ઊંઘમાં ચાલવાની સમસ્યાનું નિરાકરણ કલીનીકલ હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

મારી વાઈફે થેંકયુ માટેનું કારણ પુછતાં તેમણે કહ્યું કે,રાત્રે ત્રણ વાગે અમે પુનાથી જયારે આવ્યા ત્યારે તે ગાર્ડનમાં ચાલતી હતી. અમે આવ્યા ત્યારે વોચમેન ગેટ પર નહોતો એટલે સોનુએ જ ગેટ ખોલ્યો અને પાછી ચાલવા લાગી હતી. આ વાત સાંભળી નંદીતાના હોશકોશ ઉડી ગયા.સોનુ જેવી જાેબ પરથી આવી નંદિતાએ તરત સોનુને પુછયું તું રાત્રે ત્રણ વાગે કેમ ગ્રાઉન્ડમાં ગઈ હતી ? ઉંઘ ન આવતી હોય તો ઘરમાં આંટા મારવા જાેઈએ, બુક વાંચ, ટીવી જાે, અડધી રાત્રે અને તે પણ એકલા ગાર્ડનમાં આંટા મારવા એ માત્ર ગાંડપણ કહેવાય. જવાબમાં સોનુએ કહ્યું, મમ્મી તારી કંઈ ભુલ થાય છે ? ગઈકાલે તો હું રાત્રે અગિયાર સુધીમાં ઉંઘી ગઈ હતી.તને ખબર છે કે હું સીધી સવારે જ જાગું છું.હું ગાર્ડનમાં ગઈ જ નથી.કોણ તને આવી વાતો કરે છે ? નંદીતા કન્ફયુઝ થઈ ગઈ.રાત્રે અમે બધા જમીને બેઠા ત્યારે નંદિતાએ ઉપરોકત વાત કરી. આ વાતે અમને બધાને વિચારવા કરી દીધા. અભિષેકે નાઈટ વોચમેન જઈને આ બાબત પુછતાં તેણે ‘હા’ પાડી આ વાત સાચી છે અને સોનુ દીદી ઘણીવાર રાત્રે બે ત્રણ વાગે ગાર્ડનમાં આવે છે, ફરે છે, બેસે છે, એક બે વાર રાત્રે ગાડી લઈને પણ ગયા હતા અને કલાકમાં પાછા આવ્યા હતા.આ સાંભળીને અભિષેક વધુ મુંઝાયો અને તેણે વોચમેનને કહ્યું કે, દીદી નીચે આવે એટલે તરત અમને ઈન્ટરકોમમાં ઈન્ફોર્મ કરવું. બીજે દિવસે અભિષેકે આ વાત અમને કરી.અમે નક્કી કર્યું કે, આ બાબત સોનુ સાથે વાત નથી કરવી ? તે કેમ ખોટું બોલી ? એ અમારા માટે મોટો સવાલ હતો અને અડધી રાત્રે શું કામ જાય છે ? તે એનાથી મોટો પ્રોબ્લેમ હતો. લાસ્ટવીક રાત્રે વોચમેનનો ફોન આવ્યો એટલે અભિષેક નીચે જઈ સોનુને કેમ નીચે ઉતારી છે ?બે ત્રણ વાર પુછતાં જવાબ ના મળતા એના ખભા પર ટપલી મારી થોડું જાેરથી પુછતાં તે ચમકી આજુબાજુ જાેવા લાગી અને પુછયું આપણે અત્યારે કેમ ગાર્ડનમાં આવ્યા છીએ ? સોનુને નવાઈ લાગી કે તે નીચે કેવી રીતે આવી ? બીજે દિવસે ફેમીલી ડૉકટરસાહેબને કન્સલ્ટ કરતાં તેમણે સોનુ સાથે વાત કરી.કહ્યું તે ઉંઘમાં જ નીચે ગઈ હશે. અમને થયું કે, સોનુને ઉંઘમાં ચાલવાની ટેવ પડી છે. એટલે જ તે જાય, આવે છે તેની ખબર નથી હોતી. કદાચ એટલે જ સવારે જાગે ત્યારે તેને કાંઈ યાદ નથી હોતુ.ડૉકટર સાહેબે દવા આપી તેનું ધ્યાન રાખવા જણાવ્યું. આવી જ ફરીયાદ વાળો તમારો આર્ટીકલ વાંચ્યો હતો એટલે તમારી પાસે આવ્યા છીએ. ડૉ.કૌશલ અને ડૉ.જલપાએ વિક્રમભાઈની વાત સાંભળી સોનુ સાથે વાત કરી પછી ડૉ.કૌશલ તેના મધર નંદીતાબેનને પુછયું કે સોનુ નાની હતી ત્યારે આવું બન્યું છે ? ના ાદ કરો.ડૉ.જલપાએ પુછયંુ કયારેય એવું બન્યં છે કે સોનુ નાની હતી ત્યારે અને અત્યારે પણ રાત્રે સુતી હોય ત્યારે બેડ પર અને સવારે જાગે ત્યારે તેના બેડને બદલે બીજે કયાંય હોય ? નંદીતાબેને કહ્યું તો આવું તો નાનીહતી ત્યારે અત્યારે પણ ઘણીવાર બન્યું છે.અમને એમ કે નાની છે.
ઉંઘમાં હશે એટલે બાથરૂમ થઈ કે પાણી પીને સુઈ ગઈ હશે અને અત્યારે એમ થાય કે રાત્રે ટીવી જાેતાં ઉંઘ આવી ગઈ હશે. એટલે હોલમાં સોફા પર સુઈ ગઈ હશે કે રાત્રે ઉંઘ ન આવતા બહાર આવીને બેઠી હશે.ડૉ.કૌશલે કહ્યું કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ સાથે હોમિયોપેથી મેડીસીનનું સોનુને ફાયદારૂપ થશે.ડૉ.જલપાએ આ થેરાપી અને સીટીંગમાં પ્રોસીજર સમજાવી. ડૉ.કૌશલે સોનુના કેશહીસ્ટ્રી લીધી ત્યારબાદ ડૉ.જલપાએ સોનુની સીટીંગ શરૂ કરી અને ડૉ.કૌશલે હોમિયોપેથી મેડીસીન આપી. આમ બંને ટ્રીટમેન્ટ સાથે અને રેગ્યુલર ચાલતા સોનુનું ઉંઘમાં ઘર ચાલવાનું, જગ્યા બદલવાનું બંધ થયું અને પચ્ચીસ દિવસની ટ્રીટમેન્ટ-સીટીંગથી સોનુનું ગાર્ડનમાં જવાનું, ઉંઘમાં ગાડી ડ્રાઈવ કરવાનું બંધ થયું અને તેના ઘરનાની ચિંતા દુર થતાં તેમણે ડૉ.જલપા અને ડૉ.કૌશલનો આભાર માનતા કહ્યું તમે સોનુની નહીં અમારા બધાની ઉંઘ અને શાંતી પાછી આપી છે. .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.