પેશાબની પથરીનું પથરાતું દુઃખ

સંજીવની
સંજીવની

આપણે સહુ સમય અને સંજોગો પ્રમાણે સતત દોડતાં અને ભાગતાં રહેલા એકવીસમી સદીના માનવીઓ છીએ.આવા સમયમાં શરીરને ભૂલી જઈએ એ સ્વાભાવિક છે જ્યાં સુધી શરીર બુમ પાડીને કહે નહિ કે ….જરા થોભો.જેમ બાઈક કે કારમાં એન્જીન ઓઈલ બદલાય છે અને સવિર્સ થાય છે એમ આ મશીનનું ઓઈલ નથી બદલાતું પછી પરિણામ આવેછે. પથરી સ્વરૂપે. ઘરનો જે હિસ્સો સાફ ના થાય ત્યાં જાળા બાઝે એમ શરીરમાં પણ થાય. સામાન્ય રીતે પથરી એટલે જે કીડનીમાં કે પિત્તાશયમાં થાય એ. પરંતુ હકીકતમાં જ્યાં જ્યાં કચરો જામે એ બધાને જ એક પ્રકારે પથરી કહી શકાય જેમકે દાંતમાં થતી ટાર્તર, લોહીની નળીમાં જામી જતો મેદ એટલે કે કોલેસ્ટેરોલ અને આંતરડામાં પડ્‌યો રહેલો મળ પણ પથ્થર જેવો થઈને  બને છે.એટલે કે શરીરની સમયાંતરે દિવાળીની જેમ સાફ સફાઈ થાય તો પથરી ને રોકી શકાય.
આપણા આ રેતાળ પ્રદેશ અને સુકા વિસ્તારમાં સતાવતો કોઈ રોગ હોય તો એ છે કીડનીની પથરી છે. કારણ છે.. પરસેવો પાડી દેતી ગરમી અને ક્ષાર વાળું પાણી પરંતુ આયુર્વેદ એમાં થોડું ઉમેરીને કહે છે કે જે વ્યક્તિ સમયાંતરે શોધન નથી કરતાં અને ખાવામાં પાછું વળીને જોતા નથી તેમના શરીરમાં જે અધુરો પચેલો આમ છે તે મુત્રમાં જઈને પથરી બનાવે છે. એટલે જ તો પથરી એ ચોવીસ કલાક એસીમાં બેસી રહીને કોલ્ડ ડ્રીંક અને પાવ ખાનારા લોકોમાં પણ એટલીજ જોવા મળે છે જેટલી સતત વરસાદની રાહમાં તડકે તપનારા ખેડૂતને જોવા મળે છે.અને પથરીનું ઓપરેશન કરાવ્યા પછી પણ ફરી પથરી બનવી એ એમની કીડનીનો સ્વભાવ બની જાય છે.સુશ્રુતાચાર્યએ બહુ સુંદર વર્ણન કર્યું છે આખી આ જેમ પાણીમાં મૂકી રાખેલો માટીનો ઘડો આપોઆપ ભરાયા કરે તેમ આપણા શરીરમાં મુત્રનું નિર્માણ થાય છે એટલે કે જો એ ઘડામાં ક્યાંક લીલ વળે તો એ ફરી ફરીને થવાની કારણ ઉપર- ઉપરથી સાફ થઇ જાય પણ જે છીદ્ર બંધ થઇ ગયું છે ત્યાં અવરોધ તો રહેવાનો જ. મુખ્ય બે મુત્રવાહિનીઓ હોય છે જેમાંથી લાખો બનેછે અને એક મુઠી કીડનીમાં સમાઈ જાય છે. (લગભગ ૧૦ લાખ નેફરોન એક કીડનીમાં હોય છે ) એમાંથી જો એકાદમાં પણ ક્ષાર જમા થવાનું શરું થાય તો પથરી બનવા લાગે. અને જો એ વાતજ કે પિત્તજ હોય તો ખુબ દુઃખી કરે એટલે એનું સમયસર નિદાન થઇને નિકળી જાય કે નિકાળી શકાય.
વાતજ પથરી … (ષ્ઠટ્ઠઙ્મષ્ઠૈેદ્બ ર્ટટ્ઠઙ્મટ્ઠંી ર્જંહી) એમાં ખુબ દુઃખાવો થાય જયારે નીકળે ત્યારે માણસ ખુબ આળોટે એવો ભયંકર દુઃખાવો થાય પરંતુ જો કફજ હોય તો ખબરેય ના પડેકે પથરી છે શરીરમાં અને કીડનીને ધીમે- ધીમે ખુબ નુકશાન પહોચાડે. આવી આ દારુણ પથરીને થવા જ ના દેવી હોય તો ….
•ભૂખ- પાચનને ધ્યાનમાં રાખીને સ્નેહપાન કરવું એટલેકે ભોજનના કલાક પહેલા ગાયનું ઘી પીવું. નિષ્ણાત વૈદ્યની સલાહથી શતાવરી કે ગોખરુંનું ઘી પીવામાં આવે તે ઉત્તમ. આ રીતે પીધેલું ઘી અગ્નિને વધારે છે અને શરીરના નાનામાં નાના છિદ્ર સુધી પહોચે છે અને ક્યાય આમને જમા નથી થવા દેતું.
• ફાલસા, બોર, જવ, ધાણા, વરીયાળી, શેરડીનો રસ, ચોખાના પાણીનું સેવન વધુ કરવું. જવને ધાણાથી ઉકાળેલું પાણી સતત પીવાથી પેશાબની બળતરા દૂર થાય, પેશાબ છૂટથી થાય છે.
• ટામેટા, કાકડી, પાલક, અથાણા આ બધાનો ત્યાગ કરવો. દૂધ-ચા પણ પથરી કરે પરંતુ છાસ લઈ શકાય.
•શતાવરી, ગોખરું, સરગવાના મૂળ, વરૂણની છાલ, ઉભી ભોયરિંગણી, જવખાર, પાષાણભેદ, સાટોડી, ત્રિફળા જેવી અનેક ઔષધિઓનો ભંડાર આપણી આ આયુર્વેદની ધરતી ઉપર છે જે પથરીને કાઢનાર છે, કીડનીને શુદ્ધ કરનાર છે અને સંપૂર્ણ શરીરને નીરોગી રાખનાર છે.
•પથરી ૮ મી.મી સુધીની હોય તો સરળતાથી નીકળી શકે છે.સ્ત્રીઓના મૂત્ર માર્ગની લંબાઈ ઓછી હોવાથી પથરી સરળતાથી નીકળી જાયછે. પથરી ક્યાં ને કેવીરીતે પડી છે તેના આધારે નિશ્ચિત કરી શકાય કે તે ઓપરેશન યોગ્ય છે કે કેમ?. ક્યારેક અનુભવ માં ૧૨ થી ૧૩ મી.મી સુધી ની પથરી દવાથી ને પાણી પીવાની કાળજી થી નીકળે છે. પરંતુ તેનો આધાર તે ક્યાં ને કેવીરીતે છે તેના ઉપર છે જે સોનોગ્રાફીથી જ નક્કી થાય.
આ લેખ લખવામાં મારી દીકરી વૈદ્ય અપર્ણા અખાણી/ નંદાણી કે જે  આયુર્વેદ છે તેના સહયોગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.