રુટીન લાઈફ ડીસ્ટર્બ કરતો વિયોગ

સંજીવની
સંજીવની

જીવનમાં કયારેક ને કયારેક દરેકને વિયોગ સહન કરવો પડતો હોય છે.વિયોગ કોઈનો પણ હોઈ શકે, કારણો અને સમય કોઈપણ હોઈ શકે.જે હંમેશા સંજાેગો પર નિર્ભર હોય છે.વિયોગની વાત આવે એટલે પ્રેમી-પ્રેમીકાનો વિયોગ કે પતિ-પત્નિનો વિયોગ પહેલાં માઈન્ડમાં આવે, વિયોગ માતા પિતા, પતિ-પત્ની, સંતાનો, દિકરી પરણીને સાસરે જતા, ભાઈ-બહેન બહારગામ જતા કે વિદેશ વસવાટ કરવા જવા આપ્તજનો, સ્નેહીજનોનો પણ લાગતો હોય છે. આપણને ખબર છે કે કોઈપણ વ્યક્તિ દુનિયાના કોઈપણ ખુણામાં હશે તોય તેમનો ફોન, નેટ, વેલકમથી પ્રત્યક્ષ જાેઈ વાતચીત કરી શકીએ છીએ છતાં જયારે તે જાય છે, આપણાથી જુદા પડે છે ત્યારે વિયોગનો ભાવ આંખો ભીની કરી દે છે. જાણીએ છીએ કે તેમને જાેઈ શકીએ છીએ, વાતો કરી શકીએ છીએ છતાં જે દુરી, ડીસ્ટન્સ છે તેને લીધે તેમની પ્રત્યક્ષ (ફિઝિકલ) ગેરહાજરી તો સાલે જ છે.કેમ કે તે સમયે માથે હાથ મુકી આશીર્વાદ આપવા કે ગળે વળગી હેત કરવા તે હાજર નથી. આથી વિશેષ ઘરના નાના મોટા સભ્યો, કુટુંબીજનો, સ્નેહી કે મિત્રનું અવસાન થતાં પડતી કાયમી ખોટ, કદાચ આનાથી મોટો કોઈ વિયોગ ન હોઈ શકે. કારણ એ તો હવે જીવનમાં ફરી કયારેય મળવાના જ નથી આ વાત નિશ્ચિત છે.
ગમે તેવો મજબુત માણસો પણ મા-બાપ, પત્ની-બાળકોનો વિયોગ માનસિક રીતે તોડી પાડે છે.વિયોગ અહીં વાત કરીએ છીએ એકબીજાથી દુર રહેવાની, પરદેશમાં એકલા રહેતા ભણવા ગયેલા વિદ્યાર્થીઓ અથવા નોકરી કરવા ગયેલાઓ પણ વિયોગ અનુભવે છે. જેને હોમ સીકનેસના નામથી જાણીએ છીએ. બધા માણસો માનસિક કે શારીરિક રીતે મજબુત નથી હોતા એટલે જ કેટલાક લોકો, માણસો કોઈનો પણ વિયોગ સહન કરી શકે છે. તો કેટલાય વિયોગમાં ઝુરી ઝુરીને, તડપીને, રોઈ રોઈ આંસુઓ સારી, તેની યાદમાં, વિયોગમાં દુઃખી થઈ સતત આજ વિચારો કરતા ડીપ્રેશનમાં સરી પડે છે.તો કયારેક કોઈ આત્મહત્યા (સુસાઈટ) ના વિચારો કરવા માંડે છે. તો કોઈક આત્મહત્યાનો પ્રયત્ન કરે છે. જેમાં કોઈ સફળ થાય છે તો કોઈને તુરંત સારવાર આપી બચાવી લેવામાં આવે છે, વિયોગ દુર કરવા આત્મહત્યાનો વિચાર કે પ્રયત્ન કરવો એ તેનું સોલ્યુશન નથી. એક માત્ર ગાંડપણ છે.આવા અલગ અલગ વિયોગમાંથી મોટા ભાગના દરેક માણસે જીવનમાં વહેલું મોડું પસાર થવું જ પડે છે. વિયોગ એ પ્રેમ કરે છે જે લાગણીનાં તાંતણે,એકબીજાથી બંધાયેલા,જાેડાયેલા છે જે એકબીજાના સુખે સુખી અને દુખે દુઃખી થાય છે.
વિદેશ જાેબ કરવા જતા પતિનો વિયોગ સહન કરતી પત્નીઓની સંખ્યા વધી ગઈ છે.ઘણી વાર લગ્ન જીવન શરૂ થતાં વર્ષ બે વર્ષમાં પતિને વિદેશમાં જાેબ મળતા મને-કમને ભવિષ્યને ઉજ્જવળ કરવા વિદેશ યાત્રાએ નીકળી પડે છે. આવી જ પરિસ્થિતિનો સામનો એક પરિવાર પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં આવ્યો.ડૉ.કૌશલ અને ડૉ.જલપાને મળી પરીમલભાઈએ પોતાનો પરીચય આપી કહ્યું. આ મારી વાઈફ સુજાતા અને પુત્રવધુ રીંકુ અને તેના પેરેન્ટસ આગળ વધતાં કહ્યું બે વર્ષ પહેલાં મારા સન સુરજના રીંકુ સાથે મેરેજ કર્યા.એરેન્જ મેરેજ મારો સન સુરજ કેમીકલ એન્જીનીયર છે અને મુંબઈમાં જ તેની જાેબ હતી. વર્ષ પહેલાં તેનો એક ફ્રેન્ડ યુ.કે.ગયો આ બંને અહીં એક જ કું.માં કામ કરતા હતા.યુ.કે.ની કુા.માં તેણે એપ્લાય કર્યું હતું અને લકકીલી તેને ત્યાં જાેબ મળતાં તે ત્યાં ગયો.ત્યાંની કુા.માં એક વેકેન્સી થતાં તેણે સુરજને ઈમેલ કરી વિગત જણાવી અને સુરજ તો ઈમીજેટ તેની ડીટેલ મોકલવા જણાવ્યું હતું. ત્યાં સારો સ્કોપ દેખાતા સુરજે તરત જ તેની ડીટેલ મેલ કરી અને લક્કીલી અફકોર્સ તેના ફ્રેન્ડને લીધે સુરજને પોઝીટીવ રીપ્લાય આવ્યો. કંપનીએ તેને પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર ત્યાં બોલાવ્યો.બે વર્ષ પછી તે રીંકુને ત્યાં બોલાવી શકશે તેમ તેના ફ્રેન્ડે વાત કરી. સુરજે આ બધી વાત રીંકુને કરી બંનેએ પોતાની મરજીથી બે વર્ષનો સમય કાઢીલેશે તેવું નક્કી કર્યા પછી સુરજે કોન્ટ્રાકટ કર્યો અને પ્રોસીજર પતાવી છ મહીના પહેલા સુરજ યુ.કે. ગયો.જાેકે બધી ખરીદી માટે પેકીંગ રીંકુએ જ કર્યું, ખુબ જ ઉત્સાહપુર્વક તેને મુકવા બધા એરપોર્ટ ગયા. એરપોર્ટ પરની ફોર્માલીટી પુરી કરી સુરજ બધાને મળવા, બાય કહેવા આવ્યો ત્યારે રીંકુ જરા ઢીલી પડી ગઈ. તેની આંખોમાંથી આવતાં આંસુઓને રોકી ન શકી.છતાં બે મીનીટમાં જ સુરજ સાથે વાત કરી તેને હસતાં હસતાં સુરજને વીશ કરી રવાના કર્યો.
હવે રીંકુને ઘરમાં ગમતંુ નથી કોઈ વાતમાં મન નથી લાગતું, ઉદાસ રહે છે.. જાેકે સુરજ સાથે ચાર પાંચ દિવસે એકવાર વાત થાય છે.એક વર્ષમાં જ રીંકુનું જવાનું થશે.રીંકુનું મન લાગે ચેંજ મળે એટલે તેને પિયર મોકલી પણ ત્યાંય મન ન લાગતા પાછી આવી ગઈ એટલે તમારી પાસે લાવ્યા છીએ. ડૉ.કૌશલ અને ડૉ.જલપાએ રીંકુ સાથે વાત કરતાં આંસુ સરી પડે છે.રીંકુએ કહ્યું, કલાકો કાઢવા પણ ભારે પડે છે. બધા હોવા છતાં એકલતા અનુભવું છું. ખાવું પીવું કે કયાંય જવું આવવું પણ ગમતું નથી.ડૉ.કૌશલે કીધું કે કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી દશ દિવસની અંદર જ રીંકુ નોર્મલ થઈ જશે અને વાસ્તવિકતા સ્વીકારતી પ્રેકટીકલ થઈ જશે. બંને ઘરના અને રીંકુએ ટ્રીટમેન્ટ માટે તૈયારી બતાવતા ડૉ.જલપાએ આ થેરાપી અને ટ્રીટમેન્ટ (સીટીંગ) ની પ્રોસીજર સમજાવી ટાઈમ નક્કી કરી રોજ ટાઈમસર અને ઘરના કોઈએ કંપની માટે રીંકુ સાથે આવવા જણાવ્યું.
ડૉ.જલપાએ રીંકુની સીટીંગ શરૂ કરી.મેન્ટલી ફીઝીકલી રીલેકસ કરી તેને નોર્મલ કરવા રૂટીન એકટીવીટીમાં ઈન્ટસ્ટન્ટ વધારતા રીંકુની ઉદાસીનતા ઓછી થવા લાગી, ઘરમાં ગમવા લાગ્યું, સીટીંગ કન્ટીન્યુ થતા હવે રીંકુનું ખાવા પીવાનું, બહાર જવા આવવાનું ગમવા લાગ્યંુ અને આ બધું પહેલાંની જેમ પોતાની મેળે કરવા લાગી. આમ રીંકુમાં આવેલા પોઝીટીવ ચેન્જીસને લીધે તે ખુશ રહેવા લાગી. સુરજ સાથે વાત કર્યા પછી કલાકો ફ્રેશ રહેતી રીંકુ હવે બીજી વાર ફોન આવે ત્યાં સુધી એટલે અનેક દિવસો એકસરખી ફ્રેશ રહેવા લાગી.તેની દરેક રીસ્પોન્સબીલીટી પુરી કરતી થઈ ગઈ.સુરજના વિયોગમાં ઝુરતી રીંકુ હવે પ્રેકટીકલ થઈ તેના રૂટીન કામો કરતી થઈ ગઈ.આમ દશ સીટીંગ્સ જે કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની આપતા રીંકુના પ્રોબ્લેમો દુર થતાં તેના ફાધર-મધર અને સાસુ-સસરાની ચિંતા અને આનંદમાં બદલતા બંને પરિવારે તથા રીંકુએ ડૉ.જલપા તથા ડૉ.કૌશલનો આભાર માની આ સાયન્સને અને તેના ફાયદાઓને બિરદાવ્યા.માનસિક રોગોની સારવાર, સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા કે સેલ્ફ ઈપ્રુવીંગ સીડીઓ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી માટે સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.