માનસિક આઘાતમાંથી મુકત કરતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

અનેકવાર અનેકને ‘આનામાં લાગણી નથી’ સાવ પથ્થર દિલનો છે એને કોઈની દરકાર નથી એવું બોલતાં આપણે બધાએ સાંભળ્યા છે.દરેક સંબંધોમાં આ કે આના જેવા, આવો જ કંઈક અર્થ થતો હોય તેવા શબ્દો, વાકયો સાંભળવા મળે છે.જેનો સીધો અર્થ સામી વ્યક્તિમાં લાગણી નથી તેમજ થતો હોય છે.આ લાગણી ફીલીંગ્સ શું છે જેને માટે આપણે પરસ્પરનો પ્રેમ અથવા તો આત્મીયતા માટે વાપરીએ છીએ.લાગણીઓ પણ અનેક પ્રકારની છે.દા.ત.તમારા મનગમતા કામ થયાનો આનંદની લાગણી, તમારી પ્રિય વ્યક્તિ મળ્યાની ખુશીની લાગણી, કોઈ કામ ન થતા પરિવાર કે મીત્રના અવસાનથી થતી દુઃખની લાગણી, કાંઈક મેળવવું એચીવમેન્ટ લાગણી,જાણતા અજાણતા કરેલા કે થઈ ગયેલા ખોટા કામ, ખોટા નિર્ણય માટે અફસોસની લાગણી (ગીલ્ટીફીલીંગ) કોઈને મળવાની ઉત્કંઠાની લાગણી વિગેરે.આમ આપણે બધા અલગ અલગ પ્રકારની લાગણીઓનો નિયમિત રીતે અનુભવ કરતા આવ્યા છીએ, પણ આમાંની કે આ સિવાયની કોઈ લાગણી કયારેક મનને સતત ડંખ્યા કરે છે તે ડંખને લીધે જે દુઃખ પેદા થાય છે ત્યારે તે માણસ તે બાબત અંગેના વિચારો કરી પોતાની જાતને જ તેનું મુખ્ય કારણ સમજે છે.પોતાને જ તે પરીસ્થિતિ માટે દોષી સમજવા લાગે ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ પોતે જ પેદા કરવા લાગે છે.શરૂઆતમાં આ સમસ્યા તેમને એકલાને જ હેરાન કરે છે પણ રોજ સમસ્યા થોડી થોડી વધતા સમસ્ત પરિવાર હેરાનગતિનો ભોગ બને છે.પ્રેમ થઈ જવો એ આજકાલના જનરેશનની સામાન્ય બાબત છે. મોટા એટલે કે મેચ્યોર્ડ થયા પછી કામ ધંધે લાગ્યા પછી પોતાની દરેક જવાબદારીઓ સમજણપૂર્વક નિભાવ્યા પછી પરીસ્થિતિને સમજયા પછી કોઈ પ્રેમમાં પડે તો તે સમજી શકાય, સ્વીકારી શકાય, આજકાલના યુવાનો તરફ ડગ માંગતા યુવક યુવતીઓમાં પ્રેમ તો હવે હાઈસ્કુલમાંથી જ પાંગરવ લાગ્યો છે.
નવમા ધોરણમાં ભણતી છોકરીને તેના જ મકાનમાં રહેતા એક બાવીસ વર્ષીય યુવાન સાથે પ્રેમ થઈ ગયો. બંને સાથે હરતા ફરતા, સમીર પ્રીયાને સ્કૂલે મુકવા જતો તો કયારેક લેવા.સમયસર પાછી ફરતી પ્રિયાનું ધ્યાન હરવા ફરવામાં રહેવા લાગ્યું.પ્રિયા તેની ફ્રેન્ડને ત્યાં ભણવા જવાના બહાને સમીર સાથે ફરવા મુવી જાેવા જતી.સમીરની સારી સેલેરીને લીધે પ્રીયા માટે સારી ગીફટ લાવતો અને ખાવા પીવામાં સારો ખર્ચ કરતો.આમ વર્ષ વીતી ગયું પ્રિયાનું નાઈન્થનું રીઝલ્ટ નબળું આવતાં તેના પેરેન્ટે કારણ પૂછયું પણ સંતોષકારક જવાબ ન મળતાં તેના બહાર આવવા જવાનું બંધ કરાવી દીધું.હવે એસ.એસ.સી.માં હોવાને લીધે ટયુશન નક્કી કરતા પ્રીયાને સમીરને મળવાનો સમય ન રહેતો છતાં ટાઈમ એડજસ્ટ કરી સમીરને મળતી. સમીરે તેને સમજાવી ભણવામાં ધ્યાન આપવા કહ્યું.
એક સાંજે પ્રિયાને સમીર સાથે પ્રીયાના પપ્પાએ જાેઈ લીધી.રાત્રે ઘરે આવી વાત કરતા ઉગ્ર રૂપ ધારણ થઈ ગયું.સમીરને મળવાની કે ફોન કરવાની મનાઈ કરી દીધી.સમીરના પેરેન્ટસને પણ આ વાત કરતા પ્રિયા અને સમીરની મુલાકાતો બંધ થઈ ગઈ.પ્રીયા ૧૮ વર્ષની પુરા થાય તેની રાહ જાેવા લાગ્યા જેથી સમીર સાથે લગ્ન કરી શકે.
પ્રીયાના ૧૮ વર્ષ પુરા થતાં બંનેએ લગ્નની તૈયારી કરી નિયત દિવસે લગ્ન કરી લીધા.લગ્ન કરીને સમીર પ્રીયાને લઈને ઘરે પહોંચ્યો.સમીરના ફાધર મધર વરઘોડીયાને જાેઈને અવાક થઈ ગયા.સમીરના મધરે હા ના કરતા પોંખ્યા એટલી વારમાં તો આખા મકાનમાં સમીર પ્રીયાના લગ્નના સમાચાર પહોંચી ગયા. એટલે પ્રીયાના ફાધર ધુંઆપુંઆ થતાં આવ્યા અને વરઘોડીયા પર તૂટી પડયા.ન કહેવાનું કહેવા લાગ્યા અને સમીરના ફાધરે તેમને સમજાવી કહ્યું કે બંને કાયદેસર લગ્ન કરી ચૂકયા છે, ગુસ્સો થુંકી બંનેને આશીર્વાદ આપો. આશીર્વાદને કારણે પ્રીયાના પપ્પા જાણે શ્રાપ-બદદુઆ આપવા લાગ્યા.તમે કયારેય સુખી નહીં થાવ, તમારા લગ્નજીવન તુટી જશે, સમીરે તને અમારી પાસેથી છીનવી લીધી છે, કુદરત તેને તારી પાસેથી છીનવી લેશે વિ..
જાેતજાેતામાં લગ્નજીવનમાં ત્રણ મહીના વીતી ગયા.પ્રીયાની તબિયતમાં આવેલા બદલાવથી સાસુમા સમજી ગયા કે તે દાદી બનવાના છે.પ્રીયાએ દીકરીને જન્મ આપ્યો.પ્રીયાના ઘરેથી કોઈ ન આવતાં તેનું મન દુભાયું.
હવે તો ગુડી ત્રણ મહીનાની થઈ ગઈ તે દિવસે સમીરે બપોરે જમવા આવ્યો છાતીમાં દુખે છે, ડૉકટરને ફોન કરી પલંગ પર સુતો.પ્રીયાએ તરત ડૉકટરને ફોન કર્યો એટલી વારમાં તો ન બનવાનું બની ગયું. ગણતરીની મીનીટોમાં આવેલ ડૉકટર સાહેબે પ્રયત્નો કર્યા પણ બધું નકામું ગયું.
પ્રીયા પર તો જાણે આભ તૂટી પડયું.સમીરના મધર ફાધર એકના એક જુવાન દીકરના અવસાનથી અવાક થઈ ગયા.માત્ર મીનીટોમાં મકાનના તથા ગલીના લોકોમાં, સંબંધીઓમાં તેમજ મીત્ર વર્ગમાં સમાચાર ફરી વળ્યા.કલ્પના ન કરી શકાય તેવા સમાચારે સૌને હચમચાવી નાખ્યા.પ્રીયાના પેરેન્ટસ પણ દોડી આવ્યા, જમાઈને તેમની બદદુઆ લાગી અને જુવાનજાેધ દીકરી માત્ર સવા વર્ષમાં વિધવા થઈ.ત્રણ મહીનાની દીકરી જેને કોઈ સંબંધોની ખબર પણ નથી તે સમજણીથાય તે પહેલાં જ તેણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. આ બધા માટે પ્રીયાના પપ્પા મનુાઈ પોતાને દોષી માનવા લાગ્યા.મનુભાઈના દુઃખનો પાર ન રહ્યો.આ આઘાતથી ચક્કર ખાઈ પડી ગયા.મોંઢા પર પાણી છાંટી, કાંધે સુંઘાડી તેમને જેમ તેમ ઉભા કર્યા અને બીજી રૂમમાં લઈ ગયા.ઘરની વિધિ પતાવી સમીરના નશ્વર દેહને લઈ ગયા.સાસુ સસરાએ હિંમત રાખી પ્રીયાને સંભાળી અને તેના પેરેન્ટસને જુનું બધું ભુલી જવા કહ્યું.પ્રીયાએ ઘેર બેઠા કામ શરૂ કરી ઘરની જવાબદારી સંભાળી લીધી.
પ્રીયાના પપ્પા મનુભાઈ માનસિક આઘાતમાં ઘસડાતા ગયા.હવે તે શરીર અને મનથી તુટી ગયા. પોતાની જાત માટે તિરસ્કાર વધતો ગયો.આખો દિવસ રડતા, તેમની દીકરી અને નાનકડી પૌત્રીના ગુનેગાર છે તેમ કહેતાં કહેતાં રોજ તેમની માનસિક સ્થિતિ બગડતી હતી.હવે ખાવા પીવામાં રસ ન રહેતા તેમના ફેમીલી ડૉકટરની સલાહ લીધી.થોડા દીવસો દવા લીધી તે દરમ્યાન મનુભાઈના પુત્ર વિમલને તેના મિત્રે તેના પપ્પાને લઈને અમને મળવા સુચવ્યું.એટલે વિમલભાઈએ ફોન કરી અમારી એપોઈમેન્ટ લીધી.એપોઈન્ટમેન્ટ પ્રમાણે વિમલભાઈ તેમના ફાધર મધર સાથે અમારે ત્યાં આવ્યા.બધાનો પરિચય કરાવ્યો અને ઉપરોકત બધી જ વાતો વિગતવાર જણાવી. સહજ સમજી શકાય તેવી વાત હતી કે ગુસ્સામાં તેમના બોલેલા શબ્દો પ્રમાણેની પરીસ્થિતિ સર્જાઈ ત્યારે તેમને વાસ્તવિકતનાનો ખ્યાલ આવ્યો પણ હવે ઘણું મોડુ થઈ ગયું હતું તેનું તેમને દુઃખ હતું.
હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી મનુભાઈની હાલની પરીસ્થિતિમાં બહાર લાવી શકાય અને ફરી પાા સામાન્ય જીવન તરફ વાળી શકાય આ વાત જાણતા તેમના ચહેરા પર કેટલાય દિવસો પછી આનંદની લાગણી ઝળકતી હોય તેમ લાગ્યું.
બીજા જ દિવસથી મનુભાઈની સારવાર અમારા સેન્ટરમાં શરૂ થઈ.જેમ જેમ સારવાર વધતી તેમ તેમ મનુભાઈમાં સુધારો દેખાવા લાગ્યો.પાંચ દિવસમાં હકારાત્મક અભિગમ આવી ગયો.ત્યારબાદ તેમના સામાન્ય જીવનમાં પાછા ફરવા લાગ્યા.હવે રડવાને બદલે અફસોસ કરવાને બદલે દિકરી પૌત્રી અને તેના પરિવાર માટે કાંઈક કરી છુટવાની ભાવના જાગી. ખાવા પીાવમાં પણ નિયમિત થઈ ગયા.કોઈપણ કારણોસર આવેલ મુસીબતનો હિંમતપૂર્વક સામનો કરવા લાગ્યા. જે કાંઈ પણ થયું તેને કુદરતની કરૂણતા તરીકે સ્વીકારી. ફકત બાર દિવસની સારવારમાં મનુભાઈ અને તેમનો સ્વભાવ જાણે સાવ જ બદલાઈ જતા મનુભાઈના પરિવારમાં જાણે શાંતિ સ્થપાઈ ગઈ.એટલે જ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગના પ્રત્યક્ષ અનુભવ પછી આ મનોવિજ્ઞાનનો અને અમારો આભાર માનતા,ગુણગાન ગાતા અમારી સંસ્થાના સેવા કાર્યોમાં જાેડાઈ ગયા.હિપ્નોટીઝમ અંગેની માહિતી સારવાર સંબંધી, સેલ્ફ હિપ્નોટીઝમ શીખવા પ્રેકટીકલ ટ્રેનીંગ સાથે કે હીપ્નોટીઝમના મનોરંજક કાર્યક્રમોના આયોજન માટે સંપર્ક કરો.વધુ માહિતી માટે જવાબી કવર લખો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.