હિંમતનગરમાં મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ, ICDS વિભાગ તેમજ મહિલા અને બાળ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ CHC અને PHC કેન્દ્રો ખાતે સ્ત્રી રોગ નિદાન તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું હતું. નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત તારીખ 1થી 7 ઑગસ્ટ દરમિયાન વિવિધ મહિલાલક્ષી દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવના અંતિમ દિવસે મહિલા અને બાળ વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તાલુકા કક્ષાએ યોજાયેલા નિદાન અને સારવાર કેમ્પમાં મહિલાઓમાં એનિમિયા, કોરોના બુસ્ટર ડોઝ રસીકરણ, આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટનું વિતરણ, સેનેટરી પેડ વિતરણ, હિમોગ્લોબીન તપાસ જેવી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આઇસીડીએસ વિભાગ દ્વારા દરેક કેન્દ્રએ આરોગ્યલક્ષી મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં જિલ્લાની મહિલાઓએ લાભ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.