અમ્લપિત્ત ? ?

સંજીવની
સંજીવની

એસીડીટી નામ થી પ્રચલિત, સાચો કે ખોટો છતાં ઘર- ઘરમાં દરેકને પજવતો વ્યાધી, સામાન્ય પાણી, દૂધ, સાકર કે આદુ, મરી, લીંબુ થી કાબુમાં આવતો છતાં ભલ ભલા તબીબોથી ય નહિ મટતો ને ક્યારેક હાર્ટ એટેક નું પૂર્વરૂપ બતાવતો અમ્લપિત્ત- એસીડીટી એક સામાન્ય છતાં મહારોગ પણ છે.
છાતીમાં બળતરા થવી, તરસ વધુ લાગવી, ચક્કર આવવા, ઉબકા- ઉલટી થવી, ગભરામણ થવી આ બધા જ લક્ષણો વિદગ્ધાજીર્ણ, અમ્લપિત્ત, સગર્ભાવસ્થા, હાઈ બી.પીને હૃદયરોગમાં જોવા મળેછે. જેને અનુભવીને અભ્યાસુ વૈદ્ય જ પારખી શકેછે. સામાન્ય લોકો તો આ બધું જ એસીડીટી સમજીને ચૂસવાની એન્ટાસીડથી શરૂ કરીને પેન્ટાપ્રાઝોલ સુધી ની દવાઓ કાયમી ચણા- મમરાની જેમ ખાતા થઈને બીજા અનેક ઉપદ્રવોના શિકાર થાયછે. અને આજની દવાઓ પણ એવી ગરમ હોય છે કે મોટા ભાગ ની દવાઓની સાથે તે ગરમ પડે નહિ તે માટે સાથે એન્ટાસીડ આપવી પડતી હોયછે.
આખરે તો…. માણસની પાચન શક્તિ નબળી પડી તેથી તો તે બીમાર થયો હોય છે ને તેમાં વણ જોઈતી દવાઓનો મારો… પછી શું થાય અગ્નિનું ? દવાઓ પણ પચે નહિને તેમાંથી થાય એસીડીટી. અને આમ વિષચક્ર ચાલ્યા કરે. આયુર્વેદ કહેછે કે…. બધા જ રોગો પાચનની નબળાઈમાંથી જ ઉત્પન્ન થાય છે. તેથી ક્યારેક તો માણસ આ દવાઓના કારણે જ અનેક દર્દો નો શિકાર થાયછે
. પાચનની નબળાઈ એટલેકે અજીર્ણના મુખ્ય ત્રણ પ્રકાર છે. …
૧) આમાં જીર્ણ. .. જેમાં પેટ ભારે થઈ જાય, ભુખ ઓછી થાય, શરીર માં ચિકાશ રહે, આંખ ની નીચે થેથર કે સોજા ચડી જાય. … આવા લક્ષણો…. વધુ પ્રમાણ માં સ્ટેરોઇડ ખાધી હોય કે કીડની ખરાબ થઈ હોય તો પણ જોવા મળે છે. એટલેકે અપચા થી કીડની પણ ખરાબ થઈ શકેછે.
૨) વિદગ્ધાજીર્ણ …. ઉપર જણાવેલ એસીડીટીના અને અપચાના બધાજ લક્ષણો સરખા જોવા મળેછે. તેમાં જ ભલભલા તબીબોની ભૂલ થાયછે. અને દવા બંને ની ઉલટી જ થાયછે. તેથી તેનું નિદાન માટે… એમ પૂછવું જોઈએ કે દૂધ પીવાથી બળતરા વધે કે ઘટે ?, આદુ ખાવાથી બળતરા વધે કે ઘટે ? આ ઉપરાંતમાં અનુભવી વૈદ્ય જાણે કે તેનામાં આમદોષના, અજીર્ણના લક્ષણો કેટલા છે ? તેના આધારે નિદાન થાય.
૩) વિષ્ટબ્ધાજીર્ણ …. પેટ માં ગેસ, વાયુ, દુઃખાવો, આફરો જોવા મળે તો તે પણ અપચો છે.
ટૂંકમાં ….. વાઘ આવ્યો… વાઘ આવ્યોની જેમ ક્યારેક સાચા અમ્લપિત ના દર્દીની સારવાર ખોટી થઈ જાયછે ને મોટાભાગ ના કહેવાતા અમ્લપિત્તના દર્દી અપચા ના હોવાથી તેની ખોટી સારવાર થાયછે. તેથી આવા દર્દીઓ માટે આયુર્વેદ શ્રષ્ઠ છે કારણકે વૈદ્ય ની કોઇપણ સારવારમાં અગ્નિ નું ધ્યાન પ્રથમ રાખવામાં આવેછે. પાચન બગડવું જોઈ નહિ.
હા… ક્યારેક છાતીમાં બળતરા…. એ હાર્ટ એટેકનું પણ એક લક્ષણ હોવાથી દર્દી ગભરાઈને તત્કાલ દર્દ દબાવનારી સારવાર લેવા દોડી જાય છે. ત્યારે હાથવગું હથિયાર એટલે સાકરને બે-ત્રણ કાળા મરી મોઢાંમાં રાખવાથી તત્કાલ રાહત થઈ જાય પછી નિષ્ણાત વૈદ્ય પાસે તપાસ કરાવીને સારવાર લેવી.
અલ્સરેટીવ કોલાઇટીસ કે જેમાં મોટા આંતરડાના છેવાડાના ભાગે ચાંદા પડી જાયછે આ અને આવા ઘણા રોગોના દરદીઓ તેની દવાઓ ગરમ પડે નહિ તે માટે કાયમી ઠંડકની દવાઓ ખાતા થાય છે ને તેથી અગ્નિ બગડે તેથી રોગ પણ કાયમીનો બની જાય છે. દર્દ માટે નહિને દવા બંધ થાય નહિને છેવટે ઓપરેશન જ એક ઉપાય બનેછે.
તેથી પ્રત્યેક વ્યક્તિ એ છાતીની બળતરા કે એસીડીટીની દવા ખાતા પહેલાં અગ્નિ – પાચન શક્તિનો પ્રથમ વિચાર કરવો જોઈએ. અને આટલું તો પોતે પોતાના માટે વૈદ્ય બનવું જોઈએ.
છમકલું ઃ દેશી ગાય ભૂખ હશે તો જ ભોજન કરશે. ગાય કોઈ દિવસ માંસ નહિ ખાય ને સિંહ ક્યારેય તણખલું નહિ ખાય. માણસ એક એવું પ્રાણી છે કે, ભૂખ હોય તોય ના પણ ખાય. અને ભૂખ નહિ હોય તોય ખાશે. તે રોટલી પણ ખાશે ને માંસ પણ ખાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.