સમી-રાધનપુર હાઈવે પર કારે ટક્કર મારતા એક્ટિવા સવાર દંપતી ફંગોળાયું

સમી-રાધનપુર હાઈવે પર કારે ટક્કર મારતા એક્ટિવા સવાર દંપતી ફંગોળાયું

ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ દંપતિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

સમી-રાધનપુર હાઈવે પર આવેલા વાવલ ગામ પાસે કાર અને એક્ટિવા વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માતમા એકટીવા પર સવાર દંપતિ ને ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની મળતી માહિતી મુજબ ગતરોજ સમીથી રાધનપુર તરફ પૂરઝડપે આવતી કારે સામેથી આવી રહેલા એક્ટિવા સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે દંપતી રોડ પર ફંગોળાયુ હતું અને દંપતિ ને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતા. પ્રાથમિક સારવાર બાદ મહિલાની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *