવી હોય, અથવા બાળકને ઘેર અથવા પાડોશીને ત્યાં મુકીને.. બહાર જાવું હોય, ત્યારે મા-બાપો બાળકને લાલચ આપે છે. જાે તું ગીત ગાઈશ.. કવિતા બોલીશ તો તને કેટબરી આપશું. જાે તું પપ્પી કરીશ તો તને ગાર્ડનમાં ફરવા લઈ જઈશું.. જાે તું ડાહ્યો થઈને ઘરે રહીશ તો તારા માટે સરસ રમકડાં લાવશું વિગેરે જેવી લાલચો બાળકને લાંચ લેતા શીખવી લે છે. આજ બાળકો મોટા થઈને લાંચ લઈને અથવા લાંચ આપીને મસ.. મોટા કૌભાંડો કરે અથવા કરાવે તો તેમાં નવાઈ પામવા જેવું શું છે ? કેમ કે આ કામમાં તો બાળકો નાનપણથી જ હોંશિયાર થઈ ગયા હોય છે. કયારેક તમે પણ અનુભવ્યું હશે કે નાના બાળકને તમે કાંઈ કહો. એટલે તુરંત જ સામે પુછી લે છે કે હું તમારૂં કહ્યું કરીશ તો તમે મને શું આપશો ? દેખીતી રીતે સાવ સામાન્ય જણાતી ઉપરોકત દરેક બાબતોના ખુબ જ ગંભીર પરિણામો આવતા હોય છે અને ત્યારે તે બાળકના માતા પિતાની હાલત ખુબ જ કફોડી થાય છે.
મોહનભાઈ અને સરીતાબેન બંનેવ ભણેલા અને ખુબ હોંશિયાર તેઓ જ્યાં રહેતા તે કોલોનીના તેઓ શ્રેષ્ઠ યુગલ ગણાતું. બંને એકબીજાને સમજીને રહેતા.મોહનભાઈ કાપડનો ધંધો કરતા અને સરીતાબેન ઘરકામ કરી ઘર સંભાળતા. સરીતાબેન પ્રેગનન્ટ હતા અને આવનાર બાળકની આતુરતાપૂર્વક રાહ જાેતા હતા. થોડા જ દિવસોમાં સરીતાબેનની આતુરતાનો અંત આવ્યો. એક સુંદર સશકત બાળકને જન્મ આપ્યો અને ‘માં’ બન્યા.આજ સુધી તેઓ કોઈની દિકરી હતા.આજે તે એક દિકરાના મા બનતા તેમના આનંદની કોઈ નહોતી.હવે તેમના દરેક સ્વપ્નો જાણે સાકાર થઈ રહ્યા હતા.
ખુબ જ લાડકોડથી બાળઉછેર કરતા દિવસો, મહિનાઓ વીતતા ગયા. હવે તો પ્રેમલ રમાડવા જેવો થઈ ગયો હતો. કાલુ કાલુ બોલવા પણ લાગેલો. માતા પિતાના લાડને લીધે થોડો જીદી સ્વભાવનો થઈ ગયો હતો. તેની બીજી બધી જીદ તો તેના માતા પિતા પુરી કરતા પણ દુધ પીવામાં, ખાવામાં હવે તે ખુબ હેરાન કરતો ત્યારે માતા સરીતાબેન દરેક વખતે પ્રેમલને અલગ અલગ બીક બતાવતા કયારેક જમાડતા કહેતા કે કબુ ખાઈ જશે, ચકી ખાઈ જશે કબુ અને ચકીથી જયારે આ વાત ન બને ત્યારે બારીમાં બેસાડીને જમાડતા. જાે કુતરૂં દેખાય તો ગલુ ખાઈ જશે. જાે બીલાડી દેખાય તો મીંઆઉં ખાઈ જશે. જલદી જમી લે નહીં તો ગલુ કરડી જશે. મીઆંઉ બકુ ભરી જશે. જેમ જેમ વધુ સમજણો થતો ગયો તેમ તેમ અલગ અલગ પ્રકારની બીકો બતાવતા. કયારેક ગરોળી તો કયારેક વાંદો..તેમ છતાં જ ન માને તો બાવો લઈ જશે.. બાવા લે. પ્રેમલને લઈ જા.. વિગેરે બીક બતાવીને જ પ્રેમલ પાસેથી ધાર્યું કામ લેવાનું હવે તો રોજનું થઈ ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.