ગોળના અણમોલ ગુણો પણ કયા ગોળના જે રસાયણોથી મુકત હોય તે

સંજીવની
સંજીવની

સારા શુભ પ્રસંગોમાં મોં મીઠું કરવાનો ભારતીય પરંપરામાં રિવાજ છે. વળી આપણા દેશની સંસ્કૃતિમાં રીતરીવાજાેમાં ગોળનું આગવું સ્થાન છે.વર-કન્યાની સગાઈ થાય ત્યારે શુકન તરીકે ગોળ ધાણા ખવડાવવામાં આવે છે. શિયાળામાં શક્તિ માટે અનેક પ્રકારના પાક તથા ગોળની ચીકી અને તલસાંકળી ખાવામાં આવે છે. ચુરમાના લાડુ, સુખડી, કંસાર, લાપસી વિ.મિષ્ટાન્નમાં તેમજ રાબ તથા સુંઠ, પીપરામુળની ગોળીઓમાં ગોળનો જ ઉપયોગ કરવામાં આવે છે. દાળ શાકમાં પણ ગોળનો જ ઉપયોગ થતો. આમ ગોળ આપણા માટે શક્તિવર્ધક પદાર્થ છે.
ગરમીમાં શરીરમાંથી ગ્લુકોઝ શોષાઈ જાય છે દેશી ગોળમાં તો ગ્લુકોઝ ઉપરાંત ઠંડક આપતું ટોનીક પણ છે. ઉનાળામાં તાપમાંથી આવેલ વ્યક્તિને કે મહેમાનને ગોળનું પાણી આપવાનો રીવાજ હતો. ‘લુ’ માં પણ તે ગોળનું પાણી ફાયદો થાય છે. ગોળનું પાણી જેટલું વધારે વખત કપડાથી ગાળીને પીવાય તેટલી વધારે ઠંડક મળે છે. ગોળથી મસ્તિષ્કને શક્તિ મળે છે લોહીનું શુધ્ધિકરણ અને લીવર મજબુત બને છે. ગોળમાં કેલ્સીયમ હોવાના કારણે બાળકોના હાડકાની કમજાેરીમાં તે ખુબ લાભકારી છે.
ઉપરાંત ગોળ બળ આપનારો, સ્નિગ્ધ વાયુનો નાશ કરનાર અને મૂત્રને શુદ્ધ કરનારો છેઃ હારિત સંહિતા ગ્રંથ
‘ગોળ મધુર, માંસ, મજ્જા, લોહી અને શુક્ર ઉત્પન્ન કરનાર છે, અગ્નિદીપક છે, વાયુ, કફ, શ્વાસનો નાશ કરનાર છે ઃ આર્યભિષક ગ્રંથ
ગોળ જેમ જેમ જુનો થતો જાય તેમ તેમ અધિક ગુણવાળો અને પથ્ય બને છે. સુશ્રુત સંહિતા ગ્રંથ આ રીતે આયુર્વેદના ગ્‌્રંથોમાં ગોળ કેટલો ગુણકારી છે તેનું વર્ણન કરેલ છે. વિશેષ જાણકારી માટે યોગ્ય વૈદ્યની સલાહ પ્રમાણે ઉપયોગ કરવો.
જે ગોળમાં શરીરને મળવા જાેઈએ એ બધાં જ તત્વો કુદરતી રીતે સચવાયેલો હોય જેમ કે ગ્લુકોઝ કેલ્સીયમ, વિટામીન્સ, લોહતત્વ, ફોસ્ફરસ વિ.અને સોડીયમ હાઈડ્રોસલ્ફટ, ડીટરજન્ટ પાવડર, સાયટ્રીક એસીડ વિ.રસાયણોથી મુકત હોય તેવો દેશી ગોળ ગુણકારી સમજવો.
સામાન્ય રીતે બજારમાં મળતો પીળો રૂપાળો અને બરફી જેવો ગોળ પણ કહેવાતો હશે તો તે ગોળ બનાવવામાં રસાયણોનો ઉપયોગ થવાથી તે સ્વાસ્થ્ય માટે હાનીકારક લાગે છે. આવો ગોળ પેટમાં જવાથી અનેક પ્રકારના રોગ પણ થઈ શકે છે. શેરડીના રસમાંથી ખાંડ અને ગોળ બને છે છતાં દેશી ગોળ વધારે નિર્દોષ છે કારણ ખાંડ બનાવવાની પ્રક્રિયામાં સાફસફાઈમાં અને પારદર્શક બનાવવામાં સલ્ફયુરીક એસીડ જેવાં અનેક હાનીકારક રસાયણો વાપરવામાં આવે છે. જેના અંશો ખાંડમાં રહી જાય છે. શર્કરાની પરિશુધ્ધિ દરમિયાન ખનીજ તત્વો કેલ્સીયમ અને ફોસ્ફરસ નગણ્ય રહેતાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. કેટલાક લોકો આવી ખાંડને ‘સફેદ ઝેર’ પણ કહે છે. ગળપણની દ્રષ્ટીએ ખાંડ કરતાં દેશી ગોળ પણ વધુ લાભદાયક ગણાય છે.
આમ આર્થિક-સામાજીક-શારીરિક અને ધાર્મિક દ્રષ્ટીએ વિચારીએ તો કોઈપણ જાતના રસાયણોથી મુકત તથા કેમીકલ્સ વગરનો અને અખાદ્ય પદાર્થોના ઉપયોગ વિનાનો શુદ્ધ અને આરોગ્યપ્રદ દેશી ગોળ વધુ વાપરવા અને પસંદ કરવા યોગ્ય જણાય છે. આજના ‘ગોળ યુગ’ ને અલવિદા આપી રસાયણમુકત ‘દેશી ગોળ’ ને અપનાવો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.