ઝારખંડમાં કેન્સરનું મુખ્ય કારણ પાન મસાલાનું સેવન છે: આરોગ્ય મંત્રી ઇરફાન અંસારી ઝારખંડ સરકાર દ્વારા એક ખૂબ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ કહ્યું હતું કે, તારીખ 05-02-2025 ને બુધવારથી સમગ્ર રાજ્યમાં સાદા પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હવે રાજ્યમાં ક્યાંય પણ સાદા પાન મસાલા વેચાશે નહીં. ઝારખંડમાં 2023 સુધી ગુટખા પર પ્રતિબંધ હતો પરંતુ છેલ્લા એક વર્ષથી તેનું વેચાણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે સાદા મસાલાના નામે પણ તમાકુ વેચાઈ રહી છે. બુધવારથી તે કોઈપણ સંજોગોમાં વેચાશે નહીં.
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે રાંચીના એક ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ આ વાત કહી. તેમણે કહ્યું કે કેન્સરની સમયસર સારવાર કરવી મહત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં કેન્સરની તપાસ મફતમાં કરવામાં આવશે. ઝારખંડમાં કેન્સરનું મુખ્ય કારણ પાન મસાલાનું સેવન છે, તેથી હવે રાજ્યમાં સાદા પાન મસાલા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ઇરફાન અન્સારીએ જણાવ્યું હતું કે, કાલથી જો કોઈ પણ દુકાનમાં ગુટખા વેચાતા જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.