ફીયર ઓફ ફલાઈંગ દૂર કરતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

ટ્રાવેલીંગ એટલે કે મુસાફરી આજે સામાન્ય થઈ ગઈ છે.રપ-૩૦ વર્ષ પહેલાં અમદાવાદ-મુંબઈને પણ મોટી મુસાફરી ગણાતી હતી.જયારે આજે ફોરેન જવું એ પણ સામાન્ય થઈ ગયું છે.આપણે જાણીએ છીએ કે રોજ હજારો લાખો લોકો ટ્રાવેલીંગ કરે છે.પછી એ ટ્રાવેલીંગ કોઈપણ હોઈ શકે,બાયરોડ, બાયરેલ્વે, બાય શીપ કે બાય એર, બધાના ટ્રાવેલીંગ કરવા માટેના હેતુ જુદા જુદા હોય છે પણ એક યા બીજા કારણસર તો કેટલાય ભાઈ બહેનો કે પરિવારો ફરવા નીકળે છે જયારે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા ટ્રાવેલીંગ કરે છે. આપણે ત્યાં તો રોજ લાખો વિદ્યાર્થીઓ જે નર્સરીથી હાઈસ્કૂલ કે કોલેજમાં ભણે છે.કલાસીસમાં જાય છે તેઓ પણ ૧-ર કિલોમીટરથી લઈ ૪૦-પ૦ કિલોમીટરનું ટ્રાવેલીંગ કરે છે.બીઝનેસ અથવા જાેબ કરતા હજારો માણસો રોજ અપડાઉન કરવામાં અંદાજે ૪૦૦ કીલોમીટરનું ટ્રાવેલીંગ કરે છે.એટલે કે ટ્રાવેલીંગ આજના જમાનાની એક સામાન્ય જરૂરીયાત થઈ ગઈ છે અને આપણે બધામ ટ્રાવેલીંગથી ટેવાઈ ગયા છીએ.રોહન નામના એક ભાઈ તેમના કઝીન સુજયભાઈને લઈને આવ્યા પછી સુજયભાઈ વિશે વાત કરતાં જણાવ્યું કે તે એટલે કે સુજયભાઈ સાત વરસની ઉંમરથી દર વર્ષે મીનીમમ બે ત્રણ વાર ફોરેન ટુર કરે છે.ગ્રેજ્યુએટ થયા પછી બીઝનેસ શરૂ કર્યો.બીઝનેસ પણ ખુબ સારી રીતે ડેવલપ કર્યો અને માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેમના નામનો ડંકો વાગવા લાગ્યો. તેમના અનેક સગાંસંબંધીઓ વિદેશમાં વસતા હોવાને લીધે પહેલા સોશીયલ વીઝીટ કે ફરવા વિદેશ જતા હવે બીઝનેસ ટુર માટે પણ પરદેશ જવાનું શરૂ થયું એટલે બાર મહીને બાર પંદર વાર ફોરેન ટુર તેમના જીવનનું રૂટીન બની ગયું.આમ એક વર્ષ સુધી ચાલ્યું તેવામાં અચાનક સુજયભાઈએ ફોરેન જવાનું બંધ કરી દીધું એટલે ઘરના મેમ્બરોને લાગ્યું કે હમણાં લોકલકામ વધારે હશે કે બહારથી પાર્ટીઓ સાથે અનેક વર્ષોથી કામ કરતા હોવાને લીધે તેમની સાથેના સંબંધો સારા થઈ ગયા હશે.એટલે હમણાં ફોરેન નથી ગયા.તેવામાં અમારા કઝીનના મેરેજ નક્કી થયા એટલે કે અમારે બધાએ ફેમીલી સાથે જવાનું નક્કી કર્યું પણ સુજયભાઈએ બહાના કાઢી મેરેજમાં જવાની ના પાડી દીધી.મહા મહેનતે તેમને કન્વીન્સ અપાઈ કર્યા અને અમે બધા સીડયુલ પ્રમાણે નીકળ્યા, એરપોર્ટમાં લગેજ અપાઈ ગયંું. સીકયુરીટી ચેકીંગ પતાવી બધા ફલાઈટમાં ગોઠવાઈ ગયા જેવું ફલાઈ આવે પર આગળ વધવા લાગ્યું તેમ સુજયભાઈનો ફ્રેશ જાણે બદલતો ગયો. તેઓ અનકમ્ફટેબલ લાગ્યા એટલી વારમાં તો ફલાઈટ ટેક ઓફ થઈ ગયું અને સુજયભાઈને ગભરામણ થવા લાગી. શરીર પરસેવાથી ભીનું થઈ ગયું અને ફલાઈટને પાછું વાળવાની ફરજ પડી.ફલાઈટ લેન્ડ થતાં જ એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી ટીમ આવી ગઈ.ડૉકટરોએ તુરંત જ ટ્રીટમેન્ટ શરૂ કરી.ફલાઈટને ડીલે કરાયું.થોડીવારમાં સુજયભાઈ બેટર ફીલ કરતાં બધાએ જર્ની કન્ટીન્યુ કરવાનું નક્કી કર્યું.જયારે સુજયભાઈએ કહ્યું કે આઈએમ ઓકે પણ હું બે દિવસ પછી આવીશ એટલે તેમના વાઈફે કહ્યું કે આપણે બેવ સાથે જશું હું પણ રોકાઈ જાઉં છું.સુજયભાઈએ તેમની વાઈફને સમજાવી રવાના કર્યા અને પોતે પાછા ઘરે ગયા.બે દિવસ પછી નીકળવા માટેની ટીકીટ કરાવવાને બદલે તેમણે ટીકીટ કેન્સલ કરાવી એટલે ફેમીલી મેમ્બરો નારાજ થયા.ત્યાર પછી એક બેવાર બીઝનેસ ડીલ ફાયનલ કરવા માટે એબ્રોડ જવાનું થયું ત્યારે ટીકીટ બુક કરાવી જવાની તૈયારીઓ કરી અને છેલ્લી ઘડીએ ફસકી ગયા. હવે ફરી એક ઘરનો પ્રસંગ છે અને વડીલ તરીકે તેમની હાજરી જરૂરી છે.તેમના બિહેવીયરને લીધે અમારા ફેમીલી ડૉકટરે તમારૂં નામ સરનામું આપ્યું અને કહ્યું કે, તમે જ તેમનો ફીયર ઓફ ફલાઈંગ દૂર કરી શકશો.આજથી બરાબર અઢારમા દિવસે અમારે ફલાય થવાનું છે. ટીકીટો ઓલરેડી બુધ છે.આ વખતે તો સુજયભાઈને સાથે લઈ જવાના જ છે.તો તમે ગમે તેમ કરી તેમનો આ ડર દૂર કરી દો.બહુ મોટી આશા સાથે તમારી પાસે આવ્યા છીએ. સુજયભાઈ રાજીખુશીથી અમારી સાથે આવે અને પહેલા જેવું કાંઈ ન થાય તેવું કરી દોલ.કહી તેમનું કહેવાનું, ફરીયાદ પુરી કરી એટલે અમે સુજયભાઈને પૂછયું તમારે કાંઈ કહેવું છે ? જવાબમાં જણાવ્યું કે, બધું જ રોહને કહી દીધું છે.હું તો ફ્રીકવન્ટ ટ્રાવેલર હવે અચાનક આમ કેમ થઈ ગયું તે મને પણ સમજાતું નથી.
અમે હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની પ્રોસીજર ડીટેલમાં સમજાવી એટલે તેમને વધુ રસ પડયો. આ સાયન્સ વિશે ઈન્ફર્મેશન લીધી.આ સબજેકટ રીલેટેડ બુકસના નામ લીધા અને નેકસ્ટ ડે થી તેમની ટ્રીટમેન્ટ શરૂ કરવા માટેનો ટાઈમ પણ નક્કી કર્યો. એટલે સુજયભાઈએ કહ્યું સાહેબ બહુ વખતથી શું લાગે છે ? આટલા દિવસમાં મારી ટ્રીટમેન્ટ થઈ જશે ? શું હું મારા ફેમીલી સાથે જઈ શકીશ ? જવાબ આપતાં જણાવ્યું કે તમે ડેફીનેટ જશો અને નક્કી કરેલી તારીખે જ જઈ શકશો અને નક્કી કરેલી તારીખે જ જઈ શકશે.ડોન્ટ વરી તમે રેગ્યુલર ટ્રીટમેન્ટ માટે આવશો તો ચોક્કસ બધા સાથે જઈ શકશો અને પહેલાની જેમ એન્જાેય કરી શકશો.બીજા દિવસે સાંજે ૬ વાગે સુજયભાઈ ટ્રીટમેન્ટ માટે આવી ગયા.એટલે પેપર ફોર્માલીટી કંપલીટ કરી
તેમની ટ્રીટમેન્ટ શરૂ કરી.સુજયભાઈ રોજ રેગ્યુલર ટ્રીટમેન્ટ આવતા હવે તે પોઝીટીવ થવા લાગ્યા.મેન્ટલી અને ફીજીકલી વધુ ફ્રેશ રહેવા લાગ્યા.પાંચ સીટીંગમાં જ સુજયભાઈનો કોન્ફીડન્સ ખુબ વધી ગયો.બીજી સીટીંગોમાં ધીમે ધીમે તેમનો ફીયર ઓફ ફલાઈંગ ઓછો થતો ગયો અને દશ સીટીંગના અંતે કહેવા લાગ્યા કે સાહેબ અમારી યુ.એસ.ની ટીકીટ જાે અઠવાડીયું વહેલી કરાવી હોત તો પણ વાંધો ના આવત.આમ સુજયભાઈના મનમાં રહેલા ફીયર ઓફ ફલાઈંગ (વિમાન પ્રવાસનો ડર)માત્ર સુચનાઓ આધારીત આ સારવાર પદ્ધતિએ ગણત્રીના દિવસોમાં દૂર કરી દીધો અને તેમને ખાસ આ બાબત પોસ્ટ હીપ્નોટીક સજેશનો આપ્યા અને જણાવ્યું કે, યુ.એસ.પહોંચી એક ફોન કરી અથવા મેલ કરી તમારી આ જર્ની કેવી રહી તે જણાવશો. અમને હતું કે, ત્યાં પહોંચી બે દિવસે મેલ કરી જણાવશે તેને બદલે ત્યાં એરપોર્ટ પરથી જ ફોન કર્યાે અને જબરજસ્ત એકસાઈટમેન્ટ સાથે ડીટેલમાં તેમના સુખદ પ્રવાસનું વર્ણન કર્યું અને આ સુંદર એકસપીરીયન્સ માટે અનેકવાર થેંકસ કહ્યું છતાં તેમને સંતોષ નહોતો થયો એટલે ઈન્ડીયા પાછા આવ્યા તે જ દિવસે પર્સનલી મળી થેંકસ કહેવા રૂબરૂ હાજર થયા. આવા દરેક જાતના ‘ડર’ નું મારણ છે હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ.
સેલ્ફ હિપ્નોટીઝમ પ્રેકટીકલ ટ્રેનીંગ સાથે શીખવા, મનોરંજક કાર્યક્રમો કરવા, ઈન્ફરમેટીવ લેકચરો, સ્ટુડન્ટ અને કોર્પોરેટ માટે વિવિધ ટ્રેનીંગ તથા માનસિક-મનોશારીરિક રોગોની સારવા માટે કે હિપ્નોટીઝમ અંગેની વધુ માહિતી માટે જવાબી કવર લખો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.