સૈફ અલી ખાનને મંગળવારે 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર નીતિન ડાંગે સવારે જ આ માહિતી આપી છે. ડિસ્ચાર્જ માટેના કાગળો ગઈકાલે હોસ્પિટલમાં સબમિટ કરવામાં આવ્યા હતા. સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી લેવા પત્ની કરીના કપૂર અને પુત્રી સારા અલી ખાન પહોંચ્યા હતા. ગુરુવારે સૈફ પર બાંદ્રામાં તેના ઘરમાંથી ચોરી કરવાના પ્રયાસ દરમિયાન એક ઘુસણખોરે છ વાર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા પછી, તેને લગભગ 2:30 વાગ્યે ઓટો રિક્ષા દ્વારા લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની બે સર્જરી કરવામાં આવી.
ચાકુના હુમલા બાદ સૈફ અલી ખાન હવે ઘરે આરામ કરશે. મંગળવારે લીલાવતીના ડૉક્ટરોએ કહ્યું હતું કે સૈફને સાજા થવામાં હજુ થોડો સમય લાગશે. ડોકટરોની ટીમે સૈફના પરિવારને તેને ઘરે લઈ જવાની પરવાનગી આપી દીધી હતી, પરંતુ હજુ સુધી જણાવ્યું નથી કે તેઓ તેને ક્યારે ઘરે લઈ જશે. 16 જાન્યુઆરીએ સૈફ પર તેના જ ઘરમાં હુમલો થયો હતો, જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો.