વિદ્યાર્થીઓમાં વધતો સ્ટ્રેસ તેની પ્રગતિ રોકી શકે છે

સંજીવની
સંજીવની

એક જમાનો હતો જ્યારે વિદ્યાર્થીઓને કોઈ ચિંતા ન હતી. ખાવું પીવો ભણો (સ્ટડી કરો) રમત ગમત રમે, અને સુઈ જાવ. જે કોઈ નાની મોટી ચિંતાઓ, જવાબદારીઓ હતી તે માત્ર મોટાઓ, પેરેન્ટસોને જ હતી. સમય સાથે જેમ બધું બદલાઈ ગયું છે તેમ દરેક વિદ્યાર્થીઓનું જીવન પણ બદલાઈ ગયું છે. પહેલાં પાંચ વર્ષે ભણવા બેસાડતા પછી ચાર વર્ષે અને આજે આપણે જાેઈએ છીએ કે પછી બાળક પુરતું સમજણ થાય તે પહેલાં જ નર્સરીમાં મુકી દેવામાં આવે છે. પછી જુનીયર સીનીયર અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સેકન્ડ, થર્ડ સ્ટાન્ડર્ડમાં આવતા પહેાલં તો તેને એકેડેમીક કોમ્પીટીશનનો પાર્ટીસીપન્ટ બનાવી દેવામાં આવે છે.જેને કોમ્પીટીશન હરીફાઈ શું છે ? શેની છે ? તેની ખબર સુધ્ધાં નથી હોતી. આમ ખુબ નાની ઉંમરથી તેના માથા પર સ્ટડી નામનો બોજાે લાદી દેવામાં આવે છે. આજના જમાનામાં દરેક બાળકો પહેલાના બાળકો કરતાં ખુબ સ્માર્ટ છે તેમાં બે મત નથી પણ તેવી શક્તિઓને જાે તેની મેળે ખીલવી દેવામાં આવે તો અનેક ગણું સારૂં બેટર રીઝલ્ટ આવી શકે. આજે સ્ટુડન્ટની કેપેસીટી કરતાં તેની સ્કૂલ બેગનું વજન વધી ગયું છે,તેનું હોમવર્ક વધી ગયું છે અને તેથી વિશેષ વધુ સારા ગ્રેડ લાવવાની કોમ્પીટીશન વધી ગઈ છે. જે સ્ટુડન્ટોની ઓછી પેરેન્ટસોની વધુ છે પણ તેનું પ્રેસર તો સ્ટુડન્ટ પર જ વધે છે જેને લીધે સ્ટ્રેસ વધવાની શરૂઆત થઈ જાય છે અને મોટા થતા સુધીમાં સ્ટ્રેસ નું લેબલ એટલું વધી જાય છે કે નાની મોટી દુર્ઘટનાઓ થતા તુરંત જ તે ડીપ્રેશનમાં સરી પડે છે. સારા પર્સન્ટેજ લાવવાની કોમ્પીટીશન તો બંધ થાય તેવું લાગતું નથી. માટે જ આવા સંજાેગોમાં બાળકો દશ બાર વર્ષના થતા જ તેમને મેન્ટલી અને ફીઝીકલી ફીટ રહેવા અતિ ઉપયોગી એવી કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની થોડી સીટીંગો આપવી જાેઈએ અથવા જીવનના દરેક ફીલ્ડમાં આગળ વધવા અતિ ઉપયોગી સાબિત થતું સ્વ-સંમોહન (સેલ્ફ હીપ્નોટીઝમ) પ્રેકટીકલ ટ્રેનીંગ સાથે શીખવી દેવું જાેઈએ.જેથી મોટા થતા જીવનની દરેક પ્રકારની લડત, સમય અને ખરાબ સંજાેગોમાં પણ માનસીક અને શારીરિક સ્વસ્થતા સાથે લડી શકે અને સફળતાપુર્વક જીવનમાં આગળ વધી શકે.પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં એક દંપતિ તેમના પુત્ર સાથે નક્કી કરેલા સમયે આવ્યા એટલે રીસેપ્શન પરથી અમારી કેબીન બતાવતાં કેબીનમાં દાખલ થયા જ ગુડ ઈવનીંગ સર, હું હીતેશ નાયક કેમીકલ એન્જીનીયર છું, મારી વાઈફ લીના બી.એ.કર્યું છે. હાઉસ વાઈફ છે અમારે બે દીકરા છે મોટો આ વર્ષે જ કેમીકલ એન્જીનીયર થયો અને નાનો દિકરો પુનીત ટવેલ્થમાં છે.બંને ભાઈઓ ભણવામાં હોંશિયાર છે, પુનીત ટેન્થમાં એસ.એસ. સી.માં આવ્યો ત્યાં સુધી પહેલા પાંચ સાતમાં જ તેનો નંબર આવ્યો છે.પુનીતની એસ. એસ. સી.ની બોર્ડની એકઝામના લગભગ મહીના પહેલા મારા ફાધરને હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયા. અમારા બધા માટે આ મોટો ધક્કો હતો. બેવ છોકરાઓ ફાધર-મધર પાસે જ મોટા થયા છે. પહેલેથી બધાજ સાથેનું સારૂં એટેચમેન્ટ હતું.પુનીત પહેલેથી થોડો વધારે સેન્સેટીવ છે, આઘાતમાંથી બહાર આવી પરીક્ષાની પુરતી તૈયારી કરવાનું તેને માટે શકય ન હતું. પુનીતે પરીક્ષા આપી અને ૬૭.૮ ટકા આવ્યા. તે વખતે લગભગ ત્રણેક મહીનાથી વધુ ડીસ્ટર્બ રહ્યો હતો. એ દરમ્યાન ઈલેવન્થનું એડમીશન લીધું.થોડા સમય પછી સેટ થતાં સારી રીતે સ્ટડી કરતો, સમય મળે સ્વીમીંગ કરવા કે કેરમ રમવા બેસતો. કેરમમાં તે કયારેય હાર્યો નથી.ઈલેવન્થની એકઝામની તૈયારી શરૂ કરી હતી તેવામાં માત્ર અઠવાડીયા પહેલા મારા મધર બાથરૂમમાં પડી ગયા. માથામાં માર વાગ્યો, હોસ્પિટલમાં એડમીટ કરતા ખબર પડી તેમને બ્રેન હેમરેજ થયું છે. કોમામાં છે, બે દિવસ આઈ.સી.યુ.માં હતા અને ગુજરી ગયા. પુનીત દાદી પાસે જ હતો. ફાધરના ડેથ પછી પુનીત મધરનું વધુ ધ્યાન રાખતો આમ પણ તે દાદીનો લાડકો હતો. દાદીના ડેથે પુનીતને પાછો ડીસ્ટર્બ કરી દીધો. યમરાજ જાણે અમારૂં ઘર જાેઈ ગયો હતો. બાર મહીનામાં અમારે માટે આ બીજાે વજ્રાઘાત હતો. દુખનો પાર ન હતો.થોડા દિવસોમાં બધાએ સમજાવી પુનીતને સમજાવી એકઝામ અપાવી. આ વખતનું રીઝલ્ટ વધુ વીક આવ્યું. પપ ટકા જ મળ્યા.તે પોતાને દોષી સમજતો અને કાં તો દાદીની બચાવી ન શકતા કે ન વાત કરી શકયા. ટવેલ્થનો સ્ટડી શરૂ થઈ ગયો. આ વખતે ચારેક મહીના સુધી ડીસ્ટર્બ રહ્યો. જાે કે તે ટાઈમે ફેમીલી ડૉકટર સાહેબની ટ્રીટમેન્ટ ચાલુ હતી. ટવેલ્થમાં ખુબ સારા પર્સન્ટ લાવવા છે તેમ કહેતો પણ પુનીતની ફાઈનલ એકઝામ વખતે તેનો કઝીન કાર એકસીડેન્ટમાં એકસપાયર થઈ ગયો. તે બંનેય કઝીન કરતાં વધુ સારા ફ્રેન્ડસ હતા. અને એક જ કોલેજમાં એક જ કલાસમાં સાથે હતા. હવે તેને એમ થઈ ગયુુંં છે કે એજયુકેશન મારા નસીબમાં નથી. સતત ત્રીજીવાર એકઝામ ટાઈમે જ કોઈનું ડેથ થાય છે. આ વખતે તેના ખાવા પીવા પર વાતચીત પર વધુ અસર થઈ. જમવા આપીએ ત્યારે જ જમે, ચા નાસ્તો ટેબલ પર પડયો રહે તે વિચારોમાં ખોવાઈ જાય. આ વખતે બિલકુલ રડયો નથી. જાણે કોઈ વસ્તુમાં રસ જ નથી આ બધામાંથી પુનીતને જલદી બહાર લાવો. રીતેશભાઈને સાંભળી મેં અને ડૉ. કૌશલે પુનીત અને તેના મધર લીનાબેન સાથે વાત કરી. ડૉ. કૌશલે કહ્યું કે કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની વીસ સીટીંગથી પુનીતમાં સારા એવા ઈપ્રુવમેન્ટ આવશે. રીતેશભાઈએ તુરંત સીટીંગ શરૂ કરવા જણાવ્યું એટલે આ બાબત તેમને વિગતવાર ડીટેલ આપી થેરાપી અને પ્રોસીજર સમજાવી ટાઈમ નક્કી કરી. ડૉ.કૌશલે પુનીતની સીટીંગ શરૂ કરી તેના મનમાં ઘર કરી ગયેલી દરેક નેગેટીવ વાતો દુર કરી તે વધુ સારો સ્ટડી કરવા, જીવનના દરેક ફીલ્ડમાં આગળ વધવા કેપેબલ છે વિ.પોઝીટીવ બાબતો, પોઝીટીવ એપ્રોચ અને જીવનમાં કાંઈક કરવાની, કાંઈક બનવાની સુષુપ્ત ઈચ્છાઓ જાગૃત થતા કુદરતતના ક્રમને એકસેપ્ટ કરી પહેલા કરતાં ડબલ ઉત્સાહ અને તાજગી સાથે દરેક પ્રવૃત્તિઓમાં આગળ વધવા લાગ્યો. માત્ર વીસ સીટીંગે તેને માનસિક રીતે સ્વસ્થ કરી દરેક પરિસ્થિતિઓનો સામનો કરવા કેપેબલ બનાવતા પુનીતની લાઈફમાં મોટો ચેજ આવી જતા તેના પેરેન્ટસ રીતેશભાઈ અને લીનાબેને મારો તથા ડૉ.કૌશલનો આભાર માનતાં કહ્યું કે જે બીજા ડૉકટર બે વર્ષમાં ન કરી શકયા તે તમે ફકત વીસ દિવસમાં કરી બતાવ્યું. અનબીલીવેબલ, અન બીટેબલ છો તમે અને તમારી થેરાપી દરેક જાતના માનસિક અને મનોશારીરિક રોગોની સારવાર અને ત્રણ ભાષામાં ઘરેબેઠા સારવાર આપતી ઓડીયો સીડી માટે મળો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.