શું ખરેખર માતા-પિતાની વેલ્યુ ઘટી રહી છે ?

સંજીવની
સંજીવની

થોડા સમયમાં મારી ની રીપ્લેસમેન્ટની સર્જરી કરાવવી પડી.એટલે દુકાને જવાનું ઓછું થયું. સુજીત દુકાન સંભાળતો એટલે કોઈ ચિંતા ન હતી. એવામાં વારાફરતી અમારા બંનેના કેટરેકટના ઓપરેશનો કરાવવા પડયા.પછી દુકાનના પ્રોપરાઈટર તરીકે સુજીતનું નામ કરાવી નાખ્યું જેથી રોજ ચેકબુક સાઈન કરવા ઘરે ન લાવવી પડે.વાઈફ સજેસ્ટ કર્યું કે ઘર અને દુકાન પણ સુજીતના નામે કરાવી નાખો. એટલે પછી કોઈ તકલીફ ન પડે.બંને ઓનરશીપની જગ્યાઓ સુજીતના નામે કરાવી નાખી. પહેલી વાર અમારી દુકાનમાં રેડ પડી મોટું નુકશાન થયું, થોડા મહીનામાં શોર્ટસર્કીટથી આગ લાગી, બધો માલ બળી ગયો.આગથી અમારૂં અસ્તિત્વ ડુબી ગયંુ. પહેલા બીમારી, સર્જરીના મોટા ખર્ચા અને રેડ તથા આગે અમને કયાંય ના ન રાખ્યા. ઘરખર્ચ, છોકરાઓની કોલેજની ફી, નવો માલ લેવાનો, ભાડાની દુકાન અને જુની દુકાનમાં બધું કામ કરાવવાના ખર્ચાએ ઘરમાં કલેશ થવા લાગ્યો અને સુજીતે અમદાવાદનું ઘર કાઢી નાખવા કહ્યું.અમે ના પાડતા ઝગડા થવા લાગ્યા અને સુજીતે કહ્યું તો તમે ત્યાં જ રહો કહી બે રજા આવતી હતી એટલે તત્કાલમાં ટીકીટ કરાવી સુજીત અમને અહીં મુકી ગયો.અહીંથી ગયા પછી સુજીતનો એક પણ ફોન નથી આવ્યો. મેં કર્યો ત્યારે પછી ફોન કરીશ કહી ફોન કટ કર્યો.
આવું ત્રણ ચાર વાર બન્યું.સારૂં છે કે આ ઘર મારા નામ છે અને અહીંની બેંકમાં થોડી એફડી છે. જાેકે આ બાબત સુજીતને ખબર નથી. દિવ્યા સાથે વાત કરતાં ખબર પડી કે સુજીતને એમ જ છે કે અમે પૈસા મંગાવવા ફોન કર્યો હતો. સાત મહીનામાં નથી પૈસા મોકલ્યા, નથી તબિયતના સમાચાર પુછાવા કે ખાવા પીવા અને દવાનું કેવી રીતે મેનેજ કરો છો તે જાણવાનો પ્રયત્ન નથી કર્યો. એટલે ભાંગી પડી છે તેણે ઘર, દુકાન સુજીતના નામે કરવા કહી ભુલ કરી છે તેમ ન કર્યું હોત તો તે આવી હિંમત ના કરી શકયો હોત. સરલાબેન સાથે થોડીક વાત કરી.કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની મુળ સીટીંગમાં નોર્મલ થયા. વાસ્તવિકતા સ્વીકારી આનંદપુર્વક હિંમતપૂર્વક પરીસ્થિતિનો સામનો કરવા સક્ષમ થયા.

એક માણસ માતા પિતાને મઝધારે છોડી દે છે ત્યારે એક માણસ એવો પણ છે
જે વયોવૃદ્ધ માણસોને એકલા ઘરની બહાર જવા તકલીફ ન પડે તેના માટે એક નાનકડી કાર બનાવી છે.જેમાં તેમને ધક્કો ન લાગે અને ગમે તેવી નાની ગલીમાં પણ જઈ શકે તેવી કાર ચાલુ થઈ તે જગ્યા પર લઈ જાય.આ કારનું નામ રોપીટસ એટલે રોબોટ ફોર પર્સનલ ઈન્ટેલીજન્ટ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ રાખવામાં આવ્યું છે.આ કારણે એક જાેયસ્ટીક લગાડવામાં આવી છે જેનાથી કાર પોતાની મેળે કંટ્રોલ થઈ શકે.કોમ્પ્યુટર નેટવર્કથી જાેડેલી આ કારને જરૂર હોય ત્યાં બોલાવી શકાય તેવી આ કાર જાપાનમાં તૈયાર થઈ ગઈ છે.તેના આ મહાન વિચારોને અને વાસ્તવિક રૂપ આપવાને. દરેક વાસ્તવિક કે શારીરીક સમસ્યાઓના સમાધાન માટે સંપર્ક કરો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.