ઈન્ટરવ્યુ તમારા માટે ઉપાધિ છે તો હીપ્નોથેરાપી કેવું સોલ્યુશન છે ?

સંજીવની
સંજીવની

આપણે જાણીએ છીએ કે ઘરમાં બેસીને, મિત્રો સાથે બેસીને કોઈપણ વાતચીત કરવી, ચર્ચા કરવી, બીજાને જ્ઞાન આપવું બહુ સહેલું છે. કેમ કે તે બધા જ તમારા જાણીતા માણસો છે, પણ સાવ અજાણ્યા માણસો સાથે વાત કરવી ઘણીવાર બહુ મુશ્કેલ સાબીત થાય છે. એટલે જ ઘરમાં વાઘ થઈને ફરતાંની બહાર જાહેર જગતમાં બકરી જેવી પરીસ્થિતિમાં મુકાઈ જાય છે. એવા અનેક ઉદાહરણો બધાની સામે જ છે. એટલું જ નહીં, કદાચ આપમાંથી કોઈએ આવો અનુભવ કર્યો હોય, આપણે જાેઈએ છીએ કે દરેક સમાજના, સંસ્થાઓના મોટા માથાઓ, મોટા વેપારીઓ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો જ નહીં, મોટા રાજકારણીઓ પણ સ્ટેજ પર તેમનું મંતવ્ય રજુ કરવા આવે છે ત્યારે પહેલેથી તૈયાર કરી લખીને રાખેલા પ્રવચનો કે મુદાઓ લખેલા પેપર્સ તેમના હાથમાં અથવા પોકેટમાં જ હોય છે. ઘણાં તો સ્ટેજ પર આવી જે પેપર લખીને રાખ્યું છે તે કાગળમાં લખવું કાંઈ હોય છે અને બોલતા કાંઈ બીજું જ હોય છે. કેટલાક તો પ્રવચનને નિબંધની જેમ વાંચી જાય છે. જ્યારે ઘડાયેલા-અનુભવી લોકોના હાથમાં પેપર ચોક્કસ હોય તે વાંચવા હોય પણ ઓડીયન્સ તરફ જાેતા હોય છે અને પેપર તરફ પણ. તેમના દરેક વાકયોમાં કોમા, ફુલસ્ટોપ આવે છે એટલે તેમને સાંભળવા ગમતા હોય છે. જ્યારે બીજા એવા વકતાઓ, સ્પીકર્સ હોય છે જેમને ગમે ત્યારે, ગમે તે પ્રસંગે બોલવા ઉભા કરી શકાય. તેમને કોઈ તૈયારી કરવાની જરૂર જ નથી હોતી. કેમ કે તેમનું નોલેજ અને પ્રવચનો આપવાનો એકસપીરીયન્સ એટલો હોય છે કે પ્રવચન આપવું તેમને માટે સામાન્ય વાત છે.આ વાત માટે સ્ટેજ પુરતી જ નથી હતી. આવા જાતજાતના પ્રોબ્લેમો ઘણું યુવાનો તેમની કેરીઅરની શરૂઆતમાં અનુભવે છે. આવી જ સમસ્યાનો સામનો કરતો એક યુવાન પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં ઈન્કવાયરી માટે આવ્યો અને ઈન્કવાયરી કાઉન્ટર પર કહ્યું હું ગ્રેજ્યુએટ છું, ઈન્ટરવ્યુ આપવા જતા મને ડર લાગે છે. કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ મારો આ ડર દુર કરી શકે ? જવાબ હા મળતા જાે પોસીબલ હોય અને ડૉકટર હોય તો મને આજની જ એપોઈન્ટમેન્ટ આપો, તેમને જવાબ આપતાં કહ્યું, સોરી આજે પોસીબલ નથી પણ આવતી કાલે સાંજે ચાર વાગે પોસીબલ છે, તરત તે યુવાને પોતાનું નામ નંબર લખાવી એપોઈન્ટમેન્ટ કન્ફોર્મ કરી નેકસ્ટ ડે સાંજે ચાર વાગે આવી ડૉ.કૌશલને મળ્યા અને કહ્યું, સર હું અમીત પારેખ છું, ડબલ ગ્રેજ્યુએટ છું, જાેબ ગોતું છું, જાેબ માટે ઈન્ટરવ્યુના કોલ આવ્યા. ઘરેથી ઈન્ટરવ્યુ આપવા જવા માટે હું પરાણે નીકળ્યો. મારા મનમાં અનેક સવાલો આવતા હતા, ઈન્ટરવ્યુ લેવા કેટલા લોકો બેઠા હશે ? શું સવાલો પુછશે, મારા જવાબો તેમને સેટીસ્ફાઈ કરી શકશે કે નહીં ? મારાજેવા નવા (ફ્રેશ) અને કેટલા એકસપીરીયન્સ હોય તેવા કેન્ડીડેટો હશે ? શું હું આ જાેબ માટે ફીટ છું ? આ સવાલો મારા મનમાં આવતાં મને થયું કે આ જાેબ મને મળવાના કોઈ ચાન્સ દેખાતા નથી, આમેય અનુભવી કેન્ડીડેટને જ ફસ્ટ પ્રેફરન્સ મળતો હોય છે તેવું મેં અનેકોના મોંઢે સાંભળ્યું છે. એટલે હું પાછો ઘેર પહોંચી ગયો અર્થાત ઈન્ટરવ્યુ માટે હું કંપનીની ઓફિસ સુધી પહોંચતાં પહેલાં અર્ધે રસ્તેથી જ પાછો ફરી ગયો. જાે કે આવું પાંચ છ વખત બન્યું છે, ખુબ ઉત્સાહપૂર્વક જાેબ માટે એપ્લીકેશનો કરૂં છું. તેમાંથી અમુક કોલ પણ આવે છે પણ આજ સુધીમાં હું એક પણ કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા પહોંચી નથી શકયો.ઈન્ટરવ્યુ માટે કયાં તો હું નીકળું છું તો કયારેક જયારે ઘરેથી હું નીકળી શકવામાં ફેલ ગયો હોઉં ત્યારે ફેમીલી મેમ્બરો મને સમજાવી, પ્રોત્સાહીત કરી ઈન્ટરવ્યુ કરવા માટે રવાના કરે છે. અમીતભાઈએ તેમની ફરીયાદ પુરી કરી એટલે ડૉ.કૌશલે તેમને પુછયું. આ સિવાય બીજા કોઈ ડર લાગે છે ? હા, નાનો હતો ત્યારથી હું મેરી ગો રાઉન્ડમાં બેસતા ડરૂં છું એટલે આજ સુધી કયારેય મેરી ગો રાઉન્ડમાં બેસવાની હિંમત નથી કરી શકયો. ડૉ.કૌશલે પુછયું આ સિવાય ? બીજું તો કોઈ માઈન્ડમાં નથી આવતું. ડૉ.કૌશલે કહ્યું ઓકે. ત્યાર પછી થોડું જનરલ ડીસ્કશન કર્યું અને કહ્યું, કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ થકી તમે ઈન્ટરવ્યુ અને મેરી ગો રાઉન્ડના ડરમાંથી મુકત થઈ શકશો. આ માટે તમારે દશ દિવસ સોમથી શનિ રોજ અંદાજે ર૦-રપ મીનીટ માટે રેગ્યુલર આપણે જે ટાઈમ નક્કી કરીએ તે ટાઈમે આવવું પડશે. અમીતભાઈએ ટ્રીટમેન્ટ માટે રેગ્યુલર આવવા તૈયારી બતાવી. એટલે ડૉ.કૌશલે તેમને કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશે ડીટેલમાં સમજાવ્યું કે, આ ટ્રીટમેન્ટ કેવી રીતે કામ કરે છે, અને આ ડ્રગ લેશ થેરાપી છે એટલે તેની કોઈ સાઈડ ઈફેકટ કે આફટર ઈફેકટ હોતી નથી.આ બધી ડીટેલ જાણ્યા પછી અમીતભાઈની આ થેરાપીમાં ઈન્ટસ્ટ વધી ગયો. નોર્મલ પ્રોસીજર પતાવી અમીતભાઈની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી.અમીતભાઈની ટ્રીટમેન્ટ એટલે કે સીટીંગ શરૂ થતા પહેલાં કયારેય ન અનુભવી હોય તેવી શાંતિ અને અનોખા આરામનો અનુભવ થયાનું જણાવ્યું.. અમીતભાઈ રોજ સીટીંગ માટે સમયસર આવતા સારવારની નિયમિતતા જળવાતા તેમનો કોન્ફીડન્સ લેવલ વધવા લાગ્યો. હવે પોતાની જાત પરનો અને ઈન્ટરવ્યુ આપી શકવાનો કોન્ફીડન્સ આવી ગયો. ઈન્ટરવ્યુ માટેનો ડર નીકળી જતાંં હવે મન શાંત રહેવા લાગ્યું. દરેક કામ શાંત મને વિચારી કરતા એટલે દરેક વાતો માટે આપોઆપ બેસ્ટ સોલ્યુસન્સ મળવા લાગ્યું.. એટલે અમીતભાઈએ ડૉ.કૌશલને કહ્યું. ડૉકટર તમે જે ટ્રીટમેન્ટ આપો છો તેનો ટાઈમ ડબલ કરી બે સીટીંગ એક સાથે લઈ ફાસ્ટ રીઝલ્ટ ન લઈ શકાય ? ના સોરી ડૉ.કૌશલને કહ્યું દરેક ચોક્કસ કામ માટે, ચોક્કસ ટાઈમ જાેઈએ. જેમ આજે છોડ રોપીએ તો બીજે દિવસે એના પર ફુલ ન આવે. જેમ તમે કોઈપણ એક સાથે અઠવાડીયાનું ન ખાઈ શકાય. રોેજે રોજ ખાવું પડે, જેમ એક દિવસની દવાના બધા જ ડોઝ ના લઈ શકાય તેમ સીટીંગ પણ યોગ્ય રીતે જ આપી શકાય. હવે માત્ર ચાર સીટીંગ્સ બાકી છે, ઉતાવળ કરવાનો કોઈ અર્થ નથી. કેમ કે ધીરજના ફળ મીઠા છે. અમીતભાઈ સમજી ગયા અને બીજા ચાર દિવસની સીટીંગ પુરી થતાં અમીતભાઈ સમજી ગયા અને બીજા ચાર દિવસની સીટીંગ પુરી થતા
અમીતભાઈ તેમની ગણત્રી કરતાં વધુ ખુશ અને દરેક પરિસ્થિતિઓનો સામનો કરવા, ઈન્ટરવ્યુ આપવા મેન્ટલી પાવરફુલ થઈ ગયા અને ઈન્ટરવ્યુમાં જ અનુભવ (કામનો) ન હોવા છતાં જાેબ મેળવી શકયા. પેંડાનું બોકસ લઈ ડૉ.કૌશલને ખુશ ખબર આપવા અને આભાર માનવા પહોંચી ગયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.