બનાસકાંઠા જિલ્લામાં દવાની ટેબ્લેટ અને સીરપના વેચાણમાં ઉછાળો

બનાસકાંઠા જિલ્લામાં દવાની ટેબ્લેટ અને સીરપના વેચાણમાં ઉછાળો

જિલ્લામાં વાયરલજન્ય બીમારીઓનો ભારે ઉપદ્રવ; બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલના પ્રતિકૂળ હવામાનને લઈ વાયરલજન્ય બીમારીઓનો ઉપદ્રવ વધી પડ્યો છે. તેથી ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાતા સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જેના કારણે મેડીકલ સ્ટોર્સમાં વિવિધ પ્રકારની ટેબ્‍લેટની સાથે રોગ પ્રતિકારક શક્‍તિ વધારનારા અને એન્‍ટિ વાયરલ ટેબ્‍લેટ્‍સ, સીરપ અને અન્‍ય આયુર્વેદિક સીરપ જેવી દવાઓના વેચાણમાં ૨૦ થી ૨૫ ટકાનો ઉછાળો આવ્યો છે.

આ બાબતે મેડીકલ સંચાલકોએ જણાવ્‍યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં બી 12, ડી- 3 અને અન્‍ય વિટામિનની ગોળીઓની માંગમાં અચાનક વધારો થયો છે. વિટામિન ટેબ્‍લેટ્‍સ સાથે, સીરપ અને અન્‍ય રોગ પ્રતિકારક શક્‍તિ વધારનારા, જેમાં આયુર્વેદિક દવાઓનો પણ સમાવેશ થાય છે, તેની વધુ માંગ છે.પરંતુ રોગ પ્રતિકારક શક્‍તિ બૂસ્‍ટરની માંગમાં વધારો એ ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી લોકોની રોગપ્રતિકારક શક્‍તિ સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગે છે.પણ કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બન્યા છે અને આડેધડ દવાઓ લે છે.

જ્યારે લાખણી આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્‍યું હતું કે વાયરલજન્ય બીમારીઓ વધી છે. ઘણા કિસ્‍સાઓમાં રોગ પ્રતિકારક શક્‍તિના ઝડપી વિકાસ માટે ડોકટરો બી 12 ઈન્‍જેક્‍શન પણ લખી રહ્યા છે. વળી, વિટામિનની ઉણપને કારણે માથાનો દુઃખાવો, શરીર અને પગમાં દુઃખાવો, ઉબકા જેવી સંબંધિત પીડાને ઘટાડવામાં મલ્ટી વિટામિનની ગોળીઓ મદદ કરે છે.તેમજ જે દર્દીઓને વધુ તાવ આવે છે, તેમની બળતરાને વશ કરવા માટે એન્‍ટિ-વાયરલ ગોળીઓ આપવી પડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *