લાલચ સુખચેન છીનવી શકે છે

સંજીવની
સંજીવની

લાલચ બહુ ખરાબ છે.આ લાલચ માણસના જીવનના સુખચેન છીનવી લે છે.આ લાલચ મા-બાપ, ભાઈ-બહેન, સગાસ્નેહી, મિત્રોને છીનવી લે છે.લાલચ માણસના માન-સન્માનને ઠેસ પહોંચાડી શકે છે. લાલચ સુખી, શાંત આનંદભર્યા જીવનને વધુ દુઃખદર્દ અને ઉપાધિઓની ઉંડી ખાયમાં ઢસડી જાય છે.કોઈપણ માણસનું જીવન પાયમાલ કરી શકવાની અદ્‌ભૂત શક્તિ આ લાલચમાં છે.
એક ભમરો બધા ફુલોનું રસપાન કરતા કરતા કમળના ફુલ પર ગયો,રસપાન કર્યું અને ઉડી ગયો પણ કમળના ફુલનું રસપાન તેને વધુ સારૂં લાગ્યું એટલે બીજા દિવસે તે સીધો કમળના ફૂલ પર જઈને બેઠો અને રસપાન કરતો રહયો.આખો દિવસ પુરો થવા આવ્યો પણ તે તો તેની મસ્તીમાં હતો. રસપાન કરતો રહેતો હતો. સાંજ પડી, સૂર્યાસ્ત થવા આવ્યો પણ તે કમળના ફુલ પર બેઠો, અને રસપાન કરતો રહ્યો.સૂર્યાસ્ત થતાં જ કમળના ફુલની પાંખડીઓ બંધ થઈ ગઈ અને ભમરો ફુલમાં કેદ થઈ ગયો.ભમરો વિચારતો હતો કે રાત જશે એટલે સવાર થશે, સૂર્ય ઉગશે, કમળ પાછું ખીલશે અને હું ફરી રસપાન કરીશ તેમ મનોમન વિચારી ખુશ થતો હતો તેવામાં ત્યાં એક હાથી આવ્યો હાથીએ કમળના ફુલને પોતાનું ભોજન બનાવ્યું અને સવાર થવાની રાહ જાેતો ભમરો ફરી રસપાનની ઈચ્છામાં હાથીનું ભોજન બની ગયો,મરી ગયો, રસપાનની આ લાલચે ભમરાનો જીવ લીધો.
લાલચ કયારે કયા પ્રકારે કોના પર હાવી થઈ જશે, કોને પોતાનો શિકાર બનાવશે તે કોઈ જાણતું નથી. લાલચ એવા સંજાેગો પેદા કરે છે, એવા સપના દેખાડે છે, જે સપના દિવસે તારા દેખાડવાનું કામ કરે છે. સંસ્કારી ફેમેલીના રીતેશ નામના દિકરાને લઈને તેના ફાધર પ્રશાંતભાઈ અને તેમનો મોટો દિકરો મનીશ પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં આવ્યા.પ્રશાંતભાઈએ કહ્યું કે મળીશ, સીમરન અને રીતેશ ત્રણે ભાઈ બહેન પહેલેથી ભણવામાં હોશિયાર ત્રણેય ગ્રેજ્યુએટ પોતાની મહેનતે થયો.હું કોમ્પ્યુટર પાર્ટસ હોલસેલ સપ્લાયનું કામ કરૂં છું.મનીશ મારી સાથે જ છે.રીતેશને જાેબ કરવામાં જ રસ હતો તેને રૂપિયા કમાવવા છે પણ ગુમાવવાની તૈયારી નથી.તેના સારા નસીબે એક મોટી, સારી કંપનીમાં, સારા પગારવાળી જાેબ તેને જાેઈતી હતી. તેવી જ મળી ગઈ.રીતેશ જાેબમાં સારી રીતે સેટ થઈ ગયો.આ જાેબ તેને ફાવી ગઈ તે સીન્સીયરલી કામ કરતો અને તેના કામમાં પંકચ્યુઅલ હતો એટલે ટોપ કલાસ ઓફિસરો, બોસ ખુશ હતા, થોડા ટાઈમમાં તેની સેલેરી પણ વધારી એટલે રીતેશ વધુ રીસ્પોન્સીબીલીટી સાથે કામ કરવા લાગ્યો, અને બધાના મન જીતી લીધા હતા. રીતેશે જાેબ જાેઈન્ટ કર્યા પછી બીજા બે યંગસ્ટર્સો વારાફરતી કલાર્કની પોસ્ટ પર કંપનીમાં જાે યા એ બંનેવ રીતેશ કરતાં બે ત્રણ વર્ષ નાના હશે.આ બંને સાથે રીતેશની ફ્રેન્ડશીપ વધી ગઈ.

રીતેશ પાસે બોસની કેબીનની સ્ટોરની તથા અન્ય ચાવીઓ રહેતી બેંકમાં કેશડીપોઝીટ ફેકટ્રી અને ઓફીસ સ્ટાફની સેલરી તથા અન્ય રીસ્પોન્સીબલ કામ રીતેશ જ જાતે કરતો. પીંકી અને પ્રીતમ રજાના દિવસે રીતેશ સાથે જ હરવા ફરવા સીનેમા જાેવા જતા.આ બંનેયનું રીતેશનું ધ્યાન રાખે અને તેને ચડાવાનું કામ કરવા લાગ્યા. એટલે રીતેશે બોસને વાત કરી કે મને સેલ્ફી નહીં પ્રોફીટમાંથી પર્સન્ટેજ આપો, ભાગ આપો આ સાંભળી બોસ વિચારમાં પડી ગયા. તેમણે રીતેશને સમજાવ્યો પણ તે ન સમજ્યો. એટલે બોસે વિચાર કરીને કહેશે તેમ કહ્યું અને તપાસ કરાવતો તેના બોસને ખબર પડી કે પીકી અને પ્રીતમ જ રીતેશને ચડાવે છે, ભડકાવે છે અને રીતેશ પોતાની બુધ્ધિ ચલાવવાને બદલે એ લોકોને ફોલો કરે છે. રીતેશ સાથે કામ કરતો તેને આસીસ્ટ કરવો મને રસ્તામાં મળ્યો અને આ વાતની ત્યારે રીતેશ તેના બોસ સાથે ટુર પર હતો અને તે દિવસે જ આ બંને જણાએ કંપનીમાંથી મોટી ચોરી કરી.એટલે ટુર પરથી તરત એ લોકો પાછા આવ્યા.

ત્યાં સુધીમાં પોલીસે ઈન્કવાયરી કરી તો તેમના એડ્રેસ ખોટા હતા, નામ પણ ખોટા હોવાનું બહાર આવ્યું.રીતેશ સાથે હરતા ફરતા એટલે રીતેશની પણ ઈંકવાયરીઓ કરી તેને બોલાવી પુછતાછ કરી. આ વાતથી રીતેશ ખુબ ડરી ગયો.ડિપ્રેશ થઈ ગયો. તેેણે કબુલ્યું, કે તેમના કહેવાથી જ મેં ભાગ માગ્યો હતો પણ તે લોકોના નામ સરનામા ખોટા છે તેમને ખબર નથી એ લોકો આટલી મોટી ચોરી કરશે તેવું મને કયારેય નહોતું લાગ્યું કે, એ લોકો મારી લાગણી અને વિશ્વાસ સાથે ગેઈમ રમ્યા મને દગો કર્યો છે પ્રશાંતભાઈની વાત પુરી થતાં મેં અને ડૉ.કૌશલ રીતેશ સાથે વાત કરી. રીતેશે તે લોકોને ઓળખવામાં મોટી ભુલ કરી તેનો અફસોસ અને આજે પણ બોસનો મારા પરનો વિશ્વાસ છે તેનો આનંદ છે, નુકશાન ભરપાઈ કરવા શું કરવું સમજાતુ નથી તેના જવાબમાં વધુ સીન્સીયલી વધુ કલાકો કામ કરી પ્રોફીટ વધારવા મેં સુચવ્યું એટલે રીતેશે કહ્યું અત્યારે તો હું પહેલાં કરતાં અડધું કામ પણ નથી કરી શકતો અને જે કરૂં છું તેમાંય અનેક મીસ્ટીકો કરૂં છું. એટલે જ હમણાં જાેબ પર પણ નથી જાતો.ડૉ. કૌશલે જણાવ્યું કે, કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી તમે ગણત્રીના દિવસોમાં નોર્મલ થઈ જશો તમારૂં માઈન્ડ રાઈટ ડાયરેકશનમાં આગળ વધશે
અને ડેફીનેટ તમે ખુબ સારી રીતે દરેક કામ કરી શકશો. જવાબમાં રીતેશે કહ્યું તો જલદી ટ્રીટમેન્ટ શરૂ કરો.આ વાતથી મને મારી જાત પર નફરત થઈ ગઈ છે. ડૉ. કૌશલે કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ તથા ટ્રીટમેન્ટ એટલે સીટીંગની પ્રોસીજર સમજાવી સીટીંગ માટેનો ટાઈમ નક્કી કરી સીટીંગ શરૂ કરી.

રીતેશની સીટીંગ ડૉ.કૌશલે શરૂ કરતાં રીતેશની સીટીંગ લેવાની ઈચ્છા વધુ તેજ થઈ તેનો અનુભવ ખુબ ગમ્યો.ખુબ સારૂં લાગ્યું. રીતેશ જેમ જેમ સીટીંગ લેતો ગયો તેમ તેમ નોર્મલ થતો ગયો.હવે તેમનો સેલ્ફ કોન્ફીડન્સ વધતા ઓફિસે રેગ્યુલર જવાનું કામ કરવાનું શરૂ કર્યું.
રીતેશની સીટીંગ ડૉ.કૌશલે શરૂ કરતા રીતેશની સીટીંગ લેવાની ઈચ્છા વધુ તેજ થઈ તેનો અનુભવ ખુબ ગમ્યો, ખુબ સારૂં લાગ્યું રીતેશ જેમ જેમ સીટીંગ લેતો ગયો તેમ તેમ નોર્મલ થતો ગયો. હવે તેમનો સેલ્ફ કોન્ફીડન્સ વધતા ઓફિસે રેગ્યુલર જવાનું કામ કરવાનું શરૂ કર્યું.હવે કામમાં પરફેકશન અને ઈસ્ટસ્ટ વધવા લાગ્યો. રેગ્યુલર ચાલતી આ સીટીંગથી તેમના મનમાં પેદા થયેલા ડર દુર થતાં ડીપ્રેશનમાંથી બહાર આવી ગયો અને દરેક કામ પહેલાં કરતાં વધુ ઉત્સાહ સાથે કરવાના શરૂ કર્યા.રીતેશે અનુભવ્યું કે, કોઈપણ જાતની દવા વગર માત્ર દશ દિવસમાં તે પહેલાં કરતાં વધુ તાજગી સાથે આખો દીવસ કામ કર્યા પછી પણ મેન્ટલી અને ફીજીકલી ફ્રેશ રહે છે અને કવીક ડીસીઝન મેકીંગ પાવર સાથે સકસેસફુલી આગળ વધતા રીતેશે અને તેના ફાધરે મારો અને ડૉ.કૌશલનો આભાર માન્યો.
વધારે મેળવવાની લાલચ હંમેશા નુકશાનકારક સાબિત થાય છે.માનસિક રોગોની સારવાર તથા ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજીમાં ઉપલબ્ધ સેલ્ફ ઈપ્રુવીંગ ઓડીયો સીડી માટે સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.