આત્મહત્યા કાયરતાની નિશાની છે

સંજીવની
સંજીવની

આ બધી તો થઈ પુરા સમજદારીની વાત. આજના નાના બાળકો પણ મોટાઓની બરાબરી કરવામાં પાછળ નથી. મુંબઈના અગ્રીપાડાની આસપાસમાં રહેતી એક ૮ વરસની છોકરી એ ઓકટો.૧૩ ના પહેલા અઠવાડીયામાં આત્મહત્યા કરી જાે કે આત્મહત્યા કરવાનું કારણ જાણવા નથી મળ્યું.
હવે ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ વિશે જાણીએ. ડૉ.વૈશાલી જેમના હસબન્ડ અને દિયર પણ ડૉકટર છે. એક દિવસ વૈશાલીએ તેમની ફુલ જેવી કુમળી દિકરીઓ મનસ્વી અને તનિષ્કા સાથે નદીમાં કુદી આત્મહત્યા કરી પણ તેનું કોઈ કારણ સામે નથી આવ્યું.અન્ય એક ડૉ.અર્ચના દેવકર ર૯ વર્ષ ગ્રામીણ હોસ્પિટલમાં ફરજ પર હતા ત્યારે મધરાતે આવેલા એક દર્દીને વીંછી ડંખ્યો હતો.તેમની સારવાર કરી, વહેલી સવારે તે પેશન્ટને તપાસી પોતાની રૂમમાં ગઈ જ્યાં તેની નાની બહેન સુતી હતી ત્યારે તેણે પોતાની ઓઢણી પંખા સાથે બાંધી આત્મહત્યા કરી. સવારે જાગતાં જ નાની બહેને ડૉ. વૈશાલી મોટી બહેનને શોધતા બીજી રૂમના પંખા પર લટકતી અવસ્થામાં મળી આવી.
યશવંત ઘોડેકર પ૦ વર્ષના એક પોલીસ ઈન્સ્પેકટરે કામના અસહ્ય બીજા ભારને લીધે પોતાની રીવોલ્વરથી છાતી અને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી. ટેબલ પર પડેલી ડાયરીમાં તેમણે ડીસ્ટીક સુપ્રિન્ટેન્ડેન્ટના નામે લખેલ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તાણ-તણાવ (સ્ટ્રેચ) સહન ન થતાં આત્મહત્યા કરી છે માટે આ બાબત મારા કુટુંબીજનો (ફેમીલી મેમ્બરો) ને દોષી ન સમજશો.
મહારાષ્ટ્ર એટીએસ (એન્ટી ટેરરીસ્ટ સ્કોર્ડ) ના ડીસીપી (ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ) સંજય બેનર્જી તેમના વાઈફ અને બે દિકરાઓ સાથે થાણા (મુંબઈ) સ્થિત પોર્તગીજ હોટલમાં જમવા ગયા હતા.જ્યાં કોઈ વાતે તેમની વાઈફ સાથે વાદવિવાદ થયો ત્યાર પછી સંજય બેનર્જીએ પોતાની સર્વિસ રીવોલ્વરથી પોતાની કાનપટ્ટી પર ગોળી મારી જે માથાની આરપાર થઈ ગઈ. અને ત્યાં જ તે મૃત્યુ પામ્યા.આમ હસમુખ અને મીલનસાર સ્વભાવના ડીસીપી સંજય બેનર્જી એ વાઈફ અને બે દિકરાઓ સામે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી.એડવોકેટ અજીત ર૮ વર્ષ એ આંતરજાતીય લગ્ન કર્યા હતા અને તેમને એક વર્ષનો છોકરો છે. અજીત અને તેમની વાઈફના સામાન્ય કારણોને લીધે હંમેશા ઝગડા થતા હતા. જેને લીધે એડવોકેટ અજીતે ઝગડામાંથી મુકત થવા આત્મહત્યા કરી જીવનનો અંત લાવી દીધો.
ઉપર જણાવેલ આત્મહત્યાના કિસ્સાઓ સુચવે છે કે આત્મહત્યા કરનારની ઉંમર સાથે આત્મહત્યાને કોઈ સંબંધ નથી અને એટલે જ ૬૦-૬પ કે ૭૦ વર્ષ કે તેથી પણ મોટી ઉંમરના વડીલો પણ ઘરના કજીયા, અપુરતી આવક કે આવી પડેલી માંદગી સહન ન થતા આત્મહત્યા નામનો શોર્ટકટ અપનાવી આ અમૂલ્ય એવા માનવ જીવનનો અંત લાવતા હોય છે.
આજે થતી આત્મહત્યા પાછળના કારણોમાં સ્ટડીમાં વીક હોવાને લીધે પરીક્ષામાં ફેઈલ થવાની બીક ડરને લીધે સારા પર્સન્ટેજ ન આવવાના લીધે, રેગીંગને લીધે, પ્રેમમાં નિષ્ફળતા, દગો કે લવમેરેજ કરવાની પરમીશન ન મળતા, નોકરી ન મળતા, બીઝનેસ લોસ, ગ્લેમર, પ્રસિદ્ધિ, સ્પર્ધા (કોમ્પીટીશન) આત્મવિશ્વાસનો અભાવ, નિરાશા, સ્ટ્રેસ, બીમારી, અધુરી અપેક્ષા, આઘાત, શોક, દારૂ, ડ્રગ્સ કે અન્ય કુટેવો, ઘરના પોતાનાઓ તરફથી તિરસ્કાર, ત્રાસ, દગો, પ્રિયજનોનું મૃત્યુ, ધીરજનો અભાવ, અચાનક આવી પડેલી કોઈપણ પ્રકારની આફત, પ્રોબ્લેમ વિગેરે જેવા અનેક અન્ય કારણો આત્મહત્યા કરાવતા જાેવા મળે છે.
આત્મહત્યા કરવા માટેનંુ દેખીતું કારણ ભલે ગમે તે હોય પણ તે દરેક કારણોનું મુખ્ય કારણ નિરાશા, હતાશા છે. જે ઘેરી વળતા માણસ ન કરવાનું કરી બેસે છે. દક્ષિણ ભારત આત્મહત્યામાં સૌથી આગળ છે. જયાં દર ૧૦૦ માણસોમાંથી ૧પ જણા આત્મહત્યા કરે છે જેમાં ૧પ થી રર વર્ષની ઉંમરના ૩૭.ર ટકા,૪૪ ઉપર ૭૧ ટકા પારિવારીક ઝગડાને લીધે, ૬૪ ટકા, મહિલાઓ ઝેર પીને,૩૬.૮ ટકા, ગળે ફાંસી લગાવીને, ૩ર.૧ ટકા પોતાની જાતને સળગાવીને,આમ ૭.૯ ટકા આત્મહત્યા થાય છે. આ ટકાવારી ભારત દેશની છે. પરદેશમાં ૧પ થી ર૪ વર્ષની ઉંમરના આત્મહત્યા કરનારાઓમાં ન્યુઝીલેન્ડ ર૬.૮ ટકા સૌથી આગળ છે. જ્યારે ઈટલીમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી ઓછું છે અને તે છે ૪.૩ટકા.સાતમા નંબરે અમેરીકા છે જ્યાં ૧૩.૭ ટકા આત્મહત્યા થાય છે. જાપાન તેરમા નંબરે હોઈ ત્યાં ૮.૬ ટકા અને ઈંગ્લેન્ડ પંદરમા નંબરે હોઈ ત્યાં ૬.૭ ટકા આત્મહત્યા થાય છે.
આત્મહત્યા કરવામાં સમાજનો કોઈ વર્ગ બાકાત નથી. આપ સૌ જાણો જ છો અને અગાઉ આપેલી આત્મહત્યાની વિગતો પણ જણાવે છે કે સામાન્ય માણસો જ નહીં પોલીસ ખાતાના ટોપ લેવલના ઓફિસરો, ડૉકટરો, વકીલો, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો બોલીવુડના કલાકારો પણ આત્મહત્યા કરી રહ્યા છે.
આત્મહત્યાઓ થતી રોકવી એ દરેક જાગૃત નાગરિકની ફરજ છે.આત્મહત્યા થતી રોકવા, આ અંગે જાગૃતિ લાવવા માટે મૈસુરનું એક યંગ કપલ સંતોષ એમ.વ્હી.અને અમૃતા એસ.રાવે અગ્યાર ઓગષ્ટ ૧૩ ના સાયકલ પર યાત્રા શરૂ કરી છે. આ કપલ ગ્રેજ્યુએટ છે અને શ્રેષ્ઠ ડાન્સર પણ.૬પ દિવસમાં કર્ણાટક, કેરળ અને ગોવાના વિવિધ શહેરોમાં ફરી ૪પ જગ્યાએ હાઈસ્કૂલો, કોલેજાેમાં કાર્યક્રમો કરી તેમની સાથે ચર્ચા કરી તેમને ઉદાહરણ આપી સ્ટુડન્ટોમાં આત્મહત્યા ન કરવા જાગૃતિ લાવવાનું કામ કરે છે. જેમાં પરીક્ષામાં નાપાસ થતા પેરન્ટસના ઠપકાને મન પર લઈ ખોટા વિચારો કે ખોટા નિર્ણયો ન લેતાં પોઝીટીવ એપ્રોચ રાખવા પ્રેરણા આપે છે.
આત્મહત્યા કાયરતા છે, તેના વિચારો આવવા એ મનની નિર્બળતાની નિશાની છે.કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ તેમજ હોમિયોપેથી મેડીસીન આશીર્વાદરૂપ સારવાર પદ્ધતિ છે. જે મનને મજબુત અને પોઝીટીવ બનાવવા તથા નકારાત્મકતા નેગેટીવીટી દુર કરી માનસિક ક્ષમતા સ્ટ્રેન્થ વધારે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.