ઇલોલના મંજૂરહુસૈન વાઘને વિશ્વ ફોટોગ્રાફીમાં બીજુ સ્થાન મળ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ હિંમતનગર : વિશ્વકક્ષાએ યોજાતા કામારેના ફોટોગ્રાફી સ્પર્ધામાં હિંમતનગરના ઇલોલના  લગ્ન ફોટોગ્રાફર મંજૂરહુસૈનને વિશ્વકક્ષાએ દ્રિતિય સ્થાન પ્રાપ્ત કરી સાબરકાંઠા અને ગુજરાતનુ નામ રોશન કર્યું છે. આ સ્પર્ધા ઓનલાઇન યોજાયા છે અને વિશ્વના અલગ-અલગ દેશના ફોટોગ્રાફર પોતાના શ્રેષ્ઠ ફોટો આ સ્પર્ધામાં આપે છે. વર્ષ ૨૦૧૯માં યોજાયેલ સ્પર્ધામાં દેશ-વિદેશમાંથી આવેલા ૫૦૦૦ જેટલા ફોટોગ્રાફમાંથી ૨૭૦ જેટલા અલગ- અલગ કેટેગરીના ફોટોમાંથી વેડિંગ કેટેગરીમાં મંજૂરના ભારતીય લગ્ન પ્રસંગના કન્યાના પીઠીના ફોટોને ખુબ જ સરાહના મળી અને તેમના આ ફોટોને બીજુ સ્થાન મળ્યું હતું
કામારેના ફોટોગ્રાફી સ્પર્ધા દર વર્ષે યોજાય છે અને આ સ્પર્ધામાં અલગ- અલગ કેટેગરી પાડવામાં આવે છે.આ એક ખુબ જ પ્રતિષ્ઠિત ફોટોગ્રાફી સ્પર્ધા છે. આ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનનાર ઇલોલના મંજૂર હુસૈન વાઘે ઇલોલ ગામનુ નામ રાષ્ટ્રિયકક્ષાએ રોશન કર્યું છે. આ સ્પર્ધાના નિર્ણાયકોમાં દેશના પ્રતિષ્ઠિત લોકો હોય છે. જે ખુબ જ બારીકાઇથી ફોટોની ઝીણી-ઝીણી બાબતોનુ નિરિક્ષણ કરવામાં આવે છે. પછી આવેલ ફોટાઓમાંથી શ્રેષ્ઠ ફોટા લેવામાં આવે છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.