છાપામાં છપાતા સમાચારો પણ કોઈને ડીપ્રેશનમાં ધકેલી શકે છે

સંજીવની
સંજીવની

આપણે જાણીએ છીએ કે, આપણું મન કેટલું વિચિત્ર છે તે કહેવું ખુબ જ ડીફીલ્ટ છે અને એટલું જ ડેફીલ્ટ છે તેને સમજવું, કઈ વાત કયારે કોના મનમાં કેવી રીતે ઘર કરી જાય છે અને તે વાતની તે માણસના શરીર અને મન પર કેવી અસર થશે કે થાય છે તે કહેવું ઘણું મુશ્કેલ છે.આ વાત આપણાથી વધુ એમના માટે મુશ્કેલ છે જેમને આવી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે જેને લીધે રૂટીન લાઈફ ડીસ્ટર્બ થઈ જાય છે.
આપણે જાેયું છે,સાંભળ્યું છે અને અનેક વખત અનુભવ્યું છે કે જે માણસને આપણે આજ પહેલા કયારેય જાેયા નથી,મળ્યા નથી છતાં તે માણસ પછી તે મેલ હોય કે ફીમેલ.તે ગમે તે અંદાજ ગ્રુપના હોય.ગમે તે કાસ્ટના હોય, ગમે તે પ્રાંત કે દેશના હોય,કોઈ ફોરેન કન્ટ્રીના હોય, અચાનક કયાંક મળી જાય,તેમને જાેતાંની સાથે એમ લાગે છે.આમને કયાંક તો જાેયા છે, કદાચ કયાંક મળ્યા છીએ એટલી બધી આત્મીયતા લાગી છે કે તેમની સાથે અનેક વર્ષો જૂનાસંબંધો છે તે પોતાનામાં જ એક છે.
કયારેક કોઈ નવી જગ્યાએ કરવા જઈએ છીએ તે જગ્યા જાણીતી લાગે છે.લાઈફમાં ફર્સ્ટટાઈમ તે જગ્યામાં પગ મુકયો હોવા છતાં પહેલાં કયારેક અહીં આવી ગયા છીએ તે જગ્યા સાથે અનેક વર્ષો જૂનો સંબંધ છે. તે જગ્યા સાથે કોઈ જૂના સંબંધો છે માટે જ એટલી બધી આત્મીયતા લાગે છે કે જાણે અહીં આ જગ્યામાં જ જન્મ્યા છીએ એ ધરતી સાથે અનેક જન્મોનો સંબંધ છે. તે જગ્યા પરથી પાછા ફર્યા પછી પણ વારંવાર ત્યાં જવાની ઈચ્છા થાય છે.અમુક કેસમાં એવું પણ થતું હોય છે તે જગ્યામાં તે દેશમાં કયારેય ન હોવા છતાં તે દેશ ત્યાંના લોકો તેમની ભાષા, બોલી તેમનો પહેરવેશ ગમવા લાગે છે.ત્યાંની લગભગ બધી બાબતો જાણીતી લાગે છે, તે લોકો માટે મનમાં ભારોભાર પ્રેમ હોય તેવો અનુભવ થાય છે, અર્થાત અજાણ્યા દેશ કે અજાણ્યા લોકો માટે આપણામાં જાણે પ્રેમનું ઝરણું વહેવા લાગે છે તો કયારેક સમુદ્રના મોજાની જેમ અચાનક લાગણીનંું ઘોડાપૂર આવે છે.સામાન્ય સંજાેગોમાં આપણે આવું શું કામ થાય છે ? તે અંગે નથી વિચાર કરતા કે નથી કયારેય તેના કારણો શોધવાનો પ્રયત્ન કરતા.જયારે વાત હાથ બહાર જતી લાગે ત્યારે જ તેનું મારણ શોધવાના પ્રયત્નો શરૂ કરવામાં આવે છે જે ગોતવામાં કયારેક સારો એવો સમય નીકળી જાય છે.આવો જ એક કેસ થોડા દિવસો પહેલાં આવ્યો. એક કપલ અમારા કાંદીવલી વેસ્ટના પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં આવ્યું અને રીસેપ્શન પર કહ્યું બી.કુમારને મળવા માટેની અમારી એપોઈન્ટમેન્ટ છે.નામ કન્ફર્મ કરી તેમને મારી કેબીન બતાવતાં આ કપલ કેબીનમાં એન્ટર થયું અને કહ્યું કે હેલો સર હું સોહીલ દોશી અને જેના માટે હું આવ્યો છું તે મારી વાઈફ પ્રિયા.બંનેને બેસવાનું કહેતાં જાણે માંડ પહોંચ્યો હોય તેમ ઝડપથી ખુરશીમાં બેસતાં જ સોહીલભાઈએ વાત શરૂ કરતાં કહ્યું ખબર નથી કેમ મારી વાઈફને અફઘાનિસ્તાન ગમે છે મેરેજ પછી હનીમુન માટે કયાં જવું તે અંગે અમે વિચાર કરતા હતા.અલગ અલગ જગ્યાની ઈન્ફર્મેશન જે ભેગી કરીને રાખી હતી તે જાેઈ જે બંનેવને ગમે તે જગ્યાનું બુકીંગ કરાવી લેવાનું નક્કી કર્યું હતું.અચાનક પ્રિયા બોલી આ બધું સાઈડ પર મુકી દો.આપણે અફઘાનિસ્તાન જઈએતેની ટીકીટો બુક કરાવી લઈએ. મને નવાઈ લાગી છેલ્લા દસેક દિવસથી કુરીયર ઓફિસોમાં જઈને પ્રિયાએ જ બધી ઈન્ફર્મેશનો કલેકટર કરી હતી ત્યાં સુધી અફઘાનિસ્તાન લીસ્ટમાં જ ન હતું અને અચાનક સાવ નવી જ પ્લેસ જેની કોઈપણ ઈન્ફરમેશન અમારી પાસે નથી તે જગ્યા જ ફાઈનલ કરી અફઘાનીસ્તાનની ટીકીટો બુક કરાવી લેવા પાછળ પડી હતી.પ્રીયાને ફરી નેકસ્ડ જગ્યા ફાઈનલ કરવા મળ્યા ત્યારે તેને સમજાવ્યું કે હનીમુન માટે મને બરાબર જગ્યા નથી લાગતી, એટલે અત્યારે બીજી કોઈ વધારે સારી જગ્યા નક્કી કરીએ અને ફરી આવીએ. અફઘાનિસ્તાન પછી કયારેક જઈશું.
છેવટે અમે સિંગાપોર જવાનું નક્કી કર્યું એટલે મેરેજ પછીની અમારી આ ફર્સ્ટ ટૂર હતી જે અમે ખરેખર એન્જાેય કરી દશ દિવસ કયાં નીકળી ગયા તેની ખબર પણ ના પડી.પ્રિયા પણ આ ટુરથી ખુબ ખુશ હતી. આ વાતને ર૪ વર્ષ થઈ ગયા છે.અમારૂં લગ્નજીવન ખુબ સારી રીતે પસાર હતંું.અમે અવારનવાર નાની મોટી ટ્રીપનું આયોજન કરતા જીવનનો આનંદ લેતા હતા.
અચાનક એક દિવસ પ્રીયાને પાછું અફઘાનીસ્તાન યાદ આવી ગયું અને પ્રીયા મને અફઘાનીસ્તાન ફરવા જવા માટેનો શેડયુલ તૈયાર કરવા જણાવ્યું.કોણ જાણે શું ભુત વળગ્યું, પ્રિયા કહે મને અફઘાનિસ્તાન ખુબ ગમે છે.મારે ત્યાં જાવું જ છે.અફઘાનીસ્તાન જાેવું છે. ખરેખર તો ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય ઈન્ડીયામાં પણ બીજે કયાંય તેના કોઈ સગા સંબંધી કે મિત્રો નથી એટલુ જ નહીં પ્રીયાના કે મારા ફ્રેન્ડસર્કલમાંથી પણ આ જ સુધી કોઈ અફઘાનિસ્તાન ગયું નથી.અનેક વાર પ્રીયા એ અફઘાનિસ્તાન જવા માટે જીદ કરી પણ અનેકવાર રીમાઈન્ડ જરૂર કરાવ્યું છે.દરેક વખતે કોઈ બહાના કાઢી વાતને ટાળવાનો પ્રયત્ન કરતો આવ્યો છું.છેલ્લા થોડાક દિવસોથી પ્રીયા બહુ ડીસ્ટર્બ છે ગમે ત્યારે કોઈ વિચારોમાં ખોવાઈ જાય છે ત્યારે તેને બોલાવીએ કે કોઈ વાત કરીએ તેનું ધ્યાન જ નથી હોતું.તેના મોબાઈલમાં રીંગ વાગતાં પહેલાં તુરંત જ ફોન ઉપાડી વાત કરતી હતી.અત્યારે લગભગ બધા ફોન મીસ્ડકોલમાં જ જાય છે.મોટે ભાગે સુનમુન બેસી રહે છે રસોઈ કરતાં બે વખત દાઝી ગઈ.કયારેક શાકમાં મસાલો ડબલ હોય તો કયારેક ગેસ બંધ કરવાનું ભુલી જાય એટલે દાળ શાક વેસ્ટ જાય.અમારે એક દિકરો અને એક દિકરી છેબંનેવ ગ્રેજ્યુએટ થઈ કામે લાગી ગયા છે.પ્રીયા બેમાંથી એકટર છોકરાઓનું પણ નથી સાંભળતી. ખબર નથી કેમ પણ સાવ બદલાઈ ગઈ છે.
અચાનક તેમામાં આવું પરીવર્તન આવવાનું જ કારણ નથી સમજાતું.અમને શું કરવું તે સમજાતું ન હતું. પ્રીયાને લીધે અમે બધા ખૂબ જ અપસેટ હતા.ગઈકાલે સવારે મારા કઝીન બનાવ્યા.તેમણે પ્રીયાની વાત કરતાં તમારો નંબર આપ્યો. અરૂણભાઈએ કહ્યું તે તમારા સ્ટુડન્ટ છે અને પ્રીયાને તમે સારી કરી દેશો.બહુ મોટી આશા સાથે તમારી પાસે આવ્યા છીએ.સોહીલભાઈની વાત પુરી થતાં પ્રીયાબેન સાથે વાત શરૂ કરી તેમને હિસાબે તેમની આ સ્થિતિ થવાનું કારણ પુછતાં તેમને જણાવ્યું કે, મને ખબર જ નથી આવું કેમ થાય છે ? એટલે તેમને કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશે વિગતો આપી.તેમની ટ્રીટમેન્ટ શરૂ કરી સોહીલભાઈના કહેવા પ્રમાણે જે દિવસથી આ પ્રોબ્લેમ થયો છે તે દિવસોમાં તેમને હિપ્નોટીક ટ્રાન્સમાં લઈ જઈ તપાસ કરતાં જણાયું. તાલીબાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અનેક લોકો માર્યા ગયા વિ.સમાચારો વાંચી તેમને ખુબ જ દુખ થયું.ખરાબ લાગ્યું કે તે કાંઈ કરી નથી શકતા, કોઈની બચાવી નથી શકતા આ વાતે તેમના મનને ઢંઢોળી નાખ્યું અને દુઃખના સાગરમાં, ડીપ્રેશનમાં આવી ગયા. તેમના દુઃખનું કારણ મળતા આ વાત તેમના મનમાંથી દુર કરી વાસ્તવિકતા સ્વીકારી જીવનમાં આગળ વધવા જરૂરી સુચનાઓ આપતી સીટીંગ્સો આપતા ધીરે ધીરે પ્રીયાબેનમાં સુધારો થવા લાગ્યો.
કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા પ્રીયાબેન ગણત્રીના દિવસોમાં તેમના પર પડેલા દુઃખના ડુંગરોમાંથી બાહર આવતાં નોર્મલ થઈ ગયા અને તેમના દરેક રૂટીન કામો કરવા લાગ્યા જે જાેઈ સોહીલભાઈએ કહ્યું બી.કુમારભાઈ તમારે લીધે મને મારી પ્રીયા પાછી મળી ગઈ અમારા માટે તો આ એક ચમત્કાર છે તમારા શબ્દોનો જાદુ છે થેંકયુ વેરી મચ સર..
બી.કુમાર ડૉ.કૌશલ બી. શાહ, ડૉ.જલપા બી.શાહ કન્સલ્ટીંગ ૪-પર શાંતી ભુવન, ૪૭ જુની હુનમાન ગલી , કાલબાદેવી રોડ, મુંબઈ-૪૦૦૦૦ર ઈદ્બટ્ઠૈઙ્મઃ-ઙ્ઘહ્વિોદ્બટ્ઠિ જ્ર ખ્તદ્બટ્ઠૈઙ્મ. ર્ષ્ઠદ્બ, ઉઉઉ. જજટ્ઠિરદ્બ. ૈહ શ્ ઉઉઉ. હ્વ. ોદ્બટ્ઠિ.ૈહ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.