મહિલા દિવસે હિંમતનગરમાં પડતર માંગણીઓ સંતોષવા મહિલાઓની રેલી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર બહુમાળી ભવન આગળ જિલ્લાની આશા વર્કર અને ફેસિલિટર મહિલાઓએ પડતર માંગણીઓને લઈને વિરોધ કરી કલેકટરને આવેદન આપ્યુ હતું. વિશ્વ મહિલા દિવસ છે ત્યારે મહિલાઓનું સન્માન કરાય છે. પરંતુ આ સન્માન એક જ દિવસ હોય છે બાકીના દિવસોમાં મહિલાઓનું શોષણ થાય છે જેન લઈને મહિલાઓ વિરોધ કરે છે. ત્યારે જિલ્લાની આશા વર્કર અને ફેસિલિટર મહિલાઓએ મહિલા શક્તિ સંગઠનના નેજા હેઠળ 10 પડતર માંગણીઓને લઈને પ્લેકાર્ડમાં માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી.

આજની નારી સન્માનની અધિકારીના બેનર સાથે આપની રેલી
હિંમતનગરમાં વિશ્વ મહિલા દિવસને લઈને આપ પાર્ટી દ્વારા જૂની સિવિલ સર્કલ પાસે ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જિલ્લા મહિલા પ્રમુખ કવિતા સોની હિમતનગર તાલુકા પ્રમુખ ભારતીબેન પટેલ સહિત અનેક મહિલાઓ મૌન રેલીનો પ્રારંભ કર્યો હતો જે રેલી ટાવર ચોકમાં પહોંચી મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.