પ્રાંતિજના મજરાના યુવક સાથે રૂ. 18.18 લાખની છેતરપીંડી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામના ખેડૂત યુવકે FB પર શેર બજારમાં રોકાણ કરી સારું વળતર મળવાની જાહેરાત જોયા બાદ બે મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો અને મોબાઈલ ધારકે પહેલા રૂ. 10 હજાર રોકાણ સામે બીજા દિવસે રૂ. 15 હજાર ખાતામાં આપી યુવકને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ યુવકે ટુકડે ટુકડે 16 મહિનામાં 184 વખત રૂ 18.18 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ અજાણ્યા ફોન ધારક યુવકે પૈસાનું વળતર નહિ આપી છેતરપીંડી આચરતા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.

આ અગેની વિગત એવી છે કે પ્રાંતિજના મજરા ગામના ખેતીકામ કરતા કિરણભાઈ પ્રજાપતિ જે ક્રિષ્ના ઓટો કન્સલ્ટન્ટમાં નોકરી કરે છે. જેમણે 14 ફેબ્રુઆરી 2021ના રોજ પોતાના મોબાઈલ પર FB પર શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટની જાહેરત જોઈ હતી. હિન્દી અને અગ્રેજીમાં રોકાણ પર 40 ટકાથી વધુ રકમ મળતી હોવાનું જણવ્યું હતું. જેને લઈને આપેલા બે મોબાઈલ નંબર પર વાત કરતા મોબાઈલ ધારકે પોતાનું નામ આદિત્ય શંભુનાથ ખત્રી બુરાબજાર, કલકત્તાના હોવાનું જણાવ્યું હતું.

આદિત્ય ખત્રીએ કિરણભાઈ પ્રજાપતિને જણાવ્યું કે, આજે તમે રૂ. 10 હજાર નાખો આવતીકાલે તમને રૂ. 15 હજાર મળશે. જેથી કિરણભાઈએ 15 ફેબ્રુઆરી 2021ના રોજ પે-ટીમ પર બે અલગ અલગ ટ્રાન્જેક્શન કરી રૂ. 10 હજાર રોકાણ કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે રૂ. 15 હજાર આવ્યા હતા. જેથી ટુકડે ટુકડે કિરણભાઈએ ગુગલ પે અને પેટીમ પર રૂ. 10-10 હજારના રોકાણ કરવાની શરૂઆત કરી હતી અને અને 2021ના 10 મહિનાથી લઈને 2023ના ફેબ્રુઆરી મહિના એટલે કે 16 મહિના સુધી અંદાજીત 184 વખત ટ્રાન્સ્ફર કરી હતી. આ રકમ કિરણભાઈ તેમના મિત્ર સર્કલ પાસેથી ઉછીના, સગા સંબધીઓ પાસેથી અને ગોલ્ડ લોન લઈને રૂ. 18.18 લાખનું રોકાણ કર્યું હતું. જે લોન ભરવા અને સગા સંબધીઓના અને મિત્ર સર્કલની રકમ પરત આપવા માટે આદિત્ય ખત્રી પાસે રકમ માગી તો બહાના બતાવ્યા હતા અને અંતે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ 15 ફેબ્રુઆરી 2023ના રોજ આદિત્ય ખત્રીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા પૈસા પરત લેવા માટે બીજા પૈસા ટ્રાન્સફર કરો. જેથી કિરણભાઈને આદિત્ય ખત્રી પર શક ગયો હતો અને ખબર પડી કે આપણી સાથે ફ્રોડ થયું છે. જેથી કિરણે હેલ્પલાઈન આઈડી પર ફરિયાદ કરી હતી. ત્યારબાદ હિંમતનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.