શક્તિનું પ્રતિક મનાતી સૂંઠ ૬૪ પ્રકારના રોગોમાં રામબાણ ઔષધની ગરજ સારે છે

સંજીવની
સંજીવની

આયુર્વેદમાં સૂંઠને વિશ્વભૈષજ (વૈશ્વિક ઔષધ)ની ઉપમા આપવામાં આવી છે. આપણે ત્યાં બે બળવાનો વચ્ચે લડાઇ થાય ત્યારે કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે? તેવો પડકાર ફેંકવામાં આવે છે, પણ કોની માએ વિટામીનની ગોળીઓ ખાધી છે? તેવો પડકાર ક્યારેય ફેંકવામાં આવતો નથી. તેનું કારણ એ છે કે જે સ્ત્રી સુવાવડ બાદ સૂંઠનું સેવન કરે તેનું દૂધ પીનારું બાળક બળવાન બને છે.
ચરકસંહિતામાં લખ્યું છે કે સૂંઠ રૂચિ કરનાર, દીપન અને મૈથુનશક્તિ વધારવા માટે શ્રેષ્ઠ છે. ભાવપ્રકાશમાં લખ્યું છે કે સૂંઠ આમવાત (સાંધાના દુઃખાવા)ને મટાડે છે. સુશ્રુતસંહિતામાં લખ્યું છે કે સૂંઠ કફ તથા વાયુને હરનાર, વીર્યને વધારનાર અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારી છે. વૈદ્યરાજ પ્રભાશંકર બાપાના કહેવા મુજબ સૂંઠ, ગળો, આમળાં અને હરડે એ આયુર્વેદનાં ચાર અમૃતો છે.
અમદાવાદની પ્રસિદ્ધ આયુર્વેદિક સંજીવની હોસ્પિટલના વૈદ્યરાજ દેવેન્દ્ર ગોવિંદપ્રસાદ દ્વિવેદીએ સૂંઠ-વિશ્વભૈષજ નામની પુસ્તિકા લખી છે, જેમાં ૬૪ પ્રકારના રોગોમાં સૂંઠનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તેના અનુભવસિદ્ધ પ્રયોગો વર્ણવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક હઠીલા રોગો પરના ચૂંટેલા પ્રયોગોનો સમાવેશ આ લેખમાં કરવામાં આવ્યો છે. આ લેખ વાંચ્યા પછી કોઇ પણ પ્રયોગ કરવાનું મન થાય તો પણ તે નિષ્ણાત વૈદ્યરાજના માર્ગદર્શન હેઠળ જ કરવાની ખાસ ભલામણ છે.
(૧) કસ્તુરભાઇ લાલભાઇ શેઠના કોઇ સંબંધીને ગ્રિવાસ્તંભ (ફ્રોજન શોલ્ડર) નામનો રોગ થયો હતો. તેમણે જર્મનીના કોઇ સર્જ્યન પાસે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું, પણ બે મહિના પછીની તારીખ મળી હતી. દરમિયાન તેઓ રાજવૈદ્ય રસિકલાલ પરીખ પાસે સારવાર માટે આવ્યા. રાજવૈદ્યે તેમને બંને નસકોરાંમાં નલિકા વાટે સૂંઠનાં વસ્ત્રગાળ ચૂર્ણનું નસ્ય આપ્યું. તેઓ બેભાન જેવા થઇ ગયા. અડધો કલાકે તેમને કળ વળી ત્યારે તેમનો ફ્રોજન શોલ્ડર સાજો થઇ ગયો હતો.
(૨) સૂંઠનાં વસ્ત્રગાળ ચૂર્ણને બંને નસકોરાં વડે વારાફરતી છીંકણીની જેમ સૂંઘવાથી માયગ્રેન, ફ્રોજન શોલ્ડર, સ્પોન્ડિલાઇટિસ, સાયનસ, કમરનો દુઃખાવો, શિરદર્દ, કરોડરજ્જુનું જકડાઇ જવું વગેરે રોગોમાં ચમત્કારિક પરિણામો જોવા મળે છે. એક અમેરિકન મહિલા જૈન પુરૂષને પરણી હતી. તેને ૧૭ વર્ષથી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસનું દર્દ હતું. તે સૂંઠનાં નસ્ય માટે તૈયાર નહોતી, માટે વૈદ્યરાજે તેને સૂંઠનો પાવડર છીંકણીની જેમ સૂંઘવાનું કહ્યું. ૨૧ દિવસમાં તેમનું દર્દ ગાયબ થઇ ગયું.
(૩) અમદાવાદની મિલમાં નોકરી કરતાં ભીમજીભાઇ પ્રજાપતિને ભરયુવાનીમાં છાતીમાં ચિક્કાર કફ ભરાઇ ગયો હતો. ડોક્ટરે ટી.બી.નું નિદાન કર્યું હતું. રાજવૈદ્ય રસિકલાલ પરીખે તેને તપાસીને કહ્યું કે, તને ટી.બી. નહીં પણ આમવાત થયો છે; ઉપવાસ કરો અને સૂંઠના ફાકડા મારો. ભીમજીભાઇનો આમવાત સૂંઠથી દૂર થયો. આજે ૮૭ વર્ષની ઉંમરે પણ તેઓ તંદુરસ્ત છે.
(૪) બસમાં, વિમાનમાં કે બોટમાં મુસાફરી કરતી વખતે જે ચક્કર આવે છે,પોતાને જે ફાયદો થયો એ વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે અને કીલેશન વિશે પ્રવર્તમાન ખોટી માન્યતાઓ અને અફવાઓનું તેઓ સાયન્ટિફિક પુરાવાઓ દ્વારા ખંડન કરે છે. બાયપાસને બાયપાસ કરી દે એવી થેરપી કેવી રીતે અપાય છે, એમાં શુ ફાયદા કે નુકસાન છે અને શું તકેદારી રાખવી જોઇએ? કીલેશન શું છે? ગ્રીક શબ્દ ‘કીલા’ પરથી કીલેશન નામ આવ્યું છે. સૌથી પહેલી વાર ૧૯૨૦માં સર જી. મોર્ગન અને એચ ડ્‌યુક નામના સંશોધકોએ આ થેરપીની શરૂઆત કરેલી. શરીરમાંથી મેડલના ટોક્સિન્સને પકડી-પકડીને બહાર કાઢી લાવે એ પ્રક્રિયાને કીલેશન કહેવાય છે. આપણા શરીરમાં કાળક્રમે ટોક્સિન્સ જનરેટ થતાં રહે છે. શરીરમાં અમુક ખાસ પ્રકારના કેમિકલ્સ દાખલ કરીને ટોક્સિન્સને બહાર ખેંચી કાઢવાની પ્રક્રિયા કરવાથી જાતજાતના રોગો દૂર થઇ શકે છે. જે કેમિકલ્સ દ્વારા ટોક્સિન્સ છૂટા પાડીને નીકળે છે એને કીલેટર કહેવાય છે. અનેક કેમિકલ્સ પર પ્રયોગ કર્યા પછી હવે આ થેરપીમાં મેઇન કીલેટર તરીકે વપરાય છે ઇડીટીએ એટલે કે ઇથાઇલીન ડાયામાઇન ટેટ્રાએસિટિક એસિડ. થેરપીમાં શું કરવામાં આવે? સામાન્ય રીતે દરદીઓ બધેથી થાકે-હારે એ પછી જ કીલેશન વિશે જાણવા-સમજવા તૈયાર થાય છે, કેમકે હજી સુધી એ એક વૈકલ્પિક થેરપી તરીકે જ જોવાઇ રહી છે. કીલેશન થેરપી આપનાર ડોક્ટર પહેલા તો દરદીની પાસ્ટ હેલ્થની હિસ્ટરી સમજે છે. એ પછી થેરપી શરૂ કરતાં પહેલા દરદીની બોડીની કેમિસ્ટ્રી સમજવા માટે લોહીની બાર પ્રકારની ટેસ્ટ કરવામાં આવે છે. એના પરથી દરદીને કેટલી માત્રામાં, કેટલા ઇન્ટરવેલ પર ઇડીટીએ આપવાની જરૂર છે એ નક્કી થાય. સામાન્ય રીતે આ કેમિકલ એકલનું ન અપાય. એની સાથે કેટલાક વિટામિન્સ, મિનરલ્સ અને એનથેસ્ટિક કેમિકલ પણ આપવામાં આવતા હોય છે જેનાથી દવા જ્યારે શરીરમાં પ્રવેશે ત્યારે ઓછી ડિસ્કમફર્ટ થાય. જેમ હોસ્પિટલમાં ગ્લુકોઝની ડીપ ચડાવવામાં આવે છે એવી જ રીતે રક્તવાહિની દ્વારા ડાયરેક્ટ દવા શરીરમાં દાખલ કરવામાં આવે છે. દવા એડમિનિસ્ટર કરનાર અનુભવી ડોક્ટર હોય એ જરૂરી છે. અનેક પરિબળો ધ્યાનમાં લીધા પછી નિષ્ણાત દ્વારા દવાનો ડોઝ નક્કી થાય. એ પછી પહેલી ડ્રિપમાં જરૂરી ડોઝ કરતાં અડધી જ દવા શરીરમાં દાખલ કરીને બોડીનું રિએક્શન તપાસવામાં આવે. હથેળીના ભાગમાં આવેલી રક્તવાહિની વાટે દવા શરીરમાં જતી હોય ત્યારે દરદી રિલેક્સિંગ ચેર પર બેઠાં-બેઠાં પુસ્તકો-છાપાં વાંચી શકે, ટીવી જોઇ શકે, ફોન પર વાતચીત કરી શકે. ડ્રિપ પૂરી થાય એ પછી ૧૫-૨૦ મિનિટ આરામ કરીને દરદી પોતાના ઘરે કે ઓફિસે જઇને કામ ચાલુ રાખી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.