અનિંદ્રાનું મારણઃ હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

અનિંદ્રા એ આજકાલ એક સામાન્ય તકલીફ થઈ ગઈ છે.પહેલાં આ તકલીફ મોટી ઉંમરના લોકો જ અનુભવતા જયારે આજે વિદ્યાર્થીઓમાં પણ આ તકલીફ વર્તાય છે.ટ્રકમાં રોજબરોજ વધુને વધુ માણસો અનિંદ્રાની આ તકલીફ અનુભવતા જાય છે.સામાન્ય ફરીયાદ હોય ત્યાં સુધી તો મોટા ભાગના માણસો આ બાબત પર ધ્યાન નથી આપતા પણ અનિંદ્રાની તકલીફ વધતા મોટા ભાગના માણસો તેમના ફેમીલી ડૉકટર પાસે તેમની ફરીયાદ લઈને જાય છે અને ડૉકટર સાહેબ તેમના દર્દી શાંતિભરી ઉંઘ લઈ શકે તે માટે તેમને દવા આપે છે, આ દવાથી દર્દીને ઉંઘ આવી જાય છે પણ લાંબા સમયે નિયમિત પણે દવા લેતા હોવાને કારણે દવા કોઠે પડી જાય છે.જેને કારણે ઉંઘ ઘટતી જાય છે અને પ-૭ કલાકને બદલે આ દવાની અસરને લીધે આવતી ઉંઘ ઘટી ને ૧-ર કલાકની થઈ જાય છે. ત્યારે દર્દી રાતભર પડખા ફેરવી સમય પસાર કરે છે.ડૉકટર પાસે ઉંઘ ઓછી થયાની ફરીયાદ કરતા ડૉકટર સાહેબ કયાં તો દવા બદલે અથવા જે દવા પહેલા લેતા હતા તેનો ડોઝ વધારવાની સલાહ આપતા હોય છે.આમ સમયાંતરે ઉંઘ લાવવા માટેની દવાનો ડોઝ વધારતા જ રહેવો પડે છે.આ વાત જ સાબિત કરે છે કે ઉંઘની તકલીફ કાયમ માટે દુર કરવાનો આ સાચો રસ્તો નથી જ..
ખરેખર તો ઉંઘ ન આવવા પાછળના કારણો શું છે તે જાણવું ખુબ જરૂરી છે.ગઈકાલ સુધી નિયમિત આવતી ઉંઘ કયા કારણોસર આજે દુર થઈ ગઈ છે તે જાણી તેનું મારણ કરવું જાેઈએ.જેથી ભવિષ્યમાં અનિંદ્રાની તકલીફ ન થાય પણ આજના માણસોની પાસે આ બાબત વિચાર કરવાનો જરાય સમય જ નથી. દરેક માણસોને દરેક વસ્તુઓ અને તેનું પરિણામ તુરંત જ જાેઈએ છે.આજે માણસો તેમની ધીરજ ગુમાવી બેઠા છે અને ભૌતિક સુખોની પાછળ આંધળી દોટ મુકી રાતોરાત ખુબ જ ધનવાન-કરોડપતિ બનવાની ખેવના વધી ગઈ છે અને તેથી જ અનિંદ્રા અને અન્ય તકલીફોમાં તાત્કાલિક રાહત મળે તેવી દવાઓ પાછળ પડયા છે.
અનિંદ્રાની તકલીફ વાળા સાધન સંપન્ન રમેશભાઈ મુંબઈના શ્રેષ્ઠ ગણાતા વિસ્તારમાં રહેતા. અચાનક તેમને અનિંદ્રાની તકલીફ શરૂ થઈ.શરૂઆતમાં અર્ધો પોણો કલાક પડખા ફેરવ્યા બાદ ઉંઘ આવતી. પછી તો ધીરે ધીરે આ સમય મર્યાદા વધતી ગઈ.એક કલાક, બે કલાક, ત્રણ કલાક સુધી ઉંઘ ન આવે અને જાતજાતના વિચારોમાં ખોવાઈ જતા.એકવાર અચાનક નાઈટ લેમ્પ સામે તેમની નજર ગઈ અને તેમના મનમાં વિચાર આવ્યો કે કદાચ નાઈટ લેમ્પના અજવાળાને હિસાબે ઉંઘ નહીં આવતી હોય તેમ સમજી નાઈટ લેમ્પ બંધ રાખવા લાગ્યા તેમ છતાં ઉંઘ ન આવતી.રોજ રોજ ઉંઘ ન આવતી હોવાને લીધે કંટાળી તેમના ફેમીલી ડૉકટર પાસે ગયા, ડૉકટર સાહેબે તેમને તપાસ્યા અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે તેમ કહ્યું.તેમ છતાં સારી ઉંઘ લાવવા માટેની દવા આપી.દવા લેવા છતાં ફાયદો ન જણાતા રમેશભાઈ પાછા ડૉકટર સાહેબ પાસે ગયા ફરી તપાસ્યા અને એક દવા લખી આપી અને દરરોજ રાત્રે ૧ ગોળી લેવાનું કહ્યું.આ દવા લીધા પછી થોડી વારમાં જ રમેશભાઈને ઉંઘ આવી જતી તેથી રોજ રાત્રે આ દવા લઈ સુઈ જતા.સમય પસાર થતા આ દવા કોઠે પડી ગઈ. તેથી ડૉકટર સાહેબે દવાનો ડોઝ ડબલ કરી દેવા સુચવ્યું.ડોઝ વધતા ફરી સારી ઉંઘ આવવા લાગી. સારો એવો સમય વીતતા દવાની અસર ઓછી થતી અનુભવી અને હવે દવા લેવા છતાં સંતોષકારક ઉંઘ ન આવતા જાતજાતના નુસ્ખાઓ અજમાવી જાેયા.કેમેય કરીને ઉંઘ ન આવતા રોજના ઉજાગરા થવા લાગ્યા ને ઉજાગરાને લીધે દિવસભર સુસ્તી અનુભવતા, કોઈ કામમાં મન ન લાગતું તેથી તેમના કોઈ સ્નેહીએ સાઈકીયાટ્રિસ્ટની સલાહ લેવા જણાવ્યું એટલે રમેશભાઈ તુરંત જ મુંબઈના પ્રખ્યાત સાઈક્રીયાટ્રિસ્ટના ગોવાલીયા ટેંક ખાતેના દવાખાને પહોંચી ગયા. તેમની આખી વાત વિસ્તારપૂર્વક સાંભળી રમેશભાઈને હિપ્નોથેરાપીથી ઉંઘની તકલીફ દૂર થઈ શકે છે માટે એ સારવાર લેવા જણાવી અમારૂં નામ સરનામું આપ્યું
એટલે તુરંત જ તેઓ અમારી પાસે આવ્યા. રમોશભાઈના મોંઢેથી તમામ વાતો સાંભળ્યા પછી રમેશભાઈને અઠવાડીયે ત્રણ વાર અમારે ત્યાં હિપ્નોથેરાપી દ્વારા સારવાર લેવા આવવાનું નક્કી કરાયું. આ સારવારમાં કોઈ ગોળી લેવાની ન હોવાથી ગોળીઓ ગળી થાકી ગયેલા રમેશભાઈને જાણે થોડી રાહત થઈ હોય તેવું અનુભવ્યું.
રમેશભાઈની સારવાર શરૂ કરતાં પહેલાં જ અમે પૂછયું કે ઉંઘ ન આવવા પાછળ ખરૂં કારણ શું છે તે જાણવું અમારે ખુબ જ જરૂરી હોઈ યાદ કરવાનો પ્રયત્ન કરો કે કોને લીધે તમારી ઉંઘ તમારાથી દુર દુર ચાલી ગઈ છે, યાદ કરવાના ઘણા પ્રયત્નો કરવા છતાં રમેશભાઈને કાંઈ યાદ ન આવ્યું તેથી રમેશભાઈની સારવાર શરૂ કરતાં પહેલાં તેમની ઉંઘ ન આવવાની ફરીયાદનું ઉદભવ સ્થાન તેનું કારણ શોધવાની જવાબદારી પણ અમારે શીરે જ આવી.હીપ્નોટીઝમ વિશેની જરૂરી માહિતીઓ આપી હિપ્નોથેરાપી દ્વારા રમેશભાઈની સારવાર શરૂ કરી.
સર્વ પ્રથમ રમેશભાઈને હિપ્નોટાઈજ કરી ધીરે ધીરે તેમને તેમના ભુતકાળના સમયકાળમાં લઈ જવાનું શરૂ કર્યું.તેમને બે ત્રણ વર્ષ પહેલાના દિવસોમાં લઈ ગયા અને તે સમયે બનેલી દરેક ઘટનાઓ યાદ કરાવતા કરાવતા જ રમેશભાઈને ઉંઘ નહોતી આવતી તેનું કારણ જડી ગયું.ત્રણેક વર્ષ પહેલાં રમેશભાઈના એક મીત્રનું ઉંઘમાં જ મૃત્યુ થયું હતું એટલે એ દિવસથી તેમના આંતર મનમાં ઉંઘ માટેની જબરજસ્ત બીક પેસી ગઈ કે ન કરે નારાયણને હું પણ આમ ઉંઘમાં જ પરમેશ્વરને ધામ પહોંચી જઈશ તો ? મારા ઘરને, કુટુંબને કોણ સંભાળશે ? દિવસો જતા તેમના મિત્રનો ગમ તો હળવો થઈ ગયો પણ અજાણતાં જ તેમના મનમાં પેસી ગયેલા ખોટા વિચારો,ડર રમેશભાઈની રાતની ઉંઘ હરામ કરી દીધી હતી.ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક વાતોની નોંધ આપણું બાહ્યમન નથી લેતું પરંતુ આંતર મનમાં એ વાતો કંડારાઈ જાય છે.આ એક જ આવા અનેક જાતના ખોટા વિચારો,બીક કે અન્ય કોઈ કારણો ઉંઘ ન આવવા માટે જવાબદાર હોય છે.આ વિગતો મળતાં જ માનવમનમાં પેસી ગયેલા ખોટા, બીનજરૂરી વિચારો હિપ્નોથેરાપી દ્વારા દુર કરી શકાય છે.
રમેશભાઈના મનમાં ઘર કરી ગયેલી ઉંઘ દરમ્યાન ના મૃત્યુની બીક હીપ્નોથેરાપી દ્વારા આપવામાં આવતી સારવાર થકી દુર કરવા માત્ર થોડાક દિવસોની સારવારથી ટુંકા સમયમાં જ રમેશભાઈ હવે વગર કોઈ દવાએ પહેલા કરતાં પણ વધુ સારી, શાંતિભરી ઉંઘનો આનંદ લેતા થઈ ગયા અને દવા લેવાની ઝંઝટમાંથી છુટી ગયા. આમ ઉંઘની તકલીફ દુર કરવામાં હિપ્નોથેરાપી જ તેમને માટે રામબાણ ઈલાજ સાબિત થઈ. તમે પણ અનિંદ્રાની તકલીફમાંથી છુટકારો મેળવવા રૂબરૂ અથવા જવાબી પત્ર સાથે તમારી મુંઝવણમાં ઉકેલ મેળવી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.