દારૂ ગમે તેવા દાદાને રૂ જેવો નરમ બનાવી દેતું દુષણ

સંજીવની
સંજીવની

દારૂ..આજ સુધીમાં જેણે હજારો પરિવારોને અને નાની મોટી ઉંમરના લાખો લોકોનો દિપ બુઝાવ્યો છે. હજારો લોકોના (પરિવારના સભ્યોના) અરમાનો પર પાણી ફેરવ્યું છે તો હજારો માણસોએ દારૂના નશામાં કરેલા દુષ્કૃત્યને લીધે જીંદગીના અનેક અનમોલ વરસો (વર્ષો) જેલમાં કાઢતી જાેવા મળે છેે. જેમને ખબર નથી કે કયારે તેઓ જેલની બહાર નીકળી સામાન્ય જીવી શકશે.
મારા હિસાબે દારૂ એટલે ગમે તેવા દાદા (ગુંડાગીરીના) ને રૂ જેવો (અંદરથી ખોખરો) બનાવી તેના જીવનમાં અનેક મુસીબતો અને શરીરમાં બિમારીઓ પેદા કરે, પોતાના કહી શકાય તેવાને પારકાથી પણ વધુ દુર કરે એવો શક્તિશાળી માદક (નશીલો) પદાર્થ જે યમદુતને વહેલા આવવા નિમંત્રણ આપે છે. એટલે જ કદાચ દારૂને દૈત્ય (ધર્મરાજ)તરીકે ઓળખવામાં આવે છે.કેમ કે દારૂ પીનારા દરેક પેગ સાથે યમરાજને પોતાની નજીક બોલાવે છે.
દારૂ પીને ઘરમાં કે બહાર ધાંધલ ધમાલ ઝગડા કર્યાના મારામારી કરનારા કેખુન કર્યાના કિસ્સાઓ વાંચવા મળે છે. દારૂ પીનારા મોટા ભાગના માણસો દારૂના દુષ્પરિણામો, નુકશાનોથી માહિતગાર હોવા છતાં દારૂ પીવે છે. પોતાના શરીરને નબળું બનાવે છે અને પરિવારને પાંગળો બનાવે છે.
એજ્યુકેશન વધતું ગયું તેમ દરેક માણસોનું નોલેજ વધતું ગયું.સામાન્ય રીતે જેમ નોલેજ વધતું જાય તેમ માણસ વધુ સમજદાર થતો જાય, વધુ જવાબદાર રીસ્પોન્સીબલ થતો જાય તેને બદલે આજે ઉંધુ થઈ રહ્યું છે. ભણેલા ગણેલા સમજુ માણસો દારૂ અને અથવા તેના જેવા કોઈપણ પ્રકારના નશાના ગુલામ થઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ફકત મહારાષ્ટ્રમાં દારૂ પીધા પછી આત્મહત્યા કરી જીવન ટુંકાવનારા કુલ ૬૧રર જણાં નોંધાયા છે. જેમાં ૬૦૬૪ પુરૂષો અને પ૮ સ્ત્રીઓ છે. દર વર્ષે આ સંખ્યા વધતી જાય છે.
સન ૧૯૭પ માં ‘શોલે’ રીલીઝ થઈ હતી અને તે જમાનાની સુપરહીટ ફિલ્મ સાબીત થઈ હતી. ‘શોલે’ની સ્ટોરી, ડાયલોગ્સ અને ગીતો દરેકને મોઢે થઈ ગયા હતા. કેમ કે તેમાં કામ કરનાર દરેક આર્ટીસ્ટે પોત પોતાના રોલમાં ઓતપ્રોત થઈ ગયા હતા. ‘શોલે’ ના સીનમાં ધર્મેન્દ્ર વીરૂ દારૂ પીને પાણીની ટાંકી ઉપરથી બસંતી સાથે તેના લગ્ન જાે નહીં કરાવવામાં આવે તો સુસાઈડ કરશે તેમ કહે છે જે વાત બસંતી (હેમામાલીની) જય (અમિતાભ બચ્ચન) ને કરે છે તેનો જવાબ આપતા જય કહે છે તે નોટંકી કરે છે કાંઈ નહીં થાય,દારૂનો નશો ઉતરશે એટલે એની મેળે નીચે આવી જશે.
અનેક સફળ સીનેમાઓમાં કરેલી એકટીંગ દ્વારા હીમેન તરીકે ઓળખાતા એકટર ધર્મેન્દ્રેતાજેતરમાં એક મુલાકાતમાં સ્વીકાર્યુંહતું કે, ‘દારૂ’ ને લીધે જતેમની કેરીયર ખરાબ થઈ. જાે દારૂનું વ્યસન ન હોત તો તેમણે ખુબ પ્રગતિ કરી હોત. બોલીવુડમાં ધર્મેન્દ્ર તેમની એકટીંગને લીધે ઓછા અને દારૂને લીધે વધુ ઓળખતા હતા. દારૂ પીવો તે ખોટું છે, નુકશાનકારક છે. તે જાણતા હોવા છતાં દારૂનું વ્યસન ન છોડયું.જ્યારે દારૂના દુષ્પરિણામની અસર તેમની કેરીયર પર પડવા લાગી. ત્યારે તેમને લાગ્યું કે તે બહુ મોટી ભુલ કરી બેઠા છે. જાે દારૂ પીવાની ટેવ ન હો તો ખુબ સારી પ્રગતિ કરી શકયા હોત એવું ધર્મેન્દ્રજીનું માનવું છે.ધર્મેન્દ્રજીની આ વાતને દરેકે ધ્યાનમાં રાખવી જાેઈએ અને દારૂથી પોતાની જાતને દુર રાખી જીવનમાં પ્રગતિ કરવી જાેઈએ જેથી ભવિષ્યમાં કયારેય દારૂ પીવાની ભુલ કરી છે તેવું ન લાગે કે કોઈપણ પ્રકારના નુકશાનનું ભોગ ન બનવું પડે. પછી પસ્તાવો કરવા કરતાં આજે યોગ્ય નિર્ણય દારૂ ન પીવાનો લેવો વધુ લાભકર્તા સાબીત થશે.
કાંદીવલી વેસ્ટ મહાવીરનગરમાં પોતાની એક અલગ ઓળખાણ અને સુંદર રીઝલ્ટને લીધે વિવિધ થેરાપીઓના લીધે લોકોના દીલમાં એક સ્થાન પ્રાપ્ત કરનાર, પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં ડૉ.જલપા અને ડૉ.કૌશલને મળવા આવેલ એક યંગ કપલે પોતાની ઓળખાણ આપતાં કહ્યું કે, હું રમેશ, અને આ સ્નેહા મારી વાઈફ છ વર્ષ પહેલાં અમે લવમેરેજ કર્યા હતા. અમારે બે બાળકો છે હું એક કંપનીમાં જાેબ કરૂં છું. આમ તો બધું બરાબર છે રમેશભાઈને રોકી સ્નેહાબેને કહ્યું,
સાહેબ અમારી મેરેજ લાઈફ ડીસ્ટર્બ થઈ ગઈ છે. રમેશની દારૂની લતને લીધે અમારે ઘર બદલવું પડયું. જુના ઘરના પૈસા બચ્યા તે અમે બંનેયઅડધા અડધા કરી અમારા બંનેના સેવીંગ એકાઉન્ટમાં ભર્યા અને એફ.ડી. કરી રમેશે તે બધી રકમ દારૂ પીવામાં વાપરી નાખી. હવે મારા ખાતામાં પડેલા રૂપિયા માંગે છે જેને લીધે રોજ બોલવાનું થાય છે. રમેશભાઈએ કહ્યું મારે દારૂ છોડવો છે એટલે જ તો તમારી પાસે આવ્યા છીએ. સ્નેહાબેને કહ્યું, ડૉકટર રમેશેની દારૂ પીવાની ટેવ છૂટી શકે ખરી ? ડૉ.જલપા અને ડૉ.કૌશલે રમેશભાઈ સાથે વાત કરી વિગતો જાણી પછી રમેશભાઈને કલીનીકલ હીપ્નોેથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશે માહિતી આપી સીટીંગ વિશે જણાવ્યું.
રમેશભાઈ સીટીંગ લેવા તૈયાર થતા ટાઈમ નક્કી કરી ડૉ.કૌશલે રમેશભાઈની સીટીંગ શરૂ કરી. સીટીંગ શરૂ થતાં ધીરે ધીરે રમેશભાઈની દારૂ પીવાની ઈચ્છા ઓછી થતી ગઈ. પહેલા દારૂ ન મળતા ડીસ્ટર્બ થતા ગુસ્સો કરી જેમ તેમ બોલતા રમેશભાઈમાં પરિવર્તન આવવા લાગ્યું. હવે તે બધા સાથે સારી રીતે બીહેવ કરતા બધાને રીસ્પેકટ આપવા લાગ્યા અને માત્ર પંદર દિવસની કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગે રમેશભાઈને તેમની પૂર્વ સ્થિતિ કરતા પણ વધુ એકટીવ બનાવ્યા. એન્ટ્રી વગર દારૂ સ્વસ્થતાપૂર્વક જીવનમાં આગળ વધવા લાગતા સ્નેહાએ અને રમેશભાઈએ ડૉ.કૌશલ અને ડૉ.જલપાનો આભાર વ્યકત કરી રૂટીન કામમાં ગોઠવાઈ ગયા.દરેક જાતની ખરાબ આદતો છોડવા, માનસિક મનોશારીરિક સમસ્યાઓ દુર કરવા સંપર્ક કરો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.