લોરેન્સ બિશ્નોઈની સતત ધમકીઓ વચ્ચે સલમાન ખાનના ઘરનો આઉટડોર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઘણા લોકો ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર જોવા મળી રહ્યા છે અને બાલ્કની એરિયામાં રિપેરિંગનું કામ કરી રહ્યા છે. આ કામ બાલ્કનીના એ જ ભાગમાં કરવામાં આવી રહ્યું છે જે કવર રહે છે. નવા વર્ષમાં સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સલમાન ખાનનો આ નિર્ણય લોરેન્સ બિશ્નોઈ તરફથી મળેલી ધમકીઓ વચ્ચે લેવામાં આવ્યો છે. જોકે આ ભાગમાં શું કામ થઈ રહ્યું છે તેની કોઈ માહિતી નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે ભાઈજાનની સુરક્ષાને વધુ કડક કરવા માટે જે પણ કામ કરવામાં આવી રહ્યું છે.