સાબરકાંઠા : પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ફોનની ચોરીનો ભેદ ઉકેલ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા LCBની ટીમે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે ચોરીના મોબાઇલ સાથે એક શખ્સને ઝડપી લઇને વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઇલ ફોનની ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

LCB PIના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઇલ ફોનની ચોરી કરનાર શખ્સ સતિષ રત્નાજી પાંડોર (રહે.લીંમડા, તા.વિજયનગર)ની ચોરી કરેલા મોબાઇલ ફોન સાથે અટકાત કરી હતી અને રૂ.20,990ની કિંમતનો મોબાઇલ ફોન તપાસ અર્થે કબ્જે કરી વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.