કુટેવો દૂર કરતી કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ

સંજીવની
સંજીવની

સંતાનો એટલે માતા-પિતાનું અનમોલ ઘરેણું. જેનું દરેક માતા પિતા સોનાથી વિશેષ જતન કરે છે. હૃદયના ઉચ્ચ શીખરે સ્થાન આપે છે, સંતાનોના લાલન-પાલન, સ્ટડી, દરેક નાની મોટી જરૂરીયાતો, તેમની મનોકામના પુરી કરવા જીવનના દરેક સુખ સગવડ પોતાની ઈચ્છાઓ ત્યજી પેટે પાટા બાંધી સંતાન સુખમાં જ સંતાનરૂપી ઘરેણામાં કાટ ચડે ત્યારે તેમને ખબર પડે છે કે પરખમાં અમારી ભૂલ થઈ છે ત્યારે હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર વધી જાય, મનમાં ભયંકર તોફાન જાગે આ સમયે માતા પિતા પર શું વીતે ? તેમની માનસિક અને આર્થિક રીતે શું દશા થાય ? આ વાત તો એ જ સમજી શકે જેમના પર આ વજ્રાઘાત થાય.ભલે અપવાદરૂપ કેશમાં જ આવું થાય પણ જયારે થાય ત્યારે માતા પિતાના અરમાનો પર પાણી ફરી વળે છે.
અમારૂં ફિલ્ડ જ એવું છે કે રોજ નીતનવા પ્રોબ્લેમો લઈને પેશન્ટો આવે, તેમની વાતો સાંભળી, માનસિક સ્થિતિ જાેઈ દુઃખ થાય,દયા આવે, તરૂણભાઈ તેમના વાઈફ ફાલ્ગુનીબેન અને તેમની ડૉટર ખુશ્બુ સાથે પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં આવ્યા અને કહ્યું, બી.કુમાર સાહેબ મેં બે ત્રણ વાર તમારા લેકચરો સાંભળ્યા છે તમારો કાર્યક્રમ પણ જાેયો છે.પચ્ચીસ વર્ષ પહેલાં અમારા કેમીકલ એસોસીએશનના યરલી પ્રોગ્રામમાં તમને સાંભળ્યા હતા.ચાર પાંચ વર્ષ પહેલાં એક પ્રોગ્રામમાં તમારા સન ડૉ.કૌશલ અને ડૉ.જલપાને સાંભળ્યા છે.મારે પણ દિકરો-દિકરી છે, દિકરો અમર મારી સાથે કેમીકલ બીઝનેસમાં છે.ખુશ્બુ ટીવાય બી. કોમ.માં છે.ભાઈ-બહેનમાં તે નાની એટલે વધારે લાડપ્યારથી ઉછરી છે.વડીલોના આશીર્વાદથી સુખી છીએ જેને લીધે છોકરાઓના ઉછેરમાં તેમની જરૂરીયાત કરતાં વધારે આપ્યું કદાચ એ જ આજે નડે છે.

ખુશ્બુ ભણવામાં સારી છે, દર વર્ષે ૬પ-૭૦ ટકા માર્કસ લાવે છે.ખુશ્બુ નાની હતી ત્યારે થોડં સામું બોલતી, જીદ કરતી પણ જેમ મોટી થતી ગઈ, સમજણી થતી ગઈ તેમ આ બધું બંધ થઈ ગયું.આ સિવાય તેનામાં કોઈ અવગુણ નહોતો.રેગ્યુલર કોલેજ જાય, સ્ટડી કરે, ડાન્સ સ્કીટમાં પાર્ટ લે અને એકાદ પ્રાઈઝ પણ દર વર્ષે લાવે, ખુશ્બુને કોલેજ જવા આવવામાં તકલીફ ન પડે તેના માટે એક અલગ ગાડી લીધી.ઘરથી નજીકના પેટ્રોલ પંપમાં એકાઉન્ટ છે એટલે ત્યાં જઈ પેટ્રોલ ભરાવી લે છે.દર મહિને તેને પોકેટમની માટે પાંત્રીસોથી ચાર હજાર આસપાસ તે જેટલા માગે તેટલા રૂપિયા આપીએ છીએ.કોલેજ કેન્ટીનમાં નાસ્તો કે કયારેક ફ્રેન્ડસ સાથે હોટલમાં જમવા જાય તે સિવાય તેને રૂપિયા આપવાના નથી હોતા અને શોપીંગ માટે ક્રેડીટ કાર્ડ છે.તેના મોબાઈલનું બીલ પણ ભરીએ છીએ ઉપરાંત ખુશ્બુને જયારે રૂપિયાની જરૂર પડે ત્યારે તે માગે તેટલા રૂપિયા (વધારાના) પણ આપીએ છીએ.છતાં તેને ચોરી કરવાની કુટેવ પડી છે.અમને ગયા અઠવાડીયે જ ખબર પડી.જયારે તેની કલાસમેટે ઘરે ફોન કરી ફાલ્ગુનીને વાત કરી.ખુશ્બુ સાથે વાત કરતાં તેણે કહ્યું, એક વાર મને કલાસમાં મોબાઈલ મળ્યો એ મેં વહેંચી દીધો. તેના રૂપિયા ખાવા પીવામાં, ડ્રેસ લેવામાં વાપર્યા પછી ટેકસબુક, મોબાઈલ, ક્રેડીટ કાર્ડ લઈ લેવા લાગી, તેના ખર્ચા વધી જતા અમારા આપેલા રૂપિયા ઓછા પડવા લાગ્યા, ફ્રેન્ડસમાં પોતાનું સારૂં દેખાડવા બધાને નાસ્તો કરવો, પાર્ટી આપે છે, કોઈના ક્રેડીટ કાર્ડથી શોપીંગ કરે છે.પછી તે કાર્ડ કલાસમાં જ ફેંકી દે છે જે કાર્ડ હોલ્ડરને મળી જાય, જયારે કાંઈ નવું લઈને ઘેર આવે ત્યારે તેની મમ્મી કાંઈ પૂછે તો કોઈ ફ્રેન્ડે ગીફટ આપી.કોઈ બહારગામ ગઈ તી ત્યાંથી લાવી.તો કયારેક મારા બચાવેલા પૈસામાંથી લાવી તેમ કાંઈને કાંઈ કહી દેતી. આમ પણ ખુશ્બુ પહેલેથી હાજર જવાબી છે.

તેને ગમે તે પ્રશ્ન પુછો એક સેકન્ડમાં એવો જવાબ આપશે કે તરત કોઈપણ તેની વાતમાં આવી જાય. દરેક સવાલોના જવાબો તેની પાસે હંમેશા તૈયાર જ હોય છે.આપણા મનમાં જેટલા સવાલ ઉભા થાય તેના કરતાં અનેકગણા જવાબો તેના મનમાં આવે છે.અમે કયારેય હિસાબ નથી માંડયો કે નથી રૂપિયા આપવાની, શોપીંગ કરવાની ના પાડી.છતાં ખોટું બોલવાની અને ચોરી કરવાની ટેવ પડી ગઈ હોય તેમ લાગે છે.

ડૉ.જલપાએ ખુશ્બુને પૂછયું તમારા મેકઝીમમ રૂપિયા શેમાં ખર્ચાય છે ? ખુશ્બુએ કહ્યું રોજ ત્રણ ચાર કેડબરીમાં આઈસ્ક્રીમ ખાવામાં અને હોટલમાં, કોલેજ કેન્ટીનમાં, ડૉ.જલપાએ પૂછયું કે, કેટલા વર્ષથી ચોરી કરો છો અને શું કમ ? ખુશ્બુએ નિખાલસતાપૂર્વક કહ્યું
ત્રણ વર્ષથી પણ પંદર વીસ દિવસે તો કયારેક મહીને એકાદ વાર જ કાંઈ લઈ આવું છું.કોલેજમાં રૂઆબ પાડવા, વધુ બેટરને કેપેબલ છું તે બતાવવા ડૉ.જલપાએ સમજાવતાં કહ્યું કે, દરેક માણસ તેના સારા કામથી, સારા વ્યવહારથી ઓળખાય છે.તમે જેટલા સારા દેખાવ છો તેટલા સારા કામ કરો.ડૉ.કૌશલે કહ્યું સ્ટડી અને અધર એકટીવીટીમાં વધુ ઈપ્રુવડાઈ કોલેજમાં બેસ્ટ સ્ટુડન્ટની છાપ ઉભી કરી છે.વધુ પર્સન્ટેજ લાવો, દરેક કોમ્પીટીશનમાં ફર્સ્ટ પ્રાઈઝ લાવવામાં અને આ બેડ હેબીટમાંથી મુકત થવામાં કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી તમારામાં આ દરેક અને બીજી અનેક ઈપ્રુવમેન્ટો લાવી શકો છો.ડૉ.જલપા અને ડૉ. કૌશલની વાતમાં ખુશ્બુને રસ પડયો એટલે તેણે ટ્રીટમેન્ટ કરાવવા તૈયારી બતાવી.ડૉ.જલપાએ સીટીંગની પ્રોસીજર સમજાવી બાર દિવસ રોજ સીટીંગ માટે રેગ્યુલર આવવા જણાવી સીટીંગ માટેનો ટાઈમ નક્કી કરી સીટીંગ શરૂ કરી.ખુશ્બુને શરૂઆતમાં આ સીટીંગ સાવ સીમ્પલ લાગી પણ સીટીંગ પુરી થતાં વધુ ઈફેકટીવ લાગી.

માઈન્ડ અને બોડીમાં અનોખું રીલેકસેશન અનુભવ્યું.બીજા દિવસથી જ તેનું કોપરેશન વધી ગયું. રેગ્યુલર સીટીંગ લેતાં ખુશ્બુનો સ્ટડીમાં ઈન્ટરેસ્ટ વધતો ગયો, મેમરી ઈપ્રુવ થવા લાગી, ધીરે ધીરે ખોટું બોલવાનું અને કોઈની પણ વસ્તુ લઈ લેવાની ઈચ્છા ઓછી થવા લાગી.આઠ સીટીંગમાં સારો એવો ચેન્જ આવતા કલીનીકલ હિપ્નોથેરાપી, માઈન્ડ પ્રોગ્રામીંગ અને ડૉ. જલપા તથા ડૉ.કૌશલ પરનો વિશ્વાસ વધી ગયો તેમના દરેક શબ્દો સાર્થક લાગવા માંડયા અને બાર સીટીંગ પુરી થતાં તૃપ્તિનો નેચર તેનું થીકીંગ બદલાઈ ગયું. હવે તે વધુ પોલાઈટ અને રીસ્પોન્સીબલ થતા ઘરમાં,
કોલેજમાં, કુટુંબમાં તે વધુ સારી રીતે મિકસ થતાં તેની વેલ્યુ વધવા લાગી અને અજાણતાં પડેલી બેડ હેબીટમાંથી પણ મુકત થતા ખુશ્બુની તથા તેના પેરેન્ટસની ભવિષ્યની ચિંતા ટળતા ડૉ.જલપા અને ડૉ. કૌશલના નોલેજને તેમના કન્વીન્સીંગ પાવરને બિરદાવી આભાર વ્યકત કર્યો.દરેક જાતના માનસિક-મનોશારીરિક પ્રોબ્લેમના સોલ્યુશન માટે સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.