જીંદગીની લડાઈમાં હારી ગયેલ કેસને જીતાડતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

દરેક સજીવોમાં માણસો એક માત્ર એવા છે જેમના પર કુદરત મહેરબાન છે. એટલે જ અન્ય દરેક સજીવોની કંપેરીઝનમાં માણસોમાં બુધ્ધિ, વિચારશક્તિ, સમજણ શક્તિ, કંઈક નવું કરવા માટે કલ્પનાશક્તિ, ક્રીયેટીવીટી અને આ દરેકને જાહેર કરવા, વ્યકત કરવા બોલવાની શક્તિ (વિવિધ ભાષાઓ)જે માણસો પાસે છે, અલગ અલગ અલગ અભ્યાસક્રમો દ્વારા દરેક પોતાના મનગમતા વિષયો-સબજેકટમાં સ્ટડી કરે તે ફીલ્ડમાં આગળ વધે છે.પોતાની કેરીયર શરૂ કરે છે અને દરેક માણસો ઓછા વધુ અંશે તેમાં સફળતા મેળવી જીવનમાં આગળ વધે છે.સમાજમાં પોતાની એક આઈડેન્ડીટી ક્રીએટ કરે છે, રૂપિયા કમાય છે.પોતાની પસંદગી પ્રમાણેની લાઈફ જીવે છે અને તેને પોતાની રીતે એન્જાેઈ કરે છે.
કુદરત પણ કમાલની છે માણસ ગમે તે ફિલ્ડમાં કામ કરતો હોય દરેકને કયારેકને કયારેક એકબીજાની જરૂર પડતી જ હોય છે.એપોઈન્ટમેન્ટ પ્રમાણે પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં સીંગલ બોડી ધરાવતા બે ભાઈ અમારી કેબીનમાં આવ્યા અને કહ્યું, સર, મારા બનેવી સુરેશભાઈ પારેખ દસેક વર્ષ પહેલાં તમારી પાસે સેલ્ફ હિપ્નોટીઝમ શીખ્યા છે તેમણે જ કહ્યું હતું કે, બી. કુમારજી તેમના સન ડૉ.કૌશલ અને ડૉ.જલપા સાયકોલોજીકલ અને સાયકો સોમેટીક પ્રોબ્લેમોની ટ્રીટમેન્ટ સકસેસફુલી કરે છે.મારા આ ફ્રેન્ડ માટે તમારી પાસે આવ્યા છીએ,હું દિપક દોશી ટેકસ કન્સલટન્ટ છું અને મારો ફ્રેન્ડ રોનક દીવાકર એડવોકેટ છે.હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના કેસ લડે છે.બોરીવલી અને પ્રાર્થના સમાજમાં તેની ઓફિસ છે.છેલ્લા બે ત્રણ વર્ષમાં ચાર પાંચ વાર બીમાર પડયો.પહેલા ટાઈફોઈડ થયો. પછી હાર્ટએેટેક આવ્યો.પછી કમળો (જેન્ડીસ) થયો.ગોલ બ્લેડર કાઢવું પડયું.કોર્ટમાં દાદરો ઉતરતા પડી ગયો. જમણા પગમાં સ્ટીલરોડ લગાવવો પડયો અને હાથમાં પણ ફેકચર આવ્યું ત્યારે વધારે ઘરે રહેવું પડયું. ટીવી સીરીયલો અને મુવી જઈ કંટાળ્યો એટલે બુકસ અલગ અલગ સબજેકટ પર વાંચવાનંુ શરૂ કર્યું.તેમાં કર્મના સિદ્ધાંતો વિશેની બુક રસ પડતાં ત્રણ વાર બુક વાંચી પછી સારૂં થતાં કામ શરૂ કર્યું.આઠ દસ દિવસે એકાદ વાર સુપ્રિમ કોર્ટના કામે દિલ્હી જવું પડતું તો કયારેક રોકાવું પડતું.વારંવાર બીમાર થતાં તે ઢીલો પડી ગયો હતો તેવામાં પાછો બીમાર થયો.રીપોર્ટો કરાવતાં ખબર પડી કે કીડનીનું કેન્સર છે. ઈમીજેટ સર્જરી કરી એક કીડની કાઢવી પડી પાછો કંપલસરી આરામ આવ્યો આ વખતે તે ભાંગી પડયો.કર્મના સિદ્ધાંતો વિશે વાંચેલું યાદ આવ્યું તે વધુ ડીપ્રેસ થયો.કોઈની સાથે વાત નથી કરતો, નથી ખાવા પીવામાં ધ્યાન આપતો, ગમે ત્યારે રડવા લાગે છે અને કહે છે હવે મારી બચવાની કોઈ શકયતા નથી. હોસ્પિટલ દવાના ખર્ચા વધતા જાય છે, કામ બંધ થઈ ગયું છે, તબિયતને લીધે નવા કલાયન્ટો કે કોર્ટ એટેન્ડ કરી શકતા નથી.માઈન્ડ ડીસ્ટર્બ રહે છે એટલે સ્ટાફને પણ પ્રોપર ગાયડન્સ આપી કામ કરાવી શકતા નથી.જેને લીધે તેની વાઈફ અને છોકરાઓ જે કોલેજના છે બધાની ચિંતા વધી ગઈ છે.ફેમીલી ડૉકટર સાહેબનું કહેવું છે કે હવે કોઈ વાંધો નથી, સર્જરીની રીકવરી પણ સારી થઈ રહી છે પણ રોનક કોઈ વાત સાંભળવા કે સમજવા તૈયાર નથી.અમને જાણવા મળ્યું છે કે તમે આવા અનેક પેશન્ટોને સારા કર્યા છે.રોનકને પણ તમારી ટ્રીટમેન્ટ આપો એટલે અમારા બધાની ચિંતા દુર થાય.દિપકભાઈની વાત પુરી થતાં મેં રોનકભાઈને પુછયું.આ સિવાય તમારે કંઈ કહેવું છે ? જવાબ આપતાં રોનકભાઈએ કહ્યું સાહેબ કર્મના સિદ્ધાંતોએ મારી આંખ ઉઘાડી દીધી અને ઉંઘ ઉડાડી દીધી છે.અમારૂં પ્રોફેશન જ એવું છે કે, અમારા અસીલને બચાવવા અનેક બાબતોમાં અમારે સાચાનું ખોટું કે ખોટાને સાચું સાબિત કરવું પડે.એક ખોટી વાત માટે બીજા સૌ ખોટા બોલવા પડે.અસીલ જીતી જાય તો તે અભિનંદન આપે થેંકયુ કહે, કોઈ વધારામાં ગીફટ આપે અને સામેવાલા બદદુઆ આપે.અમે કેસ જીતીએ કે હારીએ અમને દુઆ અને બદદુઆ બંનેવ પક્ષો તરફથી મળવાની.મને લાગે છે કે આ મારા કર્મોના ફળ ભોગવી રહ્યો છું.મારી સાથે મારૂં ફેમીલી પણ તકલીફો કહ્યું કે, કુદરત તમારી પરીક્ષા લઈ રહ્યું છે અને તમારે તેમાં પાસ થવાનું છે.કદાચ એટલે જ તમારા કોઈ સારા કર્મના ફળ રૂપે તમને અમારી પાસે આવવાનું થયું, ઈશ્વર પણ ઈચ્છે છે
તમે નોર્મલ થઈ જાવ,કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની સીટીંગ્સ તમારા માટે ડેફીનેટ લાભકર્તા સાબિત થશે. ડૉ.કૌશલની આ વાતથી તેમની સારા થવાની ઈચ્છા જાગીસ અને રોનકભાઈએ સીટીંગ બાબત પુછયું.
ડૉ.કૌશલે કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશે તથા સીટીંગની પ્રોસીજર સમજાવી. રોનકભાઈ સાથે સીટીંગ માટેનો ટાઈમ નક્કી કરી બીજા દિવસથી ડૉ.કૌશલે રોનકભાઈની સીટીંગ શરૂ કરી.
ત્રણ સીટીંગ થતાં રોનકભાઈ ધીરે ધીરે બધા સાથે વાતચીત કરવા લાગ્યા, ખાવા પીવામાં અને ટાઈમસર દવાઓ લેવાનું ધ્યાન રાખવા લાગ્યા.આ સીટીંગો થકી મેન્ટલી ફ્રેશ થવા લાગ્યા એટલે ડૉ.કૌશલ અને આ થેરાપી પરનો વિશ્વાસ વધવા લાગ્યો.દશ સીટીંગ પુરી થતાં નોર્મલ લાઈફ તરફ આગળ વધ્યા.તેમના કામ તરફ ધ્યાન આપવા લાગ્યા.ધીરે ધીરે તેમનું માઈન્ડ રાઈટ ડાયરેકશનમાં આગળ વધતા સ્ટાફને ઘરે બોલાવી કામ સમજાવી કરાવવા લાગ્યા. પંદર સીટીંગ પુરી થતાં રોનકભાઈ પહેલા કરતાં વધુ સારી રીતે ઘરના અને બીજા સાથે વ્યવહાર કરવા લાગ્યા અને મુસીબતો, તકલીફોને ચેલેન્જ તરીકે સ્વીકારી તેમાંથી બાહર આવવા કેપેબલ થઈ ગયા.આમ માત્ર પંદર દિવસની કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની સીંટીગો એ રોનકભાઈના જીવનને ફરી ખીલવી દીધું. રોનકભાઈએ મારો અને ડૉ.કૌશલનો આભાર માનતાં કહ્યું કે,જીંદગીની લડાઈમાં મારા હારી ગયેલા કેસને તમે મને જીતાડી દીધો.
ગ્રેટ સીમ્પલી ગ્રેટ થેંકસ ટુ ઓલ ઓફ યુ એન્ડ ડ્રગલેશ થેરાપી.દરેક જાતના માનસીક અને મનોશારીરિક રોગોની સારવાર માટે, વિદ્યાર્થીઓ માટે મેમરી ટ્રેનીંગ અને પર્સનાલીટી ડેવલપમેન્ટ, સેલ્ફ હિપ્નોટીઝમ શીખવા માટે ગુજરાતી, હિંદી, અંગ્રેજીમાં સેલ્ફ ઈપ્રુવમેન્ટ કરતી ઓડીયો સીડી માટે મળો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.