તકદીર બદલવું છે ? તો માનસિકતા બદલો બીઝનેસ નહીં

સંજીવની
સંજીવની

દરેક સારા કે ખરાબ કામો માણસ જ કરે છે પણ જાે સારા કામ થાય તો મેેં બીજાની ભુલ ગણાવી દે છે. બધાને સારા કામની ક્રેડીટ જાેઈએ છે પણ ભુલ થઈ હોય તો તે સ્વીકારવાની હિંમત હજુ બધા માણસો નથી કેળવી શકયા જે ભુલ થઈ છે તે ભુલ-મિસ્ટેક બીજી વાર ન થાય તેનું ધ્યાન રાખે તે માણસ જીવનમાં અચુક આગળ વધે છે પણ આજની પરીસ્થિતિ જુદી છે. દરેક માણસ બીજાને સુધારવાનો પ્રયત્ન કરે છે પોતાને સુધારવાના કોઈ પ્રયત્નો નથી કરતા. આટલી સીધી વાત પણ નથી સમજતા કે જાે બીજા માણસો સુધરશે તો તેનો ફાયદો તેમને જ થશે. ખરેખર તો દરેક માણસો જ પરીસ્થિતિઓ પેદા કરે છે અને દોષનો ટોપલો બીજા પર ઢોળે છે, અથવા પોતાના નસીબ, તકદીર પર પોતે જ પોતાની જાતને કોષે છે, કહે છે મારૂં તકદીર જ ખરાબ છે, જશ કે સફળતા મારા તકદીરમાં જ નથી. ખરેખર તો દરેક માણસ જ પોતાના તકદીર, નસીબના ઘડવૈયા જ છે. જેને માટે તે માણસમાં પોતાના પર કે આવડત પર વિશ્વાસ નથી. કર્મ એટલે કામ કરતા રહેવામાં નહીં, નસીબ-તકદીરનું પાસુ ફરવાની રાહ જાેઈને બેસે છે, જીવન નીકળી ગયું, કામ કરવાના વર્ષો વેડફાઈ ગયાના રોદણાં રડે છે તે કયાંથી આગળ વધવાના ? જેમને ખરેખર આગળ વધવું છે તેમણે જીવનની દરેક પરીસ્થિતિઓ સ્વીકારી, સતત મહેનત કરતા રહી આગળ વધવા જરૂરી પ્રયત્નો કરતા રહેવું જાેઈએ. દરેક માણસના યોગ્ય પ્રયત્નો જ તેના તકદીરનું પાસું ફેરવવા સક્ષમ છે.
એક સાંજે રાજેશભાઈ અને તેમના વાઈફ સુજાતાબેન પરફેકટ હેલ્થકેર સેન્ટર પર આવી ડૉ. કૌશલ સાથે રાજેશભાઈ વાત શરૂ કરવા જણાવ્યું કે, સાહેબ મને લાગે છે કે મારો પ્રોબ્લેમ મારૂં તકદીર છે. જે મને આગળ નથી વધવા દેતું કે નથી કોઈ કામમાં સ્થિર, એસ્ટાબ્લીસ થવા દેતું જેને લીધે છેલ્લા દસ વર્ષમાં મેં જુદા જુદા પંદર, સત્તર બીઝનેસ કર્યા પણ એકેમાં સેટ નથી થઈ શકયો. કયારેક કોઈ કામ થઈ જાય છે પણ રેગ્યુલર તે કોઈ કામ નથી થતા એટલે જ આટલા વર્ષોમાં કાંઈ બની ન શકયો કે કોઈ એક બીઝનેસમાં સેટ ન થઈ શકયો છતાં હજુ અલગ અલગ બીઝનેસ કરી કોઈ એકદા બીઝનેસમાં સેટ થવાના પ્રયત્નો કરૂં જ છું. હું જે બીઝનેસમાં જાઉં કે થોડા મહીનાઓમાં જ તેમાં મંદી આવી જાય અને મારી બીઝનેસમાં સેટ થવાની મહેનત બધી નકામી જાય.એ તો મારા તકદીરનો દોષ ગણાય ને ? પણ સુજાતા આ વાત નથી સમજતી. મને જબરજસ્તી તમારી પાસે લઈ આવી છે. તમે જ કહો, તમે શું ભગવાન છો કે મારૂં તકદીર બદલી શકવાના ? ડૉ.કૌશલ રાજેશભાઈને કોઈ જવાબ આપે તે પહેલાં જ સુજાતાબેને રાજેશભાઈને રોકીને કહ્યું રાજેશ એકદમ નેગેટીવ માણસ છે. અમારી આઠ વર્ષની મેરેજલાઈફમાં મેં તેને પોઝીટીવ એપ્રોચ કે કંપલીટ કોન્ફીડન્સ સાથે કયારેય આગળ વધતા નથી જાેયો. વાતોના તડાકા મારવામાં એક્ષપર્ટ છે. મારા માટે ડ્રેસ કે રાજેશ માટે શર્ટ પેન્ટ લેવા જઈએ ત્યારે વારાફરતી અલગ અલગ પેર સીલેકટ કરે એક પેર કપડા લેવામાં પણ અનેક વાર માઈન્ડ ચેંજ કર્યા પછી પણ કન્ફયુઝ રહે. એક પેર કપડાં માટેના સીલેકશનમાં બે કલાક પણ ઓછા પડે છે. દુકાનનો સેલ્સમેન પણ કંટાળી જાય છેવટે મારે જ તેના કપડાં સીલેકટ કરવા પડે. રાજેશને ખબર પડે કે ડાયમંડ માર્કેટમાં તેજી છે તો ત્યાં જશે, શેરબજારમાં તેજી દેખાય તો ત્યાં દોડશે, સ્ટીલબજાર, ચીલ્ડ્રનવેર, ઈલેકટ્રીક ગીફટ, આર્ટીકલ, કોમ્પ્યુટર, ડીટરજન્ટ પાવડર, ફીનાઈલ વિગેરેના બીઝનેસ કરી ચુકયો છે પણ કોઈ એકમાં આઠ, દશ મહીના પણ પુરૂં નથી મહેનત કરતો અને દોષ તકદીરનો કાઢે છે. આજ તેનો માઈનસ પોઈન્ટ છે, અધરવાઈઝ બાઈ નેચર ડી ઈઝ ટુ ગુડ.ડૉ.કૌશલે કહ્યું, રાજેશભાઈ દરેક માણસ પોતાનું તકદીર પોતે બનાવતો હોય છે. જેને માટે જાેઈએ ધીરજ, યોગ્ય અને પુરતી મહેનત અને પોઝીટીવ એપ્રોચ સાથે સેલ્ફ કોન્ફીડન્સ પણ ખરો જ. તમારા વાઈફની વાત સાચી છે અને તે તમને અહીં સમજી વિચારીને જ લાવ્યા હશે.કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી દરેક જરૂરી ચેન્જીસ તમારામાં લાવતા તમે જ તમારૂં તકદીર બદલી શકશો. બીજા થોડા સવાલ જવાબથી રાજેશભાઈને આ થેરાપીમાં રસ પડયો એટલે હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ ખરેખર શું છે તેવો સવાલ કર્યો. જેના જવાબમાં ડૉ.કૌશલે વિગતવાર જણાવતાં તે સામેથી ટ્રીટમેન્ટ માટે તૈયાર થયા. ટ્રીટમેન્ટ માટેનો સમય નક્કી કરી, રોજ ટાઈમ ટુ ટાઈમ આવશો તો ઝડપી ફાયદો અચુક મેળવી શકશો અને તમારૂં તકદીર વહેલાસર બદલી શકશો.
નોર્મલ ફોર્માલીટી પુરી કરી. રાજેશભાઈની ટ્રીટમેન્ટ જેને સીટીંગ કહેવામાં આવે છે તે શરૂ કરી. બીજા દીવસની સીટીંગ લીધા પછી રાજેશભાઈએ કહ્યું, આ સાવ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ છે. જેના વિશે મને ખબર જ ન હતી. બે દિવસમાં જ બધું જુદુ જુદુ લાગે છે. જાણે બધું બદલાઈ રહ્યું છે અને આખો દિવસ મન શાંત રહે છે. જેમ જેમ રાજેશભાઈ સીટીંગ લેતા ગયા તેમ તેમ તે વધુ એકટીવ થતા ગયા, પોઝિટીવ થતા ગયા. બીજી થોડા દિવસની સીટીંગ્સો પછી તો વધુ સીન્સયરલી અને નવા કોન્ફીડન્સ સાથે કામ કરવા લાગ્યા. થોડા દિવસ પહેલાં સુધી અસફળ-અનસકસેસ થતાં તકદીરને દોષ દેતા હતા. તેમને હવે સમજાવા લાગ્યું કે, વાંક તકદીરનો નહીં મારો જ હતો. તેમણે અનુભવ્યું કે આટલા કોન્ફીડન્સ સાથે પહેલાં કોઈ કામ કર્યું જ નથી જે આજે કરી શકે છે. તેમને ખ્યાલ આવી ગયો કે જેમ જેમ તેમના માઈન્ડને પ્રોગ્રામ કરવામાં આવે છે તે તેમજ કામ કરે છે. સુજાતાબહેન રાજેશભાઈમાં આવેલા ચેન્જીશોથી ખુશ હતા. રાજેશભાઈ પોઝીટીવ થતાં તેમનું માઈન્ડ રાઈટ ડાયરેકશનમાં જ આગળ વધતું તેમણે નક્કી કરી લીધું કે, હવે આ જ બીઝનેસ લાઈફ લોંગ કરીશ. રોજ પહેલાં કરતાં વધુ સારી રીતે એસ્ટાબ્લીશ થતો ગયો છું. ટર્નઓવર પણ વધી રહ્યું છે, રાજેશભાઈ તેમનું તકદીર બદલાવાનો સંપૂર્ણ શ્રેય ડૉ. કૌશલને અને તેમની સીમ્પલ છતાં જબરજસ્ત ઈફેકટીવ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગને આપી બંનેને આભાર વ્યકત કરી સેલ્ફ હીપ્નોટીઝમના નેકસ્ટ બેચમાં ગમે તેમ કરી બંનેવને એકોમોડેટ કરવા રીકવેસ્ટ કરી તેનું ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી લીધું. સેલ્ફ હીપ્નોટીઝમ , હીપ્નોથેરાપી કે સ્ટુડન્ટો માટેની મેમરી ટ્રેનીંગ અને પર્સનાલીટી ડેવલપમેન્ટ માટે સંપર્ક કરો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.