‘ડર’ જીવનમાં અશાંતિનો મહાસાગર સર્જી શકે છે

સંજીવની
સંજીવની

ડર વિશે આપ ઘણું બધું સાંભળવા આવ્યા છે વાંચતા આવ્યા છે અને તેથી ય વિશેષ આપમાંના મોટા ભાગના દરેક એક યા બીજા પ્રકારના ડરને અનુભવી ચૂકયા હશો એટલું જ નહીં અમુક માણસોના જીવનમાં કોઈ ડર જીવનનો એક ભાગ બની ગયેલો પણ જાેવા મળે છે.ડર અનેક જાતના છે કયારેક કોને કઈ જાતનો ડર લાગવાનો શરૂ થશે તે કોઈ જાણતું નથી પણ ડર સુખરૂપ ચાલતા જીવનમાં અશાંતિનો મહાસાગર સર્જી શકે છે.

આન-બાન શાનથી એકવીસમી સદીમાં આગેકુચ કરી રહેલા કોઈપણ સાયન્ટીસોએ એવી કોઈ દવાઓ નથી બનાવી જેખાવ, લો એટલે ડર તમારાથી ડરી જાય, ભાગી જાય, જેમ માથાનો દુઃખાવો દૂર કરવા પ-૬ ગોળીઓ (દવાઓ) છે, પેટના દુઃખાવા માટે, હાથ પગના દુઃખાવા માટે, દાંતના દુખાવા માટે ગોળીઓ હોવી જાેઈએ જેવી કે ઉંચાઈના ડર માટે, કુતરા બીલાડીના ડર માટે, કોક્રોચ ગરોળી માટે, અંધારાના ડર માટે, એકલતાના ડર માટે, અસફળતાના ડર માટે આમ આ અને આવા બીજા બધા જ ડર માટે સેપ્રેટ ગોળી હોય તો કેવું સારૂં ? પણ મને લાગે છે કે દુનિયાભરના કોઈપણ સાયન્ટીસો જે નીત નવી દવાઓ બનાવે છે તેમાંના કોઈના મનમાં ડર દુર કરવા માટે કોઈ દવાઓ બનાવવાનો વિચાર સુધ્ધાં નથી આવ્યો લાગતો નહીં તો કદાચ અત્યાર સુધીમાં અનેક ડર માટેની ગોળીઓ, કેપ્સ્યુલ કે ઈંજેકશનો બની ગયા હોત.

‘ડર’ સિધ્ધાંતવાદી છે તે જયારે કોઈની પણ પાસે જાય છે ત્યારે તે પુરૂષ સ્ત્રી કે બાળક છે, ગરીબ છે કે અમીર તે વ્યાપારી, સેલ્સમેન,વકીલ કે પોલીટીશીયન છે એ નથી જાેતો બસ એને એટલે ડરને, જેની પાસે જવાની ઈચ્છા થાય તેની પાસે તે પોતાની રીતે પહોંચી જાય છે અને તેની મરજી મુજબ મુકામ કરે છે તેવી સામાન્ય સમજણ છે.હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ ‘ડર’ દૂર કરવાનો ડરમાંથી બહાર આવવાનો સચોટ ઈલાજ છે.

એકસપર્ટ ઈમ્પોર્ટનો બહોળો બીઝનેસ કરતા સંજાેગભાઈ બધી વાતે ખૂબ સુખી, વિશાળ પ્રેમાળ સંયુકત કુટુંબ, સમજુ પત્ની, હોંશિયાર બાળકો, સારો અંડરસ્ટેન્ડીંગ નેચર ધરાવતા નાના ભાઈઓ, તેમના વાઈફ અને બાળકો આજના સમયમાં ભાગ્યે જ મને તેવો સ્ટાફ અને કોઓપરેટીવ કલાયન્ટોને લીધે પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માનતા. આ સુખના સારથીને દુઃખનો ભેટો થઈ ગયો.મોટો બીજનેસ, પાંચ બ્રાન્ચો, ત્રણ કંપનીઓ ચલાવતા સંજાેગભાઈને ત્યાં ઘરે અને બધી ઓફિસોમાં ઈન્કમટેક્ષની રેડ પડી. ઓફિસરોએ બધું ચેક કર્યું પણ ૪-પ દિવસ બગડયા. સંજાેગભાઈના મન પર આ રેડની ઘેરી અસર પડી. રેડને લીધે શીડયુલ ડીસ્ટર્બ થઈ ગયા.શીપમેન્ટ ડીલે થતા અમુક ઓર્ડર કેન્સલ થઈ ગયા, તૈયાર માલ ઘરજમાઈ થઈ ગયો.આમ રોજ મેન્ટલ સ્ટ્રેશ અને ડીસ્ટર્બન્સ વધતું ગયું.ચાર એકસપોર્ટ અટકી ગયા એટલે રૂપિયાના ટર્નઓવર અટકી પડયા.માર્કેટમાં ગુડવીલ પર અસર પડવા લાગી. મુડી તુટતાં દેવું વધવા લાગ્યું તેમ છતાં હિંમત રાખી બીઝનેસ ચાલુ રાખ્યો તેમની સારી ગુડવીલને લીધે ફરી બીજનેસ સેટ થઈ ગયો.

સંજાેગભાઈ પહેલા પોતાના રૂપિયે ધંધો કરતા હવે બીજાના રૂપીયે ધંધો કરતા એટલેથોડા ટેન્શનમાં રહેતા. પરીસ્થિતિએ તેમને થોડા નબળા કરી દીધા વધુ નુકશાન ન જાય તે માટે સાવચેતીપૂર્વક આગળ વધતા ડરી ડરીને બીઝનેસ કરવા લાગ્યા.ગમે ત્યારે તેમના કે કોઈના પણ મોબાઈલની રીંગ આવે ડરી જતા.કયારેક અજાણ્યા નંબરના ફોન લેવાનું ટાળતા,અજાણી વ્યક્તિ એડ્રેસ પુછે તો ડર લાગે, ઘરની ડોરબેલ વાગે તે સાંભળી મનમાં ધ્રાસકો પડે,રસ્તામાં કોઈને લડતા ઝગડતા જોવે તો પણ ડીસ્ટર્બ થઈ જાય.સંજાેગભાઈની તકલીફો વધતા ફેમીલી ડૉકટરની દવા લીધી,આરામ કર્યો પણ સંતોષજનક સુધારો ના જણાયો.સંજાેગભાઈની દુકાનમાં લાંબી ગેરહાજરીથી તેમના ફ્રેન્ડકમ કલાયન્ટ ઘરે આવ્યા તેમનું ઘરે રહેવાનું કારણ જાણી તેમણે કોઈ રીલેટીવને ફોન કરી અમારો નંબર લઈ અમને ફોન કરી સંજાેગભાઈ માટે એપોઈન્ટમેન્ટ લઈ અમારી ડીટેલ તેમને આપી.

બીજા દિવસે સંજાેગભાઈ તેમના વાઈફ પુનીતાબેન અને તેમનો નાનો ભાઈ સુજલ અમારે ત્યાં આવ્યા. ત્રણે જણા પાસેથી કેસની વિગતો લીધી. હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ સંજાેગભાઈને હાલની પરિસ્થિતિમાંથી બહાર લાવી નોર્મલ કરી શકે છે તે સાંભળતાં જ બધાએ હાશકારો અનુભવ્યો. ત્યાર પછી અમે જણાવ્યું કે, થોડા દિવસો નિયમિત ટ્રીટમેન્ટ લેવી પડશે જે તમને પહેલા કરતાં પણ બેટર બનાવી દેશે.

સંજાેગભાઈ પુનીતાબેન અને સુજલભાઈને હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશે વિગતવાર માહીતીઓ આપી.
તેમના મનમાં રહેલા દરેક સવાલોના જવાબોથી તેઓ સંતુષ્ટ થયા એટલે તુરંત જ હિપ્નોથેરાપી શરૂ કરવા જણાવ્યું.આ સારવાર દરમ્યાન નિયમિતતા જાળવવી જરૂરી છે તે જણાવી સારવાર માટે દરરોજ આવવાનો સમય નક્કી કર્યો. સંજાેગભાઈને કંપની માટે કોઈપણ એક સભ્યને સાથે આવશે તેમ જણાવ્યું.

બીજે દિવસે સંજાેગભાઈ તેમના વાઈફ પુનીતબેન સાથે સારવાર લેવા નક્કી કરેલા સમયે આવી ગયા. પેપર ફોર્માલીટી પતાવી તેમની સમસ્યાઓનું લીસ્ટ જે લખી લાવ્યા હતા તે સમસ્યાઓ દૂર કરવા માટે હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની પ્રક્રિયા શરૂ કરી.
આ સારવાર વિશેની પુરતી માહીતીઓ મેળવી લીધી હોવાને લીધે તેઓ ફાયદાઓ મેળવવા આતુર હતા. સારવાર શરૂ થતાં તેમનો આત્મવિશ્વાસ લેવલ ઓફ સેલ્ફ કોન્ફીડન્સ વધવા લાગ્યો.ડર દૂર થવા લાગ્યો.બીઝનેસમાં થયેલા નુકશાનને કેવી રીતે નફામાં બદલવું તે અંગે તેમના માઈન્ડમાં પોઝીટીવ આઈડીયા આવવા લાગ્યા અને આ સારવારના સાતમા દિવસથી પૂર્ણ રીતે બીઝનેસમાં લાગી ગયા.બીજા થોડા દિવસોની સારવારમાં ચડતી પડતીના કુદરતના ક્રમને સ્વીકારી નીડરતાપૂર્વક આગળ વધવા લાગ્યા.હવે મોબાઈલની રીંગ કે ડોરબેલ તેમને સામાન્ય લાગવા લાગી અને લડતા ઝગડતા કે અજાણ્યા માણસોને પણ સારી રીતે ટેકલ કરા લાગ્યા.સંજાેગભાઈ અને તેમના પરિવારને તો જાણે આ ચમત્કાર લાગ્યો કે વગર દવાઓ માત્ર થોડા દિવસોમાં સંજાેગભાઈમાં ન માની શકાય તેવા પરિવારનો આવ્યા.આ વાતે તેમનો આ સાયન્સ અને અમારા પરનો વિશ્વાસ વધારી દીધો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.