અદ્‌ભૂત સર્જન શક્તિનો ભંડાર એટલે જ માનવ મન

સંજીવની
સંજીવની

શું તમે જાણો છો ? તમારૂં મન કંઈક નવું કરવાની અદ્‌ભુત સર્જનશક્તિ (ક્રીયેટીવીટી) ધરાવે છે. જાે જવાબ હા હોય તો તમે આજ સુધીમાં તમારા મનની અદ્‌ભૂત અને અગાધ સર્જનશક્તિનો કેટલો અને કયાં ઉપયોગ કર્યો ? જવાબ વિચારો, શું તમે તમારા કરેલા કાર્યોથી સંતુષ્ઠ છો ? જાે જવાબ હા હોય તો કેટલા ? અને જવાબ ના હોય તો તમે તમારા કામથી તમે સંતુષ્ઠ નથી તેના કારણો શોધવાનો, તમારી કાર્ય પદ્ધતિમાં કે તમારી વિચારવાની પદ્ધતિમાં ‘ફેરફાર’ કરવાનો કયારેય પ્રયત્ન કર્યો છે ? તમારામાંથી અનેકના જવાબ હા હશે અને અનેકના ના જવાબ હા હોવા છતાંય દરેક માણસો ધાર્યા કામો નથી કરી શકતા.દરેક કાર્યમાં સફળતા નથી મેળવી શકતા તેનું સાચું કારણ તમે જ છો.કેમ કે તમારૂં મન કયારેય સંતુષ્ઠ નથી કરતા.તેમને ચીલાચાલુ કામો જ કરવા ગમે છે.નવા વિચારો કે કોઈ પણ પ્રકારના નવા કામકાજને અપનાવવાની નૈતિક હીંમતનો અભાવ છે.મન માત્ર અવળે રસ્તે જ ચાલે છે તેથી જ ખોટા વિચારોના વમળમાં તેઓ સપડાઈ જાય છે અને તેમાંય આત્મવિશ્વાસનો અભાવ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર આવતી રોકે છે.ખરેખર તો દરેક સામાન્ય માણસપણું ખુબ જ બુધ્ધિશાળી છે. કુદરતે બધાને એકસરખી અદ્‌ભુત સર્જનશક્તિનો પોતાની મરજી મુજબ તેની મનપસંદ પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી શકે છે.આ કામ અનેક લોકો કરે છે. જેમને કવિતાઓ ગમતી હોય, ગીતો ગમતા હોય તે લોકો સારી કવીતાઓ, ગીતો લખે છે.તો કોઈ વાર્તાઓ લખે છે.અલગ અલગ ક્ષેત્રના વૈજ્ઞાનિકો વિવિધ શોધખોળો કરે છે.આવી દરેક શોધખોળોનો આપણે બધા એક યા બીજા કોઈની મનની અજબ શક્તીનો અને તેમની મહેનતનો નીચોડ છે.પહેલેથી જ કુદરત માનવજાત પર ખુબ જ મહેરબાન રહી છે.એટલે જ તો દરેક માનવી તેની જરૂરીયાતની ચીજાે બનાવી શકે છે મેળવી શકે છે આવી અદ્‌ભુત સર્જનશક્તિ કુદરતે માનવી સિવાયના અન્ય કોઈપણ સજીવને નથી આપી.
જે આપણે વિચારીએ તો ખ્યાલ ાશે કે માનવ મન જને આજ સુધી કોઈ પામી નથી શકયું તેણે આજ સુધીમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.વિવિધ ક્ષેત્રે સફળતા મેળવી છે, કુદરતે તો ફળફુલ,ઝાડપાનથી ભરપુર સુંદર નૈસર્ગિક વાતાવરણ આપણને આપ્યું હતું પણ માનવ મનને અગણ્ય વસ્તુઓનો ઉમેરો કરી દીધો છે.એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માનવ મને શોધેલી, બનાવેલી અનેક વસ્તુઓ ઉપલબ્ધ છે.જેમ કે સાયકલ, સ્કૂટર,જાતજાતની ગાડીઓ મોટરકારો,લાંબા પ્રવાસ માટે ટ્રેનો અને તેથી પણ વધુ લાંબા અને ઝડપી પ્રવાસ માટે વિમાન,હેલીકોપ્ટર, સંદેશાઓ મોકલવા ટપાલ સેવા, ઝડપી પત્રો મોકલવા, આંગડીયા, કુરીઅર સર્વિસ તેથી વધુ ઝડપથી સંદેશાઓ મોકલવા,ફેકસ,ફોન, ઈન્ટરનેટ માધ્યમ દ્વારા ઈમેઈલ આ દરેક બાબતો માનવ મનની અદ્‌ભુત સર્જનશક્તિના જીવંત પુરાવાઓ છે. આજનો બુધ્ધિજીવી વર્ગ આ વાતને સારી રીતે સમજે છે છતાં તેમનામાં રહેલી સર્જનશક્તિને ખીલવવાનો ઉપયોગ કરવાનો કયારેય પ્રયત્ન નથી કરતા, કેટલાક આ પ્રયત્નો શરૂ કરે છે અને કોઈપણ કારણોસર અધવચ્ચે જ આ પ્રયત્નો છોડી દે છે અને તેમનામાં રહેલી સર્જનશક્તિનો ભંડાર વણવપરાયો અકબંધ પડયો રહે છે.દરેક માણસ જેટલી વધુ સારી કલ્પનાઓ કરે તેટલી જ વધુ સારી રીતે તેમનામાં રહેલી સર્જનશક્તિને ખીલવી શકે,બહાર લાવી શકે, ઉપયોગમાં લઈ શકે તમારી કલ્પનાના ઘોડાઓને તમારી પસંદગી મુજબની રાહ પર દોડવા માટે ખુલ્લો દોર આપી દો અને જાેવો, અનુભવો કે તમારામાં રહેલી કલ્પનાશક્તિ તમને કયાંથી કયાં લઈ જઈ રહી છે ? કેમ કે માનવમન જયારે કાંઈ પણ કરે અથવા કાંઈ પણ કામ કરવાના વિચારો આવે છે ત્યારે તે અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે ત્યાર બાદ તે કલ્પનાને શકય હોય તો કાગળ પર ઉતારે છે, તેમાં સુધારા વધારા કરે છે અને છેવટે તેની કલ્પનાને સાકાર કરતું સુંદર રૂપ આપે છે.તમારી વિચારશક્તિ જ તમારી કલ્પનાશક્તિને ખીલવી શકે છે અને તમારી અદ્‌ભૂત કલ્પનાશક્તિ જ તમને તમારી મંજીલ સુધી પહોંચાડી શકે છે.તેથી જ એમ કહેવાય છે કે જેવું વિચારશો તેવું પામશો’ વર્ષો પહેલાં વિજ્ઞાન ભલે આજ જેટલું આગળ નહોતું વધ્યું પણ મનની શક્તિ સમજનારાઓએ આવી અનેક વાકય રચનાઓ આપણને વારસામાં આપી છે.જાે તમે જીવનમાં કયારેય કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા હોવ, તમારૂં મન તે બાબતમાં મક્કમ હોય તો આ વાકય રચના તમારા માટે યોગ્ય ઠરશે. ‘મન હોય તો માળવે જવાય..’
તમારા મનમાં સારા એટલે કે હકારાત્મક વિચારો ન જ આવતા હોય,એટલે કે તમે નેગેટીવીટી નકારાત્મક વલણથી ભરપુર હોય તો સૌ પ્રથમ તમારામાં રહેલા નકારાત્મક વિચારોને હકારાત્મક વિચારો (પોઝીટીવીટી) ફેરવવા જાેઈએ આ માટે જરૂર પડે તો તમે હીપ્નોટીઝમનો સહારો લઈ શકો છો, હિપ્નોટીઝમ દ્વારા વિચારોની ધારાને બદલી જીવનમાં આગળ વધવા જરૂરી આત્મવિશ્વાસ વધારી શકાય છે.ઉપરાંત યાદશક્તિ, ઈચ્છાશક્તિ,ધ્યાનશક્તિ પણ વધારી શકાય છે.ઘણીવાર એવું પણ બનતંુ હોય છે કે ધ્યાનશક્તિના અભાવે તે કામ બરાબર થાતું નથી અને નિષ્ફળ થવાનો વારો આવે છે.કોઈપણ કામ જાે ધ્યાનથી, એકાગ્રતા પૂર્વક અને મનપુર્વક કરવામાં આવે તો તે કામમાં હંમેશા સફળતા મળે છે.
દરેક માણસો પોતાનામાં રહેલી અદ્‌ભૂત સર્જનશક્તિનો ભંડાર ખોલી તેનો ઉપયોગ શરૂ કરે તો રોજબરોજના જીવનમાં ઉભી થતી અનેક સમસ્યાઓ આપોઆપ હલ થઈ જાય.માટે કયારેય તમે તમારી જાતને અન્ય કોઈની પણ સરખામણીમાં કોઈપણ રીતે નબળાં કે ઉતરતી કક્ષાના ન સમજશો.તમારા અભિપ્રાયો અને તમે કયા વિષયમાં વધુ જાણવા ઈચ્છો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.