પતિની ‘ટાલ’ થી પત્ની બેહાલ

સંજીવની
સંજીવની

જેમ દરેક માણસોના ચહેરા જુદા છે, દરેકની ચામડીના રંગમાં, હાઈટમાં, વેઈટમાં, દેખાવમાં ફરક છે તેમ દરેક માણસોના વિચારોમાં પણ ફરક છે અને એટલે જ દરેક માણસોનો પ્રોબ્લેમો, સમસ્યાઓમાં પણ ફરક છે.એક માણસ માટે જે વાત નોર્મલ હોય છે તે જ વાત બીજા માટે પ્રોબલેમેટીક હોઈ શકે છે.કેમ કે દરેક વાતને, વિચારોને જાેવાનો, સમજવાનો દ્રષ્ટિકોણ બધાનો જુદો જુદો હોય છે. એટલે જ દરેક માણસોના પ્રોબ્લેમો જુદા જુદા હોય છે. અમુક માણસો પ્રોબ્લેમો તરફ ધ્યાન નથી આપતા અથવા તે પ્રોબ્લેમોને એકસેપ્ટ કરી લે છે.જયારે બીજાનું પુરેપુરૂં ધ્યાન તે પ્રોબ્લેમ તરફ હોય છે.જેટલું વધુ ધ્યાન આપવામાં આવે તેટલા વધુ પ્રોબ્લેમ ઉભા થાય છે.દરેક માણસે જાણે અજાણે જે ખોટા ખરાબ નકામા વિચારો કરે છે તે વિચારો જ પ્રોબ્લેમ, સમસ્યા બની સામે આવે છે.નડે છે, તકલીફ આપે છે જે મનોશારીરિક કે શારીરિક હોઈ શકે છે. જેના બીજા માણસના અંતરમનના રોપાયા હોય છે એટલે જ આવા કેસમાં કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી ઝડપી અને સારા રીઝલ્ટ મેળવવા માટેનો સાઈડ ઈફેકટ રહીત મહામાર્ગ છે.
એક યંગકપલ પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં આવ્યું જેમણે ડૉ.કૌશલ અને ડૉ.જલપાની એપોઈન્ટમેન્ટ લીધી હતી. તેમનો ટર્ન આવતા તે કપલ કેબીનમાં દાખલ થયું અને પરિચય આપતાં કહ્યું, હું આદિત્ય, મારી વાઈફ સવિતા, દશ વર્ષ થયા અમારા મેરેજને, આઠ વર્ષનો એક દિકરો છે. બિલ્ડીંગોમાં થતા વોટર લીકેજ દૂર કરવાના કોન્ટ્રાકટ લઉં છું. બીઝનેસ સારો ચાલે છે મારા કામને લીધે જ્યાં જ્યાં કામ ચાલતા હોય ત્યાં રોજ સાઈટ વિઝિટ માટે જાવું પડે, દરેક સાઈટ પર એક સુપરવાઈઝર હોય છતાં મટીરીયલ બરાબર આવ્યું છે કે નહીં ?, કોન્ટીટી અને વર્કરો ટાઈમસર પહોંચ્યા છે કે નહીં તે લોકો બરાબર માલ બનાવી માપસર કેમીકલ એડ કરી પ્રોપર કોટીંગ કરે છે કે નહીં તે ચેક કરવું પડે. આ બધા કામ માટે તડકામાં ઉભા રહેવું પડે, કદાચ ઘણાં વર્ષોથી તડકામાં રહેવાને લીધે ટાલ પડી હોય, જે હવે વધી રહી છે. માથું નીચું કરી આદિત્યભાઈએ કહ્યું. તમે જાેઈ શકો છો કે ચાંદ જેવી ચમકે છે મારી ટાલ.જેનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી.મારી વાઈફને માટે મારી ટાલ એ મેજર પ્રોબ્લેમ છે. સવીતાબેને ડૉ.જલપા અને ડૉ.કૌશલ સાથે વાત શરૂ કરતાં કહ્યું પહેલેથી મને ટાલવાળા માણસો જરાય નથી ગમતા. બીજાે કોઈ પ્રોબ્લેમ થયો હોત તો મને આટલું દુઃખ કે તકલીફ ન થાત. બધા કેવું જાત જાતનું વિારે ? બધાને તો એમ જ લાગે કે વાઈફના ત્રાસથી જ ટાલ પડી હશે. આદીને કોઈ ટાલ પડવાનું કારણ પુછે તો સીરીયસલી કહે છે અરે કાંઈ નહીં યાર, સવિતા રોજ ટાઈમ મળે સવાર સાંજ તબલા વગાડવાની પ્રેકટીસ કરે છે એટલે થોડા વાળ ઉતરી ગયા. તે મજાકમાં કહે છે પણ સામેવાળાને સારૂં લાગે છે કે કેમ રોજ ટાલ વધતી જાય છે.અમુક ફ્રેન્ડસ કહે છે શું જાદુ છે ? સવિતાના હાથમાં અને કેટલંુ સારૂં પરફેકશન છે ? દશ વર્ષમાં તો સવિતા માસ્ટર્સ થઈ ગઈ એટલે રોજ વધુ સારી પ્રેકટીસ કરતી હોય તેમ લાગે છે.હવે તો આદીની ટાલ દિવસે પણ ચાંદના દર્શન કરાવે છે.આદિને હેર ડ્રાફટીંગ કરાવવું નથી.બે વીગ બનાવી જે તેને ફાવતી નથી. મને તો તેની સાથે બહાર નીકળતાંય શરમ આવે છે પણ અમુક સોશીયલ અને રીલીઝયસ ફંકશનોમાં પરાણે જાઉં છું એટલે કોઈ ફંકશનોમાં હું એન્જાેય નથી થઈ શકતી. આદી તો આજે પણ પહેલાની જેમ હસે બોલે છે,મજા કરે છે અને મને જલાવે છે.જેને લીધે મારી રાતની ઉંઘ ઉડી ગઈ છે. કયારેક સપના આવે છે કે આદિના બધા વાળ ઉતરી ગયા. પુરો ચમન થઈ ગયો, મને ખાવું પીવું ગમતું નથી, ભાવતું નથી. મારૂં શું થશે, તેની ટાલ વધતી અટકે અને ટાલમાં વાળ ઉગી શકતા હોય તો તેના જેવું બેસ્ટ કાંઈ નથી. ભલે ગમે તેટલી કોસ્ટલી ટ્રીટમેન્ટ હોય ટાલ આદીની વધે છે અને વજન મારૂં ઘટે છે. આદિત્યભાઈએ કહ્યું જાે કોઈ દવા લેવાની હોય કે તેલ લગાડવા માટે કશું હોય તો આપું હું તે લગાડીશ.
ડૉ.કૌશલે સવિતાબેનને કહ્યું કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી થોડી સીટીંગ તમારે લેવાની જરૂર છે.જેનાથી તમારા મેન્ટલ બ્લોકેજીસ દૂર થતાં તમારા મોટા ભાગના પ્રોબ્લેમો દૂર થઈ જશે. ડૉ.કૌશલ અને ડૉ.જલપાએ સવિતાબેનના મનમાં જે સવાલો હતા તે બધાના સંતોષકારક જવાબ મળતાં સવિતાબેન સીટીંગ લેવા તૈયાર થઈ ગયા. આદિત્યભાઈએ કહ્યું હું તમારા ફાધર બી.કુમારનો સ્ટુડન્ટ છું એટલે જ તમારી પાસે આવ્યા છીએ મને ખાત્રી છે કે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસેથી મળશે જ. આદિત્યભાઈએ સવીતાબેનને આ સાયન્સ વિશે અને સીટીંગ વિશે પહેલે જ વાત કરી હતી એટલે સવિતાબેન સાથે ડૉ. જલપાએ સીટીંગ માટેનો ટાઈમ નક્કી કરી જણાવ્યું કે આઠ દિવસ રોજ નક્કી કરેલા ટાઈમે આવવું.
સવીતાબહેને કહ્યું,મારી સીટીંગ પુરી કર્યા પછી જ આદીની ટ્રીટમેન્ટ શરૂ કરજો. ડૉ.જલપાએ સવીતાબેનની સીટીંગ શરૂ કરી.મેન્ટલી અને ફિજીકલી ફીટ કરી તેમના મનમાં રહેલા દરેક ખોટા વિચારો દુર કરી જીવનના દરેક તબક્કામાં હકીકત, વાસ્તવિકતા સ્વીકારી આગળ વધવા માનસિક રીતે તૈયાર થતા આદીત્યભાઈની ટાલ અંગેની ખોટી ચિંતા દુર કરવા સવીતાબેનનું ખાવા પીવાનું બરાબર થયું.પાંચ સીટીંગ પુરી થતાં સુધીમાં તો રોજ રાત્રે શાંતિ ભરી ઉંઘ લેવા લાગ્યા તેમને આવતા બિનજરૂરી સ્વપ્નો બંધ થતાં તે વધુ ફ્રેશન રહેવા લાગ્યા.સાથે હરવા ફરવા લાગ્યા અને જગતની દરેક ક્ષણોને દરેક પ્રસંગોને પહેલા કરતાં વધુ સારી રીતે એન્જાેઈ કરવા લાગ્યા.આમ માત્ર આઠ દિવસ રોજ અંદાજે ર૦-રપ મીનીટની લીધેલી સીટીંગે સવિતાબેનના મનરૂપી બગીચામાં ઉગી નીકળેલ થોર-કાંટાળા ઝાડ સમા નકામા વિચારો દૂર કરી તેમના જીવનરૂપી બગીચાને ડૉ.જલપા અને ડૉ.કૌશલે મઘમઘતો કરી દીધો તે બદલ સવિતાબેને અને આદિત્યભાઈએ ડૉ.જલપા અને ડૉ.કૌશલનો આભાર માન્યો.મનમાં પેસી ગયેલા ખોટા વિચારો, ડર કે અન્ય માનસિક સમસ્યાઓ દુર કરવા જીવનમાં પોઝીટીવ એપ્રોચ સાથે આગળ વધવા કે સેલ્ફ હિપ્નોટીઝમ શીખવા પ્રેકટીકલ વર્કશોપમાં જાેડાવા તુરંત સંપર્ક કરો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.