તમારા નસીબના દ્વાર તમે જ ખોલી શકો છો

સંજીવની
સંજીવની

રોજ સવારે સુરજ ઉગે અને સાંજે અસ્ત થાય છે. સાંજ પડે ચાંદ નીકળે છે તે સવારે સુરજ ઉગતાં ચાંદ અસ્ત થાય છે. આ સમય દરમ્યાન હજારો, લાખો કે કરોડો નાના મોટા જીવસૃષ્ટી પર પેદા થતા હશે અને કેટલાય જીવો મૃત્યુ પામતા હશે. માણસ અને અમુક મોટા જાનવરો સિવાય કોઈના જન્મની કે મૃત્યુની નોંધ લેવાતી નથી. નાના જીવોના જન્મ અને મૃત્યુની નોંધ લેવી આ ચેલેન્જીંગ વાત છે જે પ્રેકટીકલી પોશીબલ નથી.
ઘણાં એવા દ્રશ્યો આપણી નજરે ચડતા હોય છે પણ આપણે એ દ્રશ્ય પરના ધ્યાન નથી આપતા. કેમ કે તેના કરતાં વધુ ઈમ્પોર્ટન્ટ કામમાં બીઝી હોઈએ છીએ. રસ્તે ચાલતા મારી નજર એક મકોડા પર પડી તે બીજા એક મકોડાને ઉંચકીને જતો હતો. આમ તો આ સામાન્ય વાત છે પણ મને મકોડામાં રસ પડયો,વિચાર આવ્યો કે કોણ જાણે કયાંથી કેટલે દુરથી બીજા મકોડાને ઉંચકીને આવ્યો હશે. શું એ મકોડો બીમાર હશે ? ઘાયલ હશે ? કે મૃત્યુ પામ્યો હશે.. આ મકોડો બીજા મકોડાને ઉંચકીને લઈ જાય છે.તેનું કાંઈક તો કારણ હશે જ. જાે એ લોકોના ડૉકટર હોસ્પિટલ હોત તો કદાચ ત્યાં લઈ જતો હોઈ શકે તેવું વિચારી શકત. તો શું એ તેના ઘેર લઈ જતો હશે, કદાચ કોઈ ફેમીલી મેમ્બરહોય કે પછી તેને દફનાવવી લઈ જતો હશે ? આ મકોડો કેમ બીજા મકોડા માટે આટલી તકલીફ લઈ રહ્યો છે ? આટલી વારમાં આટલા વિચારો આવ્યા તેટલી વારમાં આ મકોડો સારી એવી મંજીલ કાપી ચુકયો હતો. પહેલા કેટલા ફૂટ દુરથી એ આ રીતે આવ્યો તે તો તે જ જાણે. પણ મારી નજર પડી અને મેં ઓબ્ઝર્વ કર્યું તે પ્રમાણે ત્યાંથી લગભગ ૬૦-૭૦ ફુટ સુધીની મકોડાની આ મુસાફરીનો હું આઈ વીટનેસ હતો. આ સીમેન્ટ કે ડામરનો સીધો રોડ નહીં એક ગામનો ખાબડ ખુબડ રસ્તો જ્યાં રસ્તામાં નાના મોટા ખાડાઓ, પથરા, ઘાસફુસ જેવા અનેક અવરોધોનો સામનો કરતો આ મકોડો અવિરત આગળ વધી રહ્યો હતો. એટલું જ નહીં ઉંચકેલો મકોડો એક પણ તેની પકડમાંથી છુટી નીચે નહોતો પડયો. એ સમયે મારી પાસે વીડીયો કેમેરો હોવો જાેઈતો હતો. ત્યાર પછી એ કેટલું આગળ ગયો હશે તે તો તે જ જાણે. મેં જે જાેયું ત્યાં સુધી એક જ સ્પીડે તે આગળ વધી રહ્યો હતો. કોણ જાણે બીજી કેટલી મંજિલ તેને હજુ કાપવાની બાકી છે..
માણસો જીવનની દોડમાં એકલા દોડતાય થાકી જઈએ છીએ. કયારેક દોડ અધુરી મુકી દઈએ છીએ અને કહી દઈએ છીએ કે, મારા માટે નકામું છે. આમાં કોઈ ફાયદો દેખાતો નથી. તો પછી આ દોડમાં જાેડાયા શું કામ ? દોડ શરૂ કરતાં પહેલાં શું નહોતું વિચાર્યું ? પણ દ્રાક્ષ હાથ ન આવી એટલે તે ખાટી છે, હતી માટે છોડી દીધી. આ જ તો ફરક છે હોંશિયાર માણસોને મીયા પડે તોય તગડી ઉંચી જેવી વાત છે. મોટા ભાગે દરેક માણસો એમ જ વિચારતા હોય છે કે તેઓ જે વિચારે છે જે કાંઈ કરે છે એ જ સાચું છે. સાચું હોય તો તેના જેવું સારૂં કાંઈ નહીં પણ ખોટું હોય તોય પોતાનો કક્કો જ સાચો છે તેવું માને છે.
અગાઉથી નક્કી કરેલા સમયે પ્રવિણભાઈ આવ્યા. હું અને ડૉ.કૌશલ બેઠા હતા. પ્રવિણભાઈએ આવી બેસતા જ તેમની વાત શરૂ કરી જણાવ્યું કે, સાહેબ મને બિઝનેસમાં ખુબ રસ છે. મારે બીઝનેસ જ કરવો છે. અત્યાર સુધીમાં ત્રણ ચાર અલગ અલગ બીઝનેસ કર્યા પણ એકેયમાં હું સેટ ન થઈ શકયો. મને લાગ્યું કે, બીઝનેસ કરવો એ કદાચ મારા નસીબમાં જ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.