ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી અન્ન અને નાગરીક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે બુધવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા કરતા આવ્યા છે. આદિવાસી લોકોના વિકાસ માટે જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના, વન અધિકાર અધિનિયમ 2006, દૂધ સંજીવની યોજનાઓ જેવી કલ્યાણકરી યોજનાઓ થકી અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે. અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. રેસીડેન્સીયલ શાળાઓ, આશ્રમ શાળાઓનું નિર્માણ થકી ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પુરી પાડી છે.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે દર વર્ષે 9 ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી લોકોના વિકાસ અર્થે અનેક વિધ યોજનાઓ અમલી છે.વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં વર્ચ્યુઅલ રીતે વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અને આદિવાસી વિકાસ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. આ કાર્યક્રમમાં શૈક્ષણિક, રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સન્માનિત તેમજ સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નૈમેષ દવે, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.