આયોડિનયુક્ત મીઠું આરોગ્ય માટે હાનિકારક છે

સંજીવની
સંજીવની

ભોજનમાં સબરસ તરીકે ઓળખાતું મીઠું યાદ આવે ત્યારે આપણને બજારમાં વેચાતું, દૂધ જેવું સફેદ, સરસર સરકતું આયોડિનયુક્ત મીઠું જ નજર સામે તરી આવે છે. આયોડિનની ઉણપના બહાને આપણને પરાણે જે મીઠું ખવડાવવામાં આવે છે તે દરિયાનાં પાણીમાંથી બન્યું હોય છે. ઇ.સ.૧૯૩૦ પહેલાં ભારતમાં બહુ ઓછા લોકો દરિયાનાં પાણીને સૂકવીને બનાવાતું સફેદ મીઠું ખાતા હતા. ભૂતકાળમાં સમગ્ર ભારતના લોકો સિંધાલૂણ તરીકે ઓળખાતું મીઠું જ ખાતા હતા. સિંધાલૂણ હજારો વર્ષોથી પૃથ્વીના પેટાળમાં ખડકના રૂપમાં મોજૂદ હોય છે. આ કારણે જ અંગ્રેજીમાં તેને રોક સોલ્ટ કહેવામાં આવે છે. આજના પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં તો રોક સોલ્ટના મોટા મોટા પહાડો હતા, જેને ખોદીને સિંધાલૂણ મેળવવામાં આવતું અને સમગ્ર ભારતમાં મોકલવામાં આવતું હતું. આયુર્વેદની દૃષ્ટિએ સિંધાલૂણ દીપન અને પાચન માટે ઉત્તમ રસાયણ છે. સિંધાલૂણ ત્રિદોષશામક અને શીતવીર્ય હોવાને કારણે હૃદય માટે ઉત્તમ ટોનિકની ગરજ સારે છે.
આજે આપણે જે આયોડિનયુક્ત નમક ખાઇએ છીએ તેમાં મીઠામાં રહેલા સોડિયમ ક્લોરાઇડ સિવાયનાં તમામ મિનરલ્સ કાઢી નાખવામાં આવે છે અને આયોડિન ઉમેરવામાં આવે છે. હકીકતમાં જે લોકો દરિયાની નજીક વસતા હોય તેમના આહારમાં શાકભાજી અને ફળફળાદિના માધ્યમથી કુદરતી રીતે જ આયોડિન મળી રહેતું હોય છે. તેમના મીઠામાં આયોડિન ઉમેરવાની કોઇ જરૂર હોતી નથી. આયોડિનની ઉણપ માત્ર પહાડી ક્ષેત્રોમાં વસતા લોકોના શરીરમાં જોવા મળે છે. તેમને પણ આયોડિનયુક્ત મીઠું ખવડાવવાને બદલે અલગથી આયોડિનની ગોળી આપવામાં આવે તો તેમની ઉણપ દૂર થઇ જાય છે. હકીકતમાં આયોડિનયુક્ત નમકના ઉત્પાદકોએ સરકારને સાધીને અઢળક નફો રળવાના ઉદ્દેશથી મીઠામાં ફરજિયાત આયોડિન ઉમેરવાનો કાયદો કરાવ્યો છે.મીઠું એક એવી જીવનજરૂરિયાતની ચીજ છે કે તેના વગર કોઇને ચાલતું નથી. આપણા દેશમાં મીઠું એક સમયે ૫૦ પૈસે કિલોગ્રામના ભાવે વેચાતું હતું ત્યારે કેટલાક લાલચુ ઉદ્યોગપતિઓની નજર મીઠાના ધંધા પર પડી હતી. તેમણે પહેલા મીડિયાનો દુરૂપયોગ કરીને મોટા પાયે પ્રચાર કરાવ્યો કે જો આયોડિન વગરનું મીઠું ન ખાવામાં આવે તો આરોગ્યને નુકસાન થઇ શકે છે. પછી તેમણે સરકારને સાધીને કાયદો કરાવ્યો કે આયોડિન વગરનું મીઠું બજારમાં વેચી શકાય નહીં. જે મીઠું બજારમાં ૫૦ પૈસે કિલોગ્રામના ભાવે મળતું હતું તેમાં આયોડિન ઉમેરતાં તે પાંચ રૂપિયાના ભાવે વેચાવા લાગ્યું હતું. આજે તો મીઠાનો ભાવ ૨૦ રૂપિયા પર પહોંચી ગયો છે.
આપણી સરકાર જે આયોડિનયુક્ત મીઠાની દલાલી કરે છે તેના પર દુનિયાના ૫૬ દેશોમાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, જેમાં અમેરિકા ઉપરાંત જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા દેશો પણ સામેલ છે. ડેન્માર્કની સરકારે તો છેક ઇ.સ.૧૯૪૦ની સાલમાં આયોડિનયુક્ત મીઠું ફરજિયાત બનાવતો કાયદો ઘડ્‌યો હતો.ઇ.સ.૧૯૫૬ સુધીમાં ડેન્માર્કની સરકારને ખ્યાલ આવ્યો કે આયોડિનયુક્ત મીઠું ખાવાને કારણે પ્રજાની ફળદ્રુપતા ઘટતી જાય છે ત્યારે તેણે તેના પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. તે વખતે અમેરિકા અને યુરોપના શ્રીમંત દેશો ભારતની અને ચીનની વધતી વસતીથી ભયભીત હતા. તેમને ડર હતો કે ભારતમાં અને ચીનમાં જો વસતિનો વિસ્ફોટ થશે તો યુરોપ અને અમેરિકામાં તેઓ વસવાટ કરશે અને તે ખંડો કબજે કરી લેશે. આ કારણે તેમણે સંતતિનિયમનના કાર્યક્રમો શરૂ કરાવ્યા. તેનો એક ભાગ આયોડિનયુક્ત નમકનો પ્રચાર હતો.
સમુદ્રના મીઠાને આયોડિનયુક્ત બનાવવા માટે તેમાં ટ્રાઇકેલ્શિયમ ફોસ્ફેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, સોડિયમ એલ્યુમિનો સિલિકેટ વગેરે કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, જે રક્તવાહિનીમાં જામી જાય છે. તેને કારણે હૃદયને લોહીનો પુરવઠો પહોંચાડતી ધમનીમાં બ્લોક્સ આવે છે. આયોડિનયુક્ત મીઠું ખાવાને કારણે સાંધાના દુઃખાવાની અને પ્રોસ્ટેટની સંભાવના વધી જાય છે. જેમ ખોરાકમાં આયોડિનની ઉણપથી રોગો થાય છે તેમ વધુ પડતું આયોડિન આપણા શરીરમાં જાય તો પણ રોગો થાય છે.
ટ્રાન્સપોર્ટેશનમાં આયોડિનનું બાષ્પીભવન થઇ જતું હોવાથી આયોડિનયુક્ત મીઠું બનાવતી કંપનીઓ મીઠામાં જરૂર કરતાં વધુ આયોડિન ઉમેરતી હોય છે.
આહારમાં સિંધાલૂણનો ઉપયોગ કરવાથી બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલમાં રહે છે. સિંધાલૂણમાં જે આયોડિન હોય છે તે કુદરતી હોય છે, માટે તે આરોગ્યને ફાયદો કરે છે. આયોડિનયુક્ત મીઠામાં જે આયોડિન હોય છે તે ફેક્ટરીમાં બનાવેલું કેમિકલ હોય છે, માટે તે આરોગ્યને નુકસાન કરે છે. સમુદ્રમાંથી મળતાં મીઠામાં માત્ર સોડિયમના ક્ષારો જ હોય છે, જ્યારે સિંધાલૂણમાં સોડિયમ ઉપરાંત પોટેશિયમ અને મેગ્નેશિયમના ક્ષારો પણ હોય છે, જે આરોગ્ય માટે લાભકારક ગણાય છે.
સમુદ્રમાંથી બનતું મીઠું પ્રમાણમાં એસિડિક હોવાથી તેના સેવનથી શરીરમાં આમ્લતા વધે છે.
સિંધાલૂણ સ્વભાવથી આલ્કલાઇન હોય છે. શરીરમાં જે આમ્લતા હોય છે તેની સિંધાલૂણ બાદબાકી કરી નાખે છે. લોહીમાં આમ્લતા દૂર થતાં જ ૪૮ પ્રકારના રોગોમાં રાહત થાય છે. સિંધાલૂણમાં ૯૭ પ્રકારના પોષક તત્ત્વો હોય છે. આ કારણે જ ઉપવાસમાં સાદું મીઠું વાપરવાને બદલે સિંધાલૂણ વાપરવામાં આવે છે.
સિંધાલૂણના ઔષધિય ગુણોને કારણે જ આયુર્વેદમાં હિંગાષ્ટક, લવણ ભાસ્કર વગેરે દવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે તમારા પરિવારને સફેદ ઝેરથી બચાવવા માગતા હો તો આયોડિનયુક્ત નમક કે ટેબલ સોલ્ટ વાપરવાનું બંધ કરીને રસોઇમાં સિંધાલૂણ વાપરવાનું ચાલુ કરો. આદર્શ નેટવર્ક આભાર – નિહારીકા રવિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.