તમારા વિચારો તમારૂં મનોબળ વધારી શકે છે

સંજીવની
સંજીવની

જીવનમાં સમય બહુ મહત્વનો ભાગ ભજવે છે, કયારે કોનો સમય બદલાશે તે કહેવું મુશ્કેલ જ નહીં અસંભવ છે. બહુ ઓછા કે ભાગ્યે જ કોઈ માણસો સમયનો સાચો તાગ મેળવી શકે છે.આજે દુનિયા આખીના લાખો કરોડો માણસો કોરોના નામની સમસ્યા-બીમારી સામે ઝઝુમી રહ્યા છે.
જે માણસો પ્રસંગોપાત ભેગા થતા હતા.હર્ષોલ્લાસ સાથે પ્રસંગો માણતા હતા.પછી એ બર્થડે સેરેમની હોય,મેરેજ એનીવર્સરી હોય,જનોઈ હોય,સગાઈ હોય, મેરેજ સેલીબ્રેશન માટેના વિવિધ કાર્યક્રમોની ભરમાર હોય, ધાર્મિક કે સામાજીક કાર્યક્રમો હોય, મિત્રો ભેગા થઈ પાર્ટીઓ કરતા હોય છે.પીકનીક જતા હોય વિગેરે આવા અનેક કાર્યક્રમો અને તેની ઉજવણીના કારણે શોધી કાઢે છે અને સૌ પ્રસંગોનો આનંદ લે છે, ‘ના લેતા’ હતા..
કોરોનાએ માણસોને માણસના દુશ્મન બનાવી દીધા છે.બધાએ પોતાની જાતને ઘરમાં કેદ કરી દેવાના,ઘરની બહાર નીકળવામાં જાેખમ, હાથ મેળવવાથી જાેખમ, કોઈપણ વસ્તુના સ્પર્શથી જાેખમ,ખાદ્યસામગ્રીઓને બરાબર કલીન ન કરવામાં જાેખમ, માસ્ક પહેરો, સેનેટાઈઝ કરો તો પણ જાેખમ તો ખરૂં જ.મને લાગે છે કે કોરોના જેટલો ખતરનાક છે તેના કરતાં કોરોના નો ઉભો કરવામાં આવેલો હાઉ-ડર વધારે ખતરનાક છે.દરેક માણસે પોતાનું અને પરિવારનું જાતે જ ધ્યાન રાખવું જાેઈએ જરૂરી તકેદારીઓ રાખવી જ જાેઈએ, સ્વસ્થ રહેવા માટેના દરેક નિયમોનું પાલન કરવું જાેઈએ.
કોરોનાએ એટલી હદે ડરનું વાતાવરણ ઉભું કર્યું છે જેને લીધે અનેક લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. હજારો લોકો એવા છે જેમણે કોરોના કાળમાં ઘરનો ઉંબરો પણ ઓળંગ્યો નથી.કામ ધંધો છોડી લોકો ઘરમાં બેઠા છે, ઘરમાં બેસી કંટાળતા ટીવીની ન્યુઝ ચેનલો જાે ચાલુ કરે છે તો દુનિયાભરના દેશોમાં કોરોનાએ લીધેલા ભરડાના સમાચારો, દેશમાં દરેક રાજયોમાં સતત વધતા કોરોના કેસના આંકડાઓ અને મૃત્યુદરમાં વધારાના સમાચારો સાંભળી વધુ ભયભીત થાય છે.દુનિયા આખીમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. આ વાત ખુબ જ દુઃખદાયી છે.હજી સુધી તેની કોઈ ચોક્કસ દવા નથી શોધાઈ.કયારે શોધાશે ? એ દવા કેટલા સમય સુધી રક્ષણ આપશે ? કયારે આપણે સૌ કોરોનાથી મુકત જીવન જીવી શકીશું ? એ કોઈને ખબર નથી. માટે સૌ કોઈ અલગ અલગ રસ્તો શોધી સ્વસ્થ રહેવાના પ્રયત્નોમાં લાગી ગયા છે.રોજ વધતા જતા આંકડા સાંભળીને, કુટુંબ, સગા સમાજ કે મિત્રોના ઘરના કોરોનાનો ભોગ બન્યાના સમાચાર કોઈપણ માણસને હચમચાી નાખવા પુરતા છે. ઘરની,વડીલોની કુટુંબની જવાબદારી, ઈન્કમ કહેવા પુરતી ખર્ચાઓની વણઝાર અને કોરોનાનો ડરમાનસિક રીતે તોડી પાડે છે.એટલે જ અનેક માણસો ડરનો ભોગ બન્યા છે તો અનેક ડિપ્રેશનમાં સરી પડયા છે.
આવી જ પરીસ્થિતિનો ભોગ બનેલા યુવાન પ્રકાશભાઈ તેમના પિતા રમેશભાઈ અને માતા પ્રીતીબેન સાથે આવ્યા. રમેશભાઈએ જણાવ્યું કે પ્રકાશ ખુબ જ હોંશિયાર છે, આજ સુધી દરેક કામ પોતાની બુધ્ધિશક્તિ, આવડત સાથે પૂરા કર્યા છે.પ્રકાશને કયારેય કોઈ કામ માટે કહેવાની જરૂર નથી પડી.તે ખુબ સમજુ છે છતાં ૩-૪ મહીનાથી તેની વાતચીત વર્તન બદલાઈ ગયું છે.અચાનક ગમે ત્યાં ખોવાઈ જાય છે, જાણે કોઈ ગંભીર વિચારો કરતો હોય તેને પુછીએ કે શું વિચારે છે ? જવાબમાં કાંઈ નહીં કહી પાછો ખોવાઈ જાય છે. કયાંય જતો આવતો નથી.કોઈને ફોન પણ કરતો નથી તેનો કોઈ ફ્રેન્ડનો ફોન આવે તો ટુંકી વાત કરી ફોન મુકી દે છે.તેની સુનમુનતા અને એકલતા અમને વધુ ચિંતાતુર કરે છે.તમે જ એવું કાંઈ કહો અમારો દિકરો નોર્મલ થઈ જાય. પ્રકાશભાઈ સાથે વાત શરૂ કરતાં જ તેમણે જણાવ્યું કે તેમની જાેબ જતી રહી છે.ફાધરની તબિયતને કારણે મેં જ જાેબ છોડાવી દીધી.કોરોનાને લીધે નવી જાેબ માટે અનેક એપ્લીકેશન પછી પણ જાેબ નથી મળી.ખરેખર ઘરની જવાબદારી મંે લીધી ને પાંચ છ મહિનામાં જાેબ જતા ચિંતા વધી ગઈ એટલે કાંઈ સુઝતું નથી.તેમાં કોરોનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.ઘરની બહાર જવાનો વિચાર પણ મને હચમચાવી નાખે છે.
પ્રકાશભાઈની વાતમાં તેમની આજની સ્થિતિનું કારણ સ્પષ્ટ થતાં હિપ્નોથેરાપી વિશેની જનરલ ઈન્ફર્મેશનો આપી તેમના મનમાં ઉદભવેલા સવાલોના સંતોષકારક જવાબો મળતા હિપ્નોથેરાપી દ્વારા તેમની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. જેના થકી તેમનામાં રહેલા ડર દુર કરી તેમનો આત્મવિશ્વાસ ધીરે ધીરે વધતા તેમને પોતાની એબીલીટી અને કેપીસીટી પણ ઈપ્રુંવ થઈ રહી છે તેનો અનુભવ થવા લાગ્યો.ઘરમાં અને બહાર બધા સાથે સારી રીતે વાત કરવા લાગ્યા.જેમ જેમ હિપ્નોથેરાપી લેતા ગયા તેમ તેમ વધુ સારી રીતે તેમના દરેક કામ કરતા ગયા અને જાેબ શોધવાનું શરૂ કરતાં જ ગણતરી કરતાં સારી જાેબ મળી જતાં સર્વેના આનંદનો પાર ન રહ્યો.હીપ્નોથેરાપી માનસિક રોગોમાં, ડર દુર કરવામાં, આત્મવિશ્વાસ તેમજ સ્ટડીમાં ઈન્ટસ્ટન્ટ વધારવામાં વિ.માં ખુબ જ ઉપયોગી છે.સેલ્ફ ઈમ્પ્રુવીંગ ઓડીયો સીડી, સેલ્ફ હિપ્નોટીઝમ શિખવા મનોરંજક કાર્યક્રમ માટે મળો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.