તમારૂં ભવિષ્ય સુધારવું એ તમારા હાથમાં છે

સંજીવની
સંજીવની

કુદકે ને ભુસકે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, નીત નવી શોધખોળો એ આ વિશાળ દુનિયાને નાની બનાવી દીધી છે. વર્ષો પહેલા જે વાતો સામાન્ય માણસ વિચારી નહોતો શકતો. તેના કરતાં ઘણું વધારે આજે કરી રહ્યો છે, મેળવી રહ્યો છે, અનુભવી રહ્યો છે અને દુનિયાની સાથે ચાલવાના પ્રયત્નો કરી રહ્યો છે તેમ છતાં માનસિક રીતે હજુ ઘણાં પાછળ છે.હજી સુધી તેના મનમાં ઘર કરી ગયેલા ખોટા વિચારો,ખોટી માન્યતાને વળગી રહ્યો છે.
આજનો બુધ્ધિશાળી માણસ મહેનત કરી જાત મહેનતે આગળ વધવાને બદલે નસીબનું પાંદડું ફરવાની રાહ જાેવે છે અને માની લે છે કે મારા નસીબ જાેર કરે છે.એટલે વગર મહેનતે હું બેઠા બેઠા જ બધું મેળવી લઈશ, મારે કોઈ મહેનત કરવાની જરૂર નથી.
એક નાનું, સુખી અને સંસ્કારી કુટુંબ, સમય સાથે ચાલનારા આ કુટુંબનો નાનો દિકરો સુરેશ, બારમા ધોરણમાં અભ્યાસ કરતો ભણવામાં પણ સારો તેને બીજી બધી વસ્તુ વિના ચાલે પણ છાપા ન્યુઝ પેપર વગર ન ચાલે.સવાર પડે સૌથી પહેલાં છાપુ વાંચવા બેસી જાય, જાે કયારેક છાપુ કોઈ કારણસર મોડું આવે તો છાપાવાળા માણસ પર વરસી પડે. વિચાર કરો કે આ વિદ્યાર્થી કાગડોળે રોજ કેમ છાપાની રાહ જાેતો હશે ? છાપામાં એનાં માટે એવું તેં શું આવતું હશે ? આનો જવાબ ગોતશે તો પણ તમારા મનમાં તેનો સાચો જવાબ નહીં આવે. કેમ કે આ વાત જ કંઈક એવી છે. જાે કે ઘણા માણસો આ વિદ્યાર્થીની જેમ છાપાની રાહ જાેતા બેઠા હોય છે.
બારમા ધોરણમાં અભ્યાસ કરતો સુરેશ છેલ્લા છ આઠ મહીનાથી છાપામાં આવતી રાશી મુજબની ભવિષ્યવાણી વાંચવાનો શોખીન થઈ ગયો હતો એટલે સવાર પડે છાપું આવે એટલે તે રાશી ભવિષ્યનું પાનું ખોલી તેનો દિવસ કેવો જશે, શું કરવું, શું ન કરવું, શેનાથી દુર રહેવું, વિગેરે માહિતીઓ મેળવી લેતો. નિયમિત આ કોલમ વાંચતા, વાંચતા, સુરેશભાઈનો આ શોખ વધુ રંગ પકડવા લાગ્યો. પહેલા તો તેઓ માત્ર વાંચવા ખાતર જ વાંચતા, પણ ધીરે ધીરે તેમાં લખેલી દરેક વાતો વિશે વિચારતા આમ કરતાં કરતાં હવે તેમનામાં એટલું બધું પરિવર્તન આવી ગયું કે છાપામાં લખેલા રાખી ભવિષ્યમાં લખેલ દરેક વાતો મુજબ જ કામ કરતા. તેમનો આ વિષયનો રસ અને વિશ્વાસ ખુબ વધી ગયા હતા એટલે તેઓ છાપામાં આપેલ માર્ગદર્શન અને સલાહ સુચના પ્રમાણે જ આગળ વધતા, જેને હિસાબે તેમનો અભ્યાસ અનિયમિત અને નબળો થવા લાગ્યો. તેમની પરીક્ષાના પરિણામો ખુબ જ નબળા થવા લાગ્યા. પરીક્ષાના પરિણામો નબળા થતા જતા હતા. જેને લીધે તેમની ભણવાની રૂચિ ઓછી થવા લાગી, હતાશા અને ઉદાસીનતા વધવા લાગી. બોર્ડની પરીક્ષા દોઢ મહીના પછી હતી. માટે કેવી રીતે વરસ બચાવવું ? એ પણ મોટી સમસ્યા હતી. સુરેશભાઈના ફેમેલી ડૉકટરની દવા શરૂ કરતાં તેમનું શારીરિક સ્વાસ્થ્ય કથળતું અટકયું, પણ તેમની મનોદશામાં કોઈ ખાસ સુધારો નહોતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.