15 ઇલેક્ટ્રિક કાંટા પર ટેકાનાં ભાવે મગફળી ની ખરીદી ના શ્રી ગણેશ કર્યા
ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ થયું છે. ભારત સરકારની પી.એસ.એસ યોજના હેઠળ ટેકા ના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. ધાનેરા ખાતે મગફળી ખરીદી ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ ને સોંપાઈ છે. જેને લઇ આજેં ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હરદાસ ભાઈ પટેલ એ ઇલેક્ટ્રિક વજન કાંટાનું પૂજન કરી મગફળી ની ખરીદી શરૂ કરાવી હતી.
ધાનેરા તાલુકાના ચાલુ વર્ષ દરમિયાન કુલ 9 હજાર ખેડૂતો એ ટેકાનાં ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવી છે. સરકારના નિયમો અનુસાર મગફળી ખરીદી માટે 90 દિવસ નો સમય નક્કી કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે આજથી ટેકાનાં ભાવે મગફળી નિયમો અનુસાર ખરીદ કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગ ભાઈ આકોલિયા એ ટેકાના ભાવે ખરીદી ને લઈ ને જરૂરી ખેડૂતો માટે સૂચન કર્યું છે. જેમાં ખરીદ કેન્દ્ર પર 15 ઇલેક્ટ્રિક કાંટા સાથે 100 જેટલા મજૂરો કાર્યરત રહેશે સાથે ખેડૂતો પણ પોતાના મગફળી નો પાક યોગ્ય અને ગુણવતા યુક્ત લાવે તેવુ સૂચન કરાયું હતું.