ખાંડ ખાવાથી કેન્સર થાય છે : આ વૈજ્ઞાનિક હકીકત

સંજીવની
સંજીવની

સફેદ ખાંડની શોધ થઇ તે પછી આપણા આહારના દરેક ક્ષેત્રમાં ખાંડની બોલબાલા વધી ગઇ છે. રસગુલ્લાથી માંડીને કેકમાં અને આઇસ્ક્રીમથી માંડીને ચામાં ખાંડ વગર ચાલતું નથી. ખાંડનું ભારે પ્રમાણ ધરાવતાં હળવા ઠંડા પીણાંઓ યુવાનોના દૈનિક જીવનનો ભાગ બની ગયા છે. ખાંડ ખાવાથી આપણા આરોગ્યને ગંભીર નુકશાન થાય છે. તેવી વાતો આપણે ઘણી વખત સાંભળતા હોઇએ છીએ. પણ તે બાબતમાં કોઇ વૈજ્ઞાનિક હકીકતો કદી જાહેરમાં આવતી નથી. હવે ‘પ્લોસ બાયોલોજી’ નામના ૫૦ વર્ષ પહેલાં થયું હતું. પણ ખાંડ ઉદ્યોગના દબાણ હેઠળ તેને બહાર જ પાડવામાં આવ્યું ન હોતું.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોના હાથમાં તાજેતરમાં ૧૯૬૮ માં ઉંદર પર થયેલા પ્રયોગોના દસ્તાવેજાે હાથમાં આવ્યા. જેને પ્રોજેકટ ૨૫૯ નું નામ આપવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ખોરાકમાં ખાંડના ઉપયોગથી હૃદયરોગ ઉપરાંત મૂત્રાશયનું કેન્સર પણ થઇ શકે છે. આ સંશોધન યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને તેનું ભંડોળ ઇન્ટરનેશનલ સુગર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા પુરું પાડવામાં આવ્યું હતું. જેવી ખબર પડી કે ખાંડથી કેન્સર થાય છે કે તરત સુગર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. જેને કારણે સંશોધન અધુરું રહી ગયું હતું. આ સંશોધકો દ્વારા એવું પણ શોધી કાઢવામાં આવ્યું છે કે ૧૯૬૦ ના દાયકામાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું કે ખાંડનો સબંધ હૃદયરોગ સાથે છે. હાર્વર્ડના વિજ્ઞાનીઓને નાણાં આપીને આ હકીકત દબાવી દેવામાં આવી હતી. તેને બદલે વિજ્ઞાનીઓ દ્વારા હૃદયરોગના દોષનો ટોપલો સેચુરેેટેડ ફેટના માથે ઢોળી દેવામાં આવ્યો હતો.
૧૯૬૮ માં યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ દ્વારા હાથ ધરવામાં આવેલાં સંશોધનમાં બે તબક્કામાં પ્રયોગો કરવામાં આવ્યા હતા. ઉંદરોના એક જૂથને ભારે ખાંડ ધરાવતો ખોરાક આપવામાં આવ્યો હતો. જ્યારે બીજા જૂથને ખાંડ વગરનો ખોરાક આપવામાં આવ્યો હતો. જે ઉંદરોને ખાંડયુક્ત ખોરાક આપવામાં આવ્યો તેમને હૃદયરોગની સંભાવના વધી ગઇ હતી. બીજા તબક્કામાં ઉંદરોના એક જૂથને ખાંડયુક્ત આહાર આપવામાં આવ્યો હતો. જ્યારે બીજા જૂથને સ્ટાર્ચ યુક્ત આહાર આપવામાં આવ્યો હતો. જે ઉંદરોને ખાંડયુક્ત ખોરાક આપવામાં આવ્યો હતો. તેમનામાં મૂત્રાશયના કેન્સરનું પ્રમાણ વધી ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.