કોલેસ્ટ્રોલને હળવાશથી ન લેતા

સંજીવની
સંજીવની

રક્તમાં રહેલી ચરબીના અંશને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. તેની યોગ્ય માત્રા જળવાય તો તે રક્ત પરિભ્રમણમાં સહાયક બને છે અને તેની અતિ માત્રાથી રક્તવાહિનીઓ સાંકડી બનતા રક્તનો પ્રવાહ અવરોધાતા હૃદય ગતિમાં અવરોધ ઉત્પન્ન થવાથી હાર્ટએટેક આવે છે
આજના આધુનિક સમાજમાં જે રોગોનો વ્યાપ વધતો ચાલ્યો છે તેમાં હૃદયરોગ અને કેન્સરનું પ્રમાણ છેલ્લા ૫૦ વર્ષમાં લગભગ બમણુ થઇ ગયું છે. કેન્સર તો વળી ખતરાની સૂચના આપીને આવે છે જે રોગીને ક્યારેક પરીક્ષણ અને ઉપચાર કરવાનો સમય આપે છે. હવે તો ગર્ભાશય, દાંત, સ્વરપેટી, ત્વચા, આંતરડા વગેરેના કેન્સરને યોગ્ય તબક્કે મટાડી શકાય છે પરંતુ હૃદયરોગમાં હૃદયની ગતિ અચાનક અટકી જવાથી થોડીક ક્ષણો કે અમુક મિનિટોમાં જ હાલતી ચાલતી વ્યક્તિ મૃત્યુની વેદી પર ચડી જાય છે.
આમ તો હાર્ટએટેકના અનેક કારણો દર્શાવાયા છે. જેવા કે માનસિક તણાવ, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, અધિક ધુમ્રપાન, વધારે પડતા ઉજાગરા, અતિ મદ્યપાન, મેદસ્વિતા તથા બેઠાડુ જીવન વગેરે. પરંતુ આ બધા કારણો કરતાં સૌથી મોટો દુશ્મન છે કોલેસ્ટ્રોલ. આપણા શરીરના યોગ્ય વિકાસ, વૃદ્ઘિ અને સંચાલન માટે આ કોલેસ્ટ્રોલ અત્યંત આવશ્યક ત¥વ છે. કારણ કે લીવરમાં તૈયાર થયેલું આ કોલેસ્ટ્રોલ રક્તના પ્રવાહની સાથે ચરબીના ત¥વોને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કાર્ય તો કરે જ છે. પરંતુ આ સિવાય પણ તે પિત્ત, રસ અને શરીરના અગત્યના હોર્મોન્સ તૈયાર કરવાનું કામ પણ કરે છે. પિત્તના સ્ત્રાવથી આહારના સૂ-મકણોનું પાચન થાય છે અને વિભિન્ન હોર્મોન્સના સ્ત્રાવથી શરીરના અવયવોનો વિકાસ થાય છે. ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છ ેકે કોલેસ્ટ્રોલ તેની યોગ્ય માત્રાથી શરીરને ટકાવી રાખે છે. તેની જ માત્રા જો શરીરમાં આવશ્યકતાથી વધી જાય તો તે હૃદયરોગને નિમંત્રે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે આપણા શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલ તેની યોગ્ય માત્રામાં શરીરને ટકાવી રાખનાર અને આવશ્યકતાથી અધિક માત્રામાં મારક બને છે. રક્તમાં રહેલી ચરબીના અંશને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. તેની યોગ્ય માત્રા જળવાય તો તે રક્ત પરિભ્રમણમાં સહાયક બને છે અને તેની અતિ માત્રાથી રક્તવાહિનીઓ સાંકડી બનતા રક્તનો પ્રવાહ અવરોધાતા હૃદય ગતિમાં અવરોધ ઉત્પન્ન થવાથી હાર્ટએટેક આવે છે. કોલેસ્ટ્રોલ અને આહાર જેને માથે કુટુંબના સંતુલિત આહારની જવાબદારી છે એવી દરેક જવાબદાર અને સમજુ સ્ત્રીઓ પોતાના કુટુંબના સભ્યોને કેવો દૈનિક આહાર આપવો? કે જેથી તેમના લોહીમાં કોલેસ્ટ્રોલની યોગ્ય માત્રા જળવાઇ રહે અને જો તેની આવશ્યકતાથી અધિક માત્રા હોય તો તે ઓછી થાય તેના પર લક્ષ આપવું જોઇએ. આ માટે કેટલીક ધ્યાન આપવા જેવી બાબતો છે કે જેને સાધારણરૂપે ઉપયોગમાં લાવવાથી કોલેસ્ટ્રોલને કાબુમાં રાખી શકાય છે. તો શું આપણે આહારની ઉચિત સાવધાની દ્વારા કોલેસ્ટ્રોલને કાબુમાં રાખી કુટુંબની વ્યક્તિઓને હૃદયના રોગોથી બચાવી શકીએ? અવશ્ય બચાવી શકીએ. આ તો તમારા હાથની જ વાત છે. માત્ર આહારનો સ્વાદ જ નહીં, પરંતુ તેનો પોષકત¥વો અને પ્રભાવને પણ જાળવી રાખવો જોઇએ. આહારમાં ઘી, તેલ, માખણ, મટન જેવા ચરબીવાળા ખાદ્ય પદાર્થોથી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા એકદમ વધી જાય છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું છે? તે લોહીની લેબોરેટરી તપાસ દ્વારા જાણી શકાય છે. લીલા શાકભાજી, દાળ, ફળો, મલાઇ વગરનું દૂધ, મલાઇ-માખણ વગરના દહી અને છાશનો સંતુલિત ઉપયોગ કરવાથી તથા માફકસરની કસરતથી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડી શકાય છે. મલાઇ, માખણ, ઘી, સૂકો મેવો, કોપરૂ વગેરે છે તો પૌષ્ટિક, પણ તેના હાનિકારક પ્રભાવથી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે. શાકભાજી અને દાળમાં ઘી અને તેલનો વધારે પડતો ઉપયોગ ન કરવો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.