તમારૂં ભવિષ્ય સુધારવું એ તમારા હાથમાં છે

સંજીવની
સંજીવની

તેવામાં અમારી સંસ્થા ‘સિકસ્થ સેન્સ રીસર્ચ એસો.એન્ડ હોલીસ્ટીક મેડીસીન’ મુંબઈ તરફથી વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતા ‘પરીક્ષાની અંતિમ તબક્કાની તૈયારી’ ના માર્ગદર્શક પ્રવચનો જેમાં અભ્યાસકાળ દરમ્યાન વિદ્યાર્થીઓને પડતી તમામ મુશ્કેલીઓને આવરી લઈ તે દરેક મુશ્કેલીઓ દુર કરવાના સરળ રસ્તાઓ જેના થકી ઓછા સમયમાં વધુ અભ્યાસ કરી સારા માર્કસ લાવી શકાય તે વિશેની માહિતી છાપા (સમાચાર પત્ર) માં વાંચી સુરેશભાઈના પિતાશ્રીએ અમારો સંપર્ક કર્યો.
નક્કી કરેલા સમય મુજબ સુરેશભાઈ અને તેમના માતા પિતા અમારે ત્યાં આવ્યા, સુરેશભાઈની મન સ્થિતિ વીશે વાતો કરતાં જણાવ્યું કે તે આખો દિવસ સુનમુન બેસી રહે છે. ત્યાર પછી સુરેશભાઈ સાથે થોડી વાતો કરતાં જણાયું કે સુરેશભાઈ પણ આ પરિસ્થિતિમાંથી બહાર આવવા ઈચ્છે છે. એટલે તેમણે સહકાર આપવાની તૈયારી દાખવી.
‘હીપ્નોથેરાપી’ આ વિષય તેમને માટે નવો હતો એટલે તે સર્વેને હીપ્નોટીઝમ જે સુચનાઓ પર આધારીત મનોવિજ્ઞાન છે તે વિશેની માહિતીઓ આપતા ‘હીપ્નોથેરાપી’ પરનો તેમનો વિશ્વાસ વધી ગયો અને સૌની સંમતિથી સુરેશભાઈની સારવાર શરૂ કરવામાં આવી.
સુરેશભાઈ હવે ખુલીને વાત કરતાં જાણવા મળ્યું કે તેમની રાશી મુજબનો ફળાદેશ જે છાપામાં આવે છે તે તેમને ફળતો નથી. તેથી તેઓ પોતાની જાતને અનલક્કી છે. બુંદીયાળ છે તેવું મનોમન સમજવા લાગ્યા. વધુમાં તેઓ માનતા કે તેમનું નસીબ પણ ખરાબ છે જે તેમને આગળ વધતા રોકે છે. સુચનાઓ દ્વારા તેમનામાં પરિવર્તન લાવી એટલે કે હકારાત્મક અભિગમ પોઝીટીવ એપ્રોચ લાવી તેમને સમજાવવામાં આવ્યું કે જન્મનો સમય લખવામાં કે જાેવામાં જાે થોડો ઘણો ફરક હોય તો પણ આવું બની શકે. માટે આ બાબત પર ધ્યાન આપવાને બદલે જાે યોગ્ય મહેનત, પરિશ્રમ કરવામાં આવે તો તમે તમારૂં ભવિષ્ય સુધારી શકો છો. હીપ્નોટીકમ ટ્રાન્સ દરમ્યાન તેમને આપવામાં આવતી પોઝીટીવ સુચનાઓ પોસ્ટ હીપ્નોટીક સજેશનો દ્વારા તેમનો આત્મવિશ્વાસ વધારી ભણવા માટેની પદ્ધતિ સમજાવી તેમને ભણવાનું શરૂ કરી દેવા જણાવ્યું. ધીમે ધીમે સુરેશભાઈમાં હવે પરીવર્તન આવતું. ફળ સ્વરૂપ હવે તે પોતાની મેળે અભ્યાસ કરવા લાગ્યા, અભ્યાસમાં રસ લેવા લાગ્યા,તેમના શિક્ષક તેમને જે કાંઈ પણ સમજાવતા તે બધું જ બરાબર સમજી શકતા. હવે આ બધું જ સારી રીતે યાદ રાખી શકતા. ધીમે ધીમે સુરેશભાઈ વધુ મનપુર્વક ભણવા લાગ્યા અને થોડા દિવસોની સારવાર થકી સાવ નોર્મલ થઈ ગયા અને સમજી પણ ગયા કે નસીબમાં ગમે તે લખ્યું હોય પણ પુરૂષાર્થ વગર કાંઈ મળતું નથી.
આપની આવી કોઈ સમસ્યા હોય તો વિના સંકોચે વિગતવાર લખી શકો છો. સાથે જવાબી કવર મોકલવું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.