હિંમતનગરમાં મારવાડી સાતમની પૂજા માટે મહિલાઓએ મંદિરમાં પૂજા કરી
ફાગણ મહિનામાં હોળી બાદ મારવાડી સાતમની ઉજવણી રાજસ્થાની પરિવારો દ્વારા કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ મંદિરમાં શીતળા માતાજીનું પૂજન અર્ચન કરીને વાર્તા વાંચે છે અને ઠંડો પ્રસાદ આરોગે છે.
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં રહેતા રાજસ્થાની પરિવારો હોળી બાદ આવતી સાતમને દિવસે શીતળા માતાજીની પૂજા અર્ચના કરે છે. ત્યારે હિંમતનગરમાં સોમવારે સવારથી સાતમને લઈને મહાવીરનગર પંચદેવ મંદિર, પોલોગ્રાઉન્ડમાં પંચદેવ મંદિર, હરસિધ્ધિ માતાજીના મંદિર સહિતના મંદિરોમાં મહિલાઓ શણગાર સજીને ઠંડી બનાવેલી વસ્તુઓનો પ્રસાદ સાથે મંદિરે આવીને શીતળા માતાજીનું પૂજન અર્ચન કરી મહિલાઓ એકઠી થઈને વાર્તા સાંભળે છે. દિવસ દરમિયાન ઠંડુ ભોજન આરોગે છે આ રીતે મારવાડી સાતમની ઉજવણી કરવામાં આવે છે.