ઊંઘમાં બોલવું એ માનસિક સમસ્યા છે

સંજીવની
સંજીવની

સારી ઊંઘ મેળવી શકાય એ હેતુથી લોકો હજારો કે લાખો રૂપિયા પોત પોતાની કેપેસીટી અને જરૂરીયાત પ્રમાણે બેડરૂમમાં ખર્ચો કરે છે અને વિચાર છે. હવે હું મારા આ વેલ ફર્નીસ્ડ એસી બેડરૂમમાં શાંતિથી સુઈ શકીશ. સાચું તો એ છે કે જેમની પાસે માનસિક શાંતિ છે. તેમને વગર કોઈ ખર્ચ કરે વેલ ફર્નીસ્ડ બેડરૂમમાં જ નહીં ગમે ત્યાં અર્થાત જ્યાં, જ્યારે ઉંઘે, સુવે ત્યાં ઊંઘ આવી જાય છે. દરેક શહેરોમાં હજારો લાખો લોકો એવા છે જેમની પાસે દુનિયાની સર્વોત્તમ સુવિધાઓ, ફેસીલીટી હોવા છતાં શાંતિભરી ઊંઘ તેમની આસપાસ ફરકતી પણ નથી. એટલું જ નહીં તેમાંના કેટલાક લોકો ઉંઘની ગોળી લીધા પછી પણ અમુક કલાકો જ ઊંઘી શકે છે. જ્યારે એવા માણસો પણ છે જે જે તેમના બેડ પર આડા પડે કે તરત ઊંઘી જાય છે, ઊંઘનો પુરો આનંદ લે છે.અમુક એવા પણ માણસો હોય છે જેમને તુરંત ઊંઘ આવી જાય છે. પછી સીધા સવારે જાગે છે અને આ સમય દરમ્યાન શું થયું તેની ખબર જ નથી હોતી. કોઈ ઊંઘમાં ખુબ આળોટે છે કોઈ સ્વપ્ન જાેવે છે, કોઈ બડબડે છે, કોઈ ઉંઘમાં કામ કરે છે, તો કોઈ ઉંઘમાં ચાલે છે. આ સિવાયની પણ અનેક જાતની પ્રવૃત્તિ કરતા હોવા છતાં સવારે જ્યારે જાગે છે ત્યારે જાણે કાંઈ કર્યું જ નથી તેમણે કરેલી પ્રવૃત્તિની વાત સુધ્ધાં સ્વીકારતા નથી.
આવો જ પ્રોબ્લેમ ફ્રેશ કરતું એક ફેમીલી કાંદીવલી વેસ્ટ સ્થિત અમારા પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં આવ્યું . થોડા વહેલા હતા એટલે સેન્ટરમાં થતી થેરાપીઓની ડીટેલ દર્શાવતું બોર્ડ વાંચવા બહાર ગયા, ખુબ ધ્યાનથી બોર્ડની ડીટેલ વાંચતાં જાણે તેમાં તલ્લીન થઈ ગયા હતા. બે વાર તેમના નામની બુમ પાડવા છતાં ના સાંભળતા તેમનો સન તેમને બોલાવી લાવ્યો કેબીનમાં દાખલ થતાં ડૉ.કૌશલ અને ડૉ.જલપાને કહ્યું, સાહેબ અમને ખ્યાલ જ ન હતો કે તમારા આ સેન્ટરમાં પેથોલોજીસ્ટ ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ, ઓર્થોપેડીક ડૉકટર, ફીજીયોેથેરાપી, ડાયેટીશીયન, કોસ્મેટોલોજી, વેઈટ લોસ, ઈંચ લોસ, સ્લીમીંગ, હોમિયોપેથી, એકયુપ્રેસર કલીનીકલ હિપ્નોથેરાપી, માઈન્ડ પ્રોગ્રામીંગ, મેમરી ટ્રેનીંગ, પર્સનાલીટી ડેવલપમેન્ટ વિ.અનેક થેરાપીઓ અવેલેબલ હોય તેવું આ એરીયાનું એક માત્ર સેન્ટર હશે. મારા નંબરે બી.કુમાર પાસે ટ્રીટમેન્ટ લીધી હતી. તેમણે જ તમારો નંબર આપ્યો અને કહ્યું હતું કે, એવા કોઈ પ્રોબ્લેમ નહીં હોય, જેનું રીઝલ્ટ પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં ન મળે. અહીં આવ્યા પછી મને લાગે છે કે સારૂં થયું. અમે અહીં જ આવ્યા મારી વાઈફ મમતા, સન અર્જુન અને હું જગદીશ. મને રાત્રે મોડે સુધી ઉંઘ નથી આવતી અને ઉંઘ આવ્યા પછી કાંઈ ખબર નથી હોતી. ટીવીનો અવાજ કે વાતો કરતા હોય કે બીજાે કોઈ અવાજ થાય મને કોઈ ફરક નથી પડતો. મારી વાઈફ કહે છે કે હું ઓલમોસ્ટ રોજ ઉંઘમાં બોલું છું, વાતો કરૂં છું કયારેક કલાયન્ટ સાથે, સ્ટાફ સાથે તો કયારેક જાણે ફોન, મોબાઈલમાં વાત કરૂં છું. મારો અવાજ મોટો હોવાને લીધે બધાની ઉંઘ બગાડું છું. ઉંઘમાં સ્ટાફ સાથે કે કલાયન્ટ સાથે જાણે જાતો કરૂં છું. સ્ટાફને કામ સોંપું છું. આ વાત હું સાચી નહોતો માનતો એટલે મારા સન અર્જુને રાતના હું જે કાંઈપણ બોલ્યો તે બધું જ તેના મોબાઈલમાં વીડીયો રેકોર્ડીંગ કર્યું અને સવારે મને બતાવ્યું, સંભળાવ્યું, તે જાેઈ સાંભળી મને નવાઈ લાગી. કેમ કે જે રીતે હું ઓફિસમાં સ્ટાફ કે કલાયન્ટ સાથે વાત કરૂં છું, બિલકુલ તે રીતે તે ટોનમાં જ બધું બોલ્યો હતો. ફરક માત્ર એટલો હતો કે ઓફિસમાં થયેલી વાતમાં સામી વ્યક્તિ જવાબ આપતી હોય જ્યારે અહીં માત્ર મારો જ વોઈસ હતો. જાણે હું ખરેખર તેમની સાથે વાત કરતો હોઉં આ વીડીયો રેકોર્ડીંગ જાેયા પછી મને લાગ્યું કે મારી ઉંઘમાં બોલવાની, વાત કરવાની આ ટેવથી બધાની ઉંઘ ડીસ્ટર્બ કરૂં છું. જાે કે મને કાંઈ ખબર નથી હોતી કે સવારે જાગું ત્યારે નથી કાંઈ યાદ હોતું. જગદીશભાઈની વાત પુરી થતાં તેમના સન અર્જુન અને તેમના વાઈફ મમતાબેને કહ્યું કે જગદીશની ઉંઘમાં બોલવાની આદતને લીધે રોજ ઉંઘ બગડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.