અજ્ઞાત ડર (અનનોન ફીયર) દૂર કરી શકાય છે

સંજીવની
સંજીવની

ગતાંકથી ચાલુ
હું બિલકુલ નોર્મલ હોઉં છું ડૉ.જલપાએ કહ્યું તમે જ હમણાં કહ્યું હતું કે હું જાેબ એન્જાેઈ કરતી હતી. યાદ કરો કે ત્રણ ચાર મહિના પહેલાં એવું શું બન્યું જેને લીધે ફલાઈટમાં જાેબ જતાં તકલીફ પડે છે અને તમારી ચોઈસનો જાેબ તમે છોડવા તૈયાર થઈ ગયા છો ? જવાબ આપતા શિવાનીએ કહ્યું કે મને કાંઈ જ ખબર નથી પડતી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે, શું કામ થઈ રહ્યું છે ? આમજ ચાલશે તો આગળ જતાં મારૂં શું થશે ? પ્લીઝ તમે કાંઈ કરો એટલે પ્રીયંકાએ કહ્યું તમારો આર્ટીકલ શિવાની એ જપહેલા વાંચ્યો હતો અને અમને વંચાવ્યો હતો.એટલું જ નહીં તમારૂં એડ્રેસ અને મોબાઈલ નંબર તેની ડાયરીમાં જ લખી રાખ્યા હતા. ડૉ.જલપાએ શીવાનીને હિંમત આપતાં કહ્યું તમારા આ બધા નોર્મલ પ્રોબ્લેમો છે.કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની આપાવમાં આવતી ટ્રીટમેન્ટ સીટીંગથી તમે આ બધા પ્રોબ્લેમોમાંથી ફ્રી થઈ જશો. જેને માટે તમારે દશ દિવસ રોજ સીટીંગ લેવા માટે અહીં આવવું પડશે.શીવાનીએ કહ્યું તમે કહેશો તો રોજ એકવાર નહીં બે વખત આવીશ મને જલ્દી સારી કરી દો.ડૉ.કૌશલ અને ડૉ.જલપાએ કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશેની ઈન્ફર્મેશનો આપી અને સાથે સીટીંગની સીસ્ટમ તથા સીટીંગના ટાઈમ ડયુરેશન અંગે ડીટેલમાં સમજાવી સીટીંગ માટેનો ટાઈમ નક્કી કરી સીટીંગ માટે રેગ્યુલર અને ટાઈમસર આવવા જણાવ્યું.
નક્કી કર્યા પ્રમાણે ટાઈમસર શીવાની આવતા ડૉ. જલપા અને શીવાનીની સીટીંગ શરૂ કરી.સીટીંગ શરૂ થતાં પહેલી સીટીંગ લેતાં જ શીવાનીએ કહ્યું, લાંબા સમય પછી આજે મારૂં માથું થોડું હલકું થયું છે અને મને સારૂં લાગે છે તેમ જણાવ્યું. ડૉ.જલપા શીવાનીને મેન્ટલી ફ્રેશ કરી ડીપલેવલ સુધી લઈ ગયા અને અંદાજે ચારેક મહીના પહેલાના ટાઈમમાં લઈ ગયા અને શીવાનીની આજની આ પરિસ્થિતિ થવા પાછળનંુ કારણ શોધતાં જણાયું કે તે દિવસોમાં એક પ્લેન હાઈજેક થયું હતું જેમાં એ લોકો હાઈજેક એક એરહોસ્ટેસને ગોળી મારી મારી નાખી હતી અને તેના થોડા દિવસો પહેલાં જ એક ફલાઈટમાં ટેકનીકલ પ્રોબ્લેમ થતા. પાયલોટ એ ફલાઈટને નીચે લાવ્યા ત્યારે તે ફલાઈટ દરીયા પરથી પસાર થઈ રહી હતી અને ફલાઈટમાંના ઘણાં દરિયામાં ડુબી ગયા હતા.તો ઘણાં લોકો જેમને સારૂં સ્વીમીંગ આવડતું હતું તે બચ્યા અને બીજા થોડા પણ હેલ્પમલી એટલે બચી ગયા હતા.આ બંને વાતોથી શીવાનીના મનમાં ડર બેસી ગયો હતો કે આવું કાંઈ જે તેની સાથે બનશે તો ? અને આ અજ્ઞાત ડરને લીધે જ શીવાની અપસેટ હતી. ડૉ.જલપાએ સીટીંગ દરમ્યાન શીવાનીના મનમાં બેસી ગયેલો ડર દુર કરી તેનામાં આત્મવિશ્વાસ વધારી જીવનમાં આવનારી દરેક સમસ્યાઓનો હિંમત પૂર્વક સામનો કરવા માનસિક રીતે સક્ષમ બનાવતા. ફલાઈટમાં જવામાં પડતી તકલીફોનો અંત આવી ગયો. દશ દિવસથી આ સીટીંગોથી જાેબ પર શરૂ કર્યું અને અનુભવ્યું કે હવે નથી હાર્ટબીટ વધતા નથી ગભરામણ થતી. નથી પરસેવો પડતો,
નથી ધ્રુજારી થતી પહેલાની જેમ જ ફલાઈટમાં બોલવા લાગી.આમ શિવાનીની સમસ્યાનું મુળ કારણ તેના મનમાંથી જ શોધી તે દુર કરતા
શીવાની તેની જાેબ એન્જાેઈ કરવા લાગી. એટલે ડૉ.જલપા અને ડૉ.કૌશલનો આભાર માની દેશ વિદેશમાં ઉડવા લાગી.દરેક જાતના ખોટા ડર,ભય, વ્યર્થ ચિંતાઓ દૂર કરવા, યાદશક્તિ, ઈચ્છાશક્તિ, વિચારશક્તિ, ધ્યાન શક્તિ (કોન્સનટ્રેશન),કાર્યશક્તિ, કલ્પના શક્તિ (ક્રીયેટીવીટી) વધારવા, માનસિક રોગો દૂર કરવા, ખરાબ આદતો, વ્યસન છોડવા,સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા કે સેલ્ફ ઈપ્રુવીંગ ઓડીયો સીડી માટે સંપર્ક કરો.
હીપ્નોથેરાપી કે હીપ્નોટીઝમ અંગે જાણકારી માટે સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.